ઓઆરએસનું સેવન કર્યા બાદ પણ ઉલટી અથવા ચકકર વગેરે આવવાની સમસ્યા થાય તો તુરંત ડોકટરનો સંપર્ક અનિવાર્ય
આજે એટલે કે ર9 જુલાઇએ સમગ્ર વિશ્ર્વમાં (ORS) ઓઆરએસ દિવસ મનાવવામાં આવે છે. ઓઆરએસ એટલે ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટસ, ઓઆરએસનું મહત્વ દર્શાવતા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુ.એચ.ઓ.) દ્વારા આપવામા આવેલ માહિતીનુસાર પાંચ વર્ષથી નાના બાળકોના મૃત્યુનું એક કારણ ડાયેરિયા સંબંધી સમસ્યા છે. ડાયેરીયાના કારણે શરીરમાં થયેલી પાણીની ઉણપને ઓઆરએસની મદદથી દૂર કરી શકાય છે. ઓઆરએસ માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ વયસ્કો અને વડલોમાં પણ ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઉણપને દુર કરી શકે છે. તો ચાલો આજે આપણે ઓઆરએસ શું છે તથા બાળકોમાં ઉંમર મુજબ ઓઆરએસ ધોલ આપવાની માત્રા કેટલી રાખવી જોઇએ વગેરે બાબતો પર ચર્ચા કરીશું
ઓઆરએસ (ORS) શું છે?
નેશનલ હેલ્થ પોર્ટલ મુજબ ઓઆરએસનું ફૂલ ફોર્મ ઓરલ રીહાઇડ્રેશન સોલ્ટસ છે. જે ડાયરીયા સંબંધીત બીમારીઓને દૂર કરવાનો સૌથી સરળ ઇલાજ છે. તેમાં સોલ્ટ (ઇલેકટ્રોલાઇટ) અને ખાંડ હોય છે. આ બન્નેનું મિશ્રણ શરીરમાં પેટના માઘ્યમથી ઇલેકટ્રોલાઇટ અને પાણીના શોષણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેનાથી ડાયરીયાના કારણે થતી ઉલટી અને ઝાડાની સમસ્યામાં રાહત મળે છે. તો વળી તે ડાયરીયાના કારણે શરીરમાં પાણી અને નમકની ઉણપને પૂર્ણ કરવામાં પણ મદદરુપ થાય છે. ભારતના નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર ORS ની સાથે ઝીંકનો સમન્વય એકયુટ ડાયરીયા અને ડિહાઇડે્રશનનો અસરકારક ઇલાજ છે.બાળકને ઉંમર મુજબ આપવામાં આવતું ઓઆરએસ
બે વર્ષથી નાની ઉંમરના બાળકો:- વારંવાર થતા ઝાડાના કારણે બાળક નબળાઇ અનુભવે છે. એવામાં ઓઆરએસ અત્યંત મહત્વની ભુમિકા ભજવે છે. એવામાં પ્રત્યેક વખતે ઝાડા થયા બાદ બાળકને કમસેકમ 1/4 અથવા 1/2 મોટો કપ (250 મીલીલીટર) ઓઆરએસનું સેવન કરાવવું તથા દર બે-ત્રણ મીનીટ બાદ 1 કેર ચમચી ઓઆરએસ ઘોલ આપતા રહેવું.
બે વર્ષથી વધારે ઉંમરના બાળકો:- પ્રત્યેક વખતે ઝાડા થયા બાદ 1/2 થી 1 કપ કપનો આકાર રપ0 મીલીલીટર જેટલું ઓઆરએસનો ઘોલ આપતા રહેવું જોઇએ.
બાર વર્ષથી મોટા બાળકો વયસ્કો અથવા વડીલો:- બાર વર્ષથી મોટા બાળકો તથા વડીલો સહિત દરેકે રપ0 થી 400 મીલીલીટર ઓઆરએસ લેવું જોઇએ.
ઓઆરએસ આપતી વખતે રાખવામાં આવતી સાવધાની
(1) ઓઆરએસ બનાવતી વખતે પેકેટ પર દર્શાવવામાં આવેલા દિશા નિર્દેશોનું પાલન અવશ્ય કરવું, યોગ્ય માત્રામાં પાણી મિકસ કરવું
(ર) ઓઆરએસ બનાવીને તેનો ઉપયોગ ર4 કલાકથી પહેલા કરી લેવો જોઇએ, કારણ કે ર4 કલાક બાદ તેમાં બેકટીરીયા થઇ જાય છે.
(3) ઓઆરએસમાં પાણી મિકસ કરતી વખતે પણ ઘ્યાન રાખવું જોઇએ, તેમાં ગંદુ પાણી મિકસ ન કરવું, પહેલા પાણીને ઉકાળી લો અને ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને તેમાં ઓઆરએસ ઘોલ બનાવી લો.
(4) ઓઆરએસ બનાવવા માટે માત્ર પાણીનો જ ઉપયોગ કરવો દુધ, સૂપ, જયુસૃ જ કે સોફટ ડ્રીંકનો ઉપયોગ કયારેય ન કરવો.
(5) ઓઆરએસમાં અલગથી ખાંડ ન ભેળવો
(6) ઓઆરએસ પીધા બાદ ઉલટી અથવા ચકકર વગેરે આવવાની સમસ્યા થાય તો એ ગંભીર ગણાય છે, એવામાં તુરંત ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.
ઘરે ઓઆરએસ કેવી રીતે બનાવવું?
1 લીટર સ્વચ્છ પાણી, 6 ચમચી ખાંડ અને આશરે 30 ગ્રામ (અડધી ચમચી) નમકને મિકસ કરીને ઓઆરએસ સોલ્યુશન ઘરે બનાવી શકાય છે.
ઓઆરએસ પીવાના મુખ્ય ફાયદા : ઓઆરએસ પીવાના મુખ્ય ચાર અને અસરકારક ફાયદાઓ છે.
(1) પાણીની ઉણપ દૂર થાય છે.
(ર) ડાયરીયા દૂર થાય છે
(3) થાક અને નબળાઇ દૂર થાય છે
(4) એકસરસાઇઝ કરવા માટે ઉર્જા મળે છે.