મીડિયાએ સમાજનો અરીસો છે એ જેટલો સ્વચ્છ હશે એટલો સમાજ સુઘડ દેખાશે
વિશ્વભરમાં 3 મેનાં રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948નાં માનવ અધિકારોનાંસાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે.
યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3જી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતુ ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબદ્ધતાની વાત કરે છે
.પ્રેસની આઝાદીનું મહત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીનાં મૂલ્યોની સુરક્ષા અને તેને પુનર્સ્થાપિતકરવામાં મીડિયા મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકારે પણ પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ.સંકલન: મિત્તલ ખેતાણી(મો. 9824221999)