વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર છેલ્લા 6 મહિનાથી શું શું ફેરફાર થયા છે તેના પર 1300 વ્યક્તિઓ પર એક સર્વે કર્યો
લગભગ એક બિલિયન લોકો માનસિક રોગ સાથે જીવે છે. અને ત્રણ મિલીયન લોકો દર વર્ષે આલ્કોહોલના હાનિકારક ઉપયોગથી મૃત્યુ પામે છે. એટલુ જ નહિ દર ચાલીસ સેક્ધડે એક વ્યકિત આત્મહત્યા કરે છે.લોકોના સ્વાસ્થ્યમાં સૌથી વધુ ઉપેક્ષિત હોય તો એ માનસિક સ્વાસ્થ્ય છે.માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જતી હોય એ અનુભવાય છે.કોરોના સમયે અને ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય કથળતું જણાયું અને લગભગ દરેક વ્યક્તિને નાની મોટી માનસિક સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ અનુભવાઈ.
દેશનો વિકાસ એ ત્યાંના નાગરિક સાથે જોડાયેલ છે અને વ્યક્તિ જ્યારે માનસિક રીતે સ્વસ્થ નહિ હોય તો તેની અસર દરેક ક્ષેત્ર પર પડે છે. 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર છેલ્લા 6 મહિનાથી શું શું ફેરફાર થયા છે તેના પર 1300 વ્યક્તિઓપર એક સર્વે કર્યો હતો. આ સર્વેમા લોકોને પૂછવામાં આવેલા સવાલો અને તારણો આ મુજબ છે.
તમારા માનસિક સ્વાસ્થ્યને નીચેનામાંથી તમે કયો ક્રમ આપશો?* આ પ્રશ્નના જવાબમાં 30.90% લોકોએ નબળું સ્વાસ્થ્ય ધરાવે છે તેવું કહ્યું, 22.90% લોકોએ ઠીક ઠીક કહ્યું, 20% લોકોએ સારૂ જણાવ્યું, 18.20% લોકોએ સૌથી સારૂ જણાવ્યું જ્યારે 8% લોકોએ સાવ નબળું માનસિક સ્વાસ્થ્ય છે તેવું જણાવ્યું હતું.
છેલ્લા 6 અઠવાડીયામાં તમારા શારીરિક સ્વાસ્થ્યને કારણે તમને કામ કરવામાં સમસ્યાઓ થઇ છે?* જેમાં 57.10% લોકોએ હા જણાવી જ્યારે 42.90% લોકોએ ના જણાવી.*છેલ્લા 6 અઠવાડીયