એક જમાનામાં ભારતમાં દૂધની નદીઓ વહેતી હતી: ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ: આ વ્યવસાયને કારણે એક અબજ લોકોની આજીવિકાને ટેકો મળે છે
દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે તેમાંથી કેલ્શિયમ જેવા વિવિધ વિટામીનને તત્વો મળતા હોવાથી નાના બાળકોને તેના ઝડપી વિકાસ માટે આપણે તેને નિયમિત પાતા હોય છે. ચોપગા જાનવરમાં ગાય અને ભેંશનું દૂધ મુખ્યત્વે આહાર તરીકે લઇએ છીએ પણ બકરીનું દૂધ, ગધેડી, ઉંટડી કે ઘેંટીનું દૂધ પણ આવે છે. બકરી-ગાયનું દૂધ પચવામાં વધુ સહેલું હોવાથી સાવ નાના બાળકને અપાય છે. દૂધ બાળપણથી શરૂ કરીને વૃધ્ધાવસ્થા સુધી આપણા ભોજનનું અભિન્ન અંગ છે. આજે પણ ઘણા લોકો રાત્રે દૂધનો ગ્લાસ પીવે છે.
આજે દૂધમાં એટલી બધી ભેળસેળ જોવા મળે છે કે સાચુ દૂધ જોવા જ મળતું નથી: ગાયનું દૂધ પચવામાં સહેલું હોવાથી બાળકોને અપાય છે: આજનો યુવા વર્ગ મિલ્ક શેકનો ચાહક છે
આજે વિશ્વ દૂધ દિવસ છે, ત્યારે તેના લાભા લાભ સાથે તેના વ્યવસાયમાં જોડાયેલા લોકોની મુશ્કેલી પરત્વે જાગૃત્તિ લાવવાનો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2001થી દર વર્ષે દૂધનું મુખ્ય આહાર તરીકે મહત્વ જળવાઇ રહે તે માટે આજનો દિવસ ઉજવાય છે. આજે વૈશ્ર્વિકસ્તરની વિવિધ ઉજવણી દરેક દેશો કરે છે. આજે તો ઊંટડીના દૂધમાંથી બનતા આઇસ્ક્રીમે નવી બજાર ઉભી કરી છે. પોષક તત્વોથી ભરપૂર દૂધ મહત્વનો આહાર અને આપણી તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. પ્રાચિનકાળમાં આપણાં દેશમાં દૂધની નદીઓ વહેતી હતી આવી વાતો આપણે ઘણીવાર સાંભળી હશે પણ આજે ભેળસેળ કે બનાવટી સિન્થેટીક દૂધ પણ બજારોમાં ફરતા હોવાથી સાચુ દૂધ ક્યાંય જોવા મળતું નથી. વિવિધ ગાય કે ભેંસની પ્રજાતિ વાઇઝ તેના દૂધના ફેટ પણ અલગ હોય છે. આપણો દેશ દુનિયામાં સૌથી મોટો અને પ્રથમ નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે. આ વ્યવસાયને કારણે એક અબજ લોકોની આજીવિકાને ટેકો મળે છે.
દૂધમાંથી બનતી વિવિધ બનાવટો એટલે કે ડેરી પ્રોડક્ટસનું ચલણ પણ વધ્યું છે. આજનો યુવાવર્ગ મિલ્ક શેકનો દિવાનો છે. બજારમાં વિવિધ મિલ્ક શેક મળવા લાગ્યા છે. દેશમાં શ્ર્વેતક્રાંતિના પિતામહ વર્ગીઝ કુરિયને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરેલ છે. દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર આપણે બન્યા સાથે તેની સાથે સંકળાયેલા માલધારી, ખેડૂતની સ્થિતિ સુધારવા માટે તેમની ઘણી યોજના બનાવી. દૂધ મંડળીઓ બનાવીને લોકોને આર્થિક રીતે સધ્ધર કર્યા હતા. ગ્રામિણ આવકના ત્રીજા ભાગોનું સ્ત્રોત દૂધ ઉત્પાદન છે. આજના દિવસે દૂધ અને તેની સાથે સંકળાયેલા તમામ વર્ગને પ્રોત્સાહન આપવા સૌએ કાર્યક્રમ કરવા જોઇએ. ભારતની અમુલ ડેરી પુરાવિશ્વમાં તેની શ્રેષ્ઠ ક્વોલીટી પ્રોડક્ટસથી મશહૂર છે.
સામાન્ય રીતે ગાય, ભેંશના દૂધ પર ભરોસો કરીએ છીએ. પ્રાણીઓના દૂધમાં ઓછી વધુ ચરબી જોવા મળે છે. દૂધની શર્કરા (લેકટોઝ)ને પચાવી ન શકતા લોકોનું વજન પણ દૂધને કારણે વધે છે. દૂધના પ્રકારોમાં સોયા દૂધ, બદામનું દૂધ, નાળિયેરનું દૂધ, ચોખાનું દૂધ જેવા હોય છે. ગાય-ભેંશ પછી સોયા દૂધ સૌથી શ્રેષ્ઠ હોય છે. મહાત્મા ગાંધીની ફેવરિટ બકરીના દૂધમાંથી અમુલ અને પ્રાઇવેટ ડેરીઓ હવે ચીઝ, પોગર્ટ અને મિલ્ક પાઉડર જેવા ઉત્પાદન કરે છે. દૂધમાંથી લગભગ 100થી વધુ રેસીપી બને છે. એક કપ દૂધમાં આપણને 70 ટકા કેલ્શિયમ મળતું હોવાથી તે બહુ જ ગુણકારી છે. દૂધ આપણા હાડકા મજબૂત કરે છે તો દાંતના વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. જડબાના હાડકાને મજબૂત કરે છે. દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાથી એક કપમાં આપણા શરીરને 8.6 ગ્રામ પ્રોટીન મળે છે.
આપણાં દેશમાં શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીઝ કુરિયને વિશ્વમાં ટોચે પહોચાડ્યું: દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર સાથે માલધારી-ખેડૂતની સ્થિતિ સુધારવા માટેના અથાગ પ્રયત્નો કર્યા: ગ્રામીણ આવકના ત્રીજા ભાગનું સ્તોત્ર દૂધનું ઉત્પાદન છે
ભારતમાં દૂધએ આહારનું એક મહત્વપૂર્ણ તત્વ છે. કાચુ કે ચા, કોફી તેમજ અન્ય સ્વાદો સાથે મિશ્રણ કરીને પી શકીએ છીએ. બાળકના જન્મ પછી ખાવામાં આવતો પ્રથમ ખોરાક છે, અને તે જીવનભર ખાવામાં આવતો એકમાત્ર ખોરાક છે. આ વર્ષની થીમ ‘આબોહવા પરિવર્તનની કટોકટી અને ડેરી ઉદ્યોગ તેની પર્યાવરણીય અસરને કેવી રીતે ઘટાડી શકાય તે તરફ ધ્યાન દોરવાની છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતું ડેરી ઉદ્યોગના ટકાઉપણું, આર્થિક વિકાસ, આજીવિકા અને પોષણમાં ફાળો આપવાનો છે. વિશ્વમાં ડેનમાર્ક દેશે આ ક્ષેત્રે વિકાસની મહત્વની હરણફાળભરી છે.
દૂધના વિવિધ પ્રકારનાં પોષક તત્વો જે શરીરનો વિકાસ કરે છે અને હાડકા મજબૂત કરીને શરીરને ઉર્જા આપે છે સાથે યાદશક્તિમાં વધારો કરે છે. આજે બજારમાં મળતા બનાવટી અને ભેળસેળવાળા ફાયદા કરતા નુકશાન વધુ કરે છે. છૂટક દૂધમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થાય છે. દૂધમાં પાણી નાંખીને તો લોકો વર્ષોથી ધંધો કરે છે તો કેટલાક તેને પીલીને તમામ તત્વો ખેંચી લઇને ફેટ વગરનું દૂધ પણ વેંચે છે. દૂધમાંથી દહીં કે છાશ શરીરને બહુ ગુણકારી હોય છે. આજે તો દૂધમાંથી મૂળતત્વ ફેટ તત્વને દૂર કરીને પછી તેમાં ફર્ટિલીટી હાઇડ્રો કેમિકલનું મુખ્ય દૂધને વધારે ફેટ બનાવવાનું અને પેકીંગ કરીને વહેચાય છે. કાચા દૂધમાં 87.2 ટકા પાણી, 3.7 ટકા દૂધ ચરબી, 3.5 પ્રોટીન, 4.9 ટકા લેકટોઝ અને 0.9 ટકા રાખ હોય છે. આને વ્યવસ્થિત કરવા પેસ્ટયુરાઇઝેશન ચરબી 3.25 ટકાથી ઓછી હોવી ન જોઇએ. બજારમાં મળતા મોટાભાગના દૂધ પાચ્યુરાઇઝડ, સજાતીય અને વિટામીન ફોર્ટિફાઇડ છે. દૂધના અન્ય પ્રકારોમાં સ્કીમ મિલ્ક, ઓર્ગેનિક મિલ્ક, ક્ધડેન્સ્ડ મિલ્કનો સમાવેશ થાય છે. આજે જ્યારે બધે જ ભેળસેળ જોવા મળે છે ત્યારે દૂધ જેવામાં વર્ષોથી ચાલી આવે છે. આજે તો આપણી આંખ સામે માલધારી ગાય-ભેંશને દોહીને આપે ત્યારે જ સાચુ માનવું પડે એવું છે. ડેરી ક્ષેત્ર વાર્ષિક સરેરાશ 2.2 ટકાના વિકાસ દરે વિકસી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં તેને મહત્વની પ્રગતિ હાંશીલ કરી છે.
