- ‘તમારા માતા-પિતાને સન્માન આપો ’ થીમ સાથે વૈશ્ર્વિક સ્તરે થશે આજે ઉજવણી: ફેમિલી અવેરનેસ બાબતે જાગૃતિ લાવવી જરુરી
- પરિવારની માનસિક અને શારિરિક સુખાકારી વિશે જાગૃત થઇને કૌટુંબિક જાગૃતિ લાવવી
પૃથ્વી પર વસતા તમામ વ્યકિતના જીવનમાં મા-બાપનું મહત્વ વિશેષ હોય છે. બાળપણથી જ સંતાનનું લાલન પાલન કરીને બાળ ઉછેર અને સંર્વાગી વિકાસના ગાળામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. આજે મા-બાપને ઘણા લોકો મહત્વ આપતા નથી તે તે દુ:ખી થાય છે. અને તેથી જ આપણે ઘણીવાર ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહી’ ની યાદ અપાવીએ છીએ.
આજે વિશ્ર્વ માતા-પિતા દિવસ છે. આ વર્ષની ઉજવણી થીમ ‘તમારા માતા-પિતાને સન્માન આપો’ છે. વૈશ્ર્વિક સ્તરે થતી આજની ઉજવણીમાં ફેમીલી વેરનેશ પર ભાર મુકાયો છે. પરિવારની માનસિક અને શારીરિક સુખાકારી વિશે મા-બાપની ભૂમિકા અગત્યની છે. સમાજમાં તેના પરિવાર માટેના મહાન કાર્યોની સરાહના કરવી જોઇએ.
સમગ્ર વિશ્ર્વમાં 2012 થી આજનો દિવસ ઉજવાય રહ્યો છે, આ દિવસે થયેલા ઠરાવ અન્વયે આ દિવસને વિશ્ર્વ સ્તરનો બનાવાયો હતો. જો કે આ અગાઉ 1994થી વિશ્ર્વના અમુક દેશોમાં તેની ઉજવણી થતી જ હતી. આજની ઉજવણીનું મહત્વ વધારે છે, કારણ કે પેરેંટિંગ અને પેરેન્ટ ચાઇલ્ડ જેવા મહત્વના વિષયોને સાંકળી લેવાય છે.
દરેક મા-બાપના અવિરત પ્રયત્નો અને તેમના નાના બાળકો પ્રત્યે સમર્પણની અને બલિદાનની ભાવનાને યાદ કરીને તેનું સન્માન કરવું જોઇએ. આપણા જીવન વિકાસમાં એક ‘માતા’ સૌ શિક્ષકની ગરજ સારીને આપણો માનસિક વિકાસ કરે છે. દરેકના જીવનમાં શારીરિક, માનસિક અને સામાજીક વિકાસમાં મા-બાપનો ફાળો સવિશેષ હોય છે. આજે દરેક મા-બાપની કદર કરવાનો દિવસ છે. સૌ પ્રથમ વાર વિશ્ર્વમાં 1973માં વર્લ્ડ પેરેન્ટલ ડે ઉજવાયો હતો, અને તે દક્ષિણ કોરીયામાં ઉજવાયો હતો.
માતા-પિતાને ઇશ્ર્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. માઁ મમતાનો સાગર છે તો પિતા ખુશીઓનો ભંડાર છે જે પોતાના બાળકોને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. દરેક માતા-પિતા અથાગ પરિશ્રમ કરીને નિ-સ્વાર્થ ભાવે પોતાના બાળકોનું ભરણપોષણ કરે છે, એટલા માટે તેને ભગવાાનનું સ્થાન અપાયેલ છે.
માઁ મમતાનો સાગર, તો પિતા ખુશીઓનો ભંડાર
બાળકોના ઉછેરમાં માતા-પિતાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સંતાનોના પોષણ અને સંરક્ષણની ભૂમિકામાં અહંમ જવાબદારી મા-બાપની હોય છે તેથી જ આપણે માઁ ને મમતાનો સાગર, તો પિતા ખુશીઓનો ભંડાર કહેવાય છે. દરેક માતા બાળકના જન્મ પછીના એક હજાર દિવસ બાળકના મગજનું નિર્માણ કરે છે. માતા-પિતા તેના બાળકોને શ્રેષ્ઠ વાતાવરણ આપવા માટે તેની ક્ષમતા પ્રમાણે કાર્ય કરે છે. સંતાનોની સફળતાની ખુશી સૌથી વધુ મા-બાપને થતી હોય છે.