તેની વિતરણ ચેનલ પણ સમજવા જેવી છે જેમાં દૂધની સોર્સિંગ, તેનો સ્ટોક, ગ્રાહકનો સપોર્ટ, ગુણવત્તા નિયંત્રણ, પરિવહનમાં કોલ્ડવેન સિસ્ટમ જેવી વ્યવસ્થા છે. નકલી દૂધથી શરીરનાં અંગોને નુકશાન સાથે કેન્સર પણ થઇ શકે છે. દૂધમાં ડિટરજન્ટ, યુરિયા, હાઇડ્રોજન, લુબ્રિકેન્ટ, ક્રિપ્ટોઓઇલ સહિતના ખતરનાક રસાયણોની ભેળસેળ કરે છે. ઘણા લોકો સિન્થેટીક દૂધ બનાવવાનો વેપાર કરી રહ્યા છે, આવા દૂધથી આંતરડા, લીવર, કિડની સંબંધિત બિમારી અને કેન્સર થાય છે. સામાન્ય રીતે આપણે દૂધમાંથી બનતી રસોડાની વાનગીમાં દહીં, છાશ, માખણ, ઘી બનાવીએ છીએ સાથે ભોજનમાં રબડી, પેંડા, દૂધ પૌવા, શ્રીખંડ, દૂધપાક, ખીર જેવી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ. દૂધ જેને કોલોસ્ટ્રમ કહેવાય છે, તેમાં એન્ટિબોડી હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારકશક્તિ વધારે છે. ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. 12 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દિવસમાં બે વાર દૂધ કે તેની પ્રોડક્ટ આપવી જરૂરી છે. વિશ્ર્વના ટોપ ટેન દૂધ ઉત્પાદકોમાં યુ.એસ., ભારત, ચીન, બ્રાઝિલ, જર્મની, રશિયા, ફ્રાન્સ, પાકિસ્તાન, ન્યુઝિલેન્ડ, તુર્કી જેવા દેશો છે. આપણે બકરી-ભેંશનું દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે અને ગાયના દૂધ ઉત્પાદનમાં બીજા સ્થાને આવે છે.
વિટામીન, ફેટ અને ગુણવત્તા દૂધનું દૂધ કરી નાંખે !!
સફેદ એટલું દૂધ નથી. આપણો ભારતીય સમાજ પ્રાચિન કાળથી દૂધ સાથે જોડાયેલો છે. દૂધએ મનુષ્યને આરોગ્ય માટે પોષણ પુરૂ પાડે છે. આપણે દૂધને ગંભીરતાથી લેતા નથી ને બજારમાં કે ડેરીમાંથી મળતા દૂધનો ઘર વપરાશમાં ઉપયોગ કરીએ છીએ, હકિકતમાં કેવું દૂધને ક્યા પ્રકારનું દૂધ પીવાથી શરીરને ફાયદો થાય તે સૌએ જાણવાની જરૂર છે. દૂધમાં ફેટ આધારિત તેની ગુણવત્તા નક્કી કરાતી હોય છે. દૂધમાં વિવિધ પ્રકારની માત્રા કેટલી હોવી જોઇએ. તેની ચોક્કસ ગાઇડ લાઇન અમલમાં છે. દૂધનું આયુષ્ય દોહ્યાબાદ ત્રણથી ચાર કલાકનું ગણાય છે અને પાસ્ચ્યુરાઇઝડ થયા બાદ તે પાંચથી સાત દિવસ બગડતું નથી. ગીર ગાય અથવા દેશી ગાયના દૂધમાં એ ટુ પ્રમાણ હોય છે. જે કાયમી પિવાથી ડાયાબીટીસ, કુપોષણ જેવા રોગો થતાં અટકાવે છે. શ્રમનું કામ વધુ કરતાં હોય તેને ભેંશનું દૂધ પીવું જરૂરી છે કારણ કે તેમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી વિટામીન અને પ્રોટીન શરીરને પુરા પાડે છે. દૂધને લઇને આજે તો લોકો જાગરૂકત્તા વધી હોવાથી તે દૂધનું દૂધને પાણીનું પાણી કરી શકે છે. દૂધએ સમાજ માટેની પ્રાથમિક જરૂરીયાત હોવાથી તેમાં ભેળસેળ કોઇ કાળે ચલાવી ન શકાય. મનુષ્યની જીવાદોરી સ્વરૂપે દૂધ ભાગ ભજવે છે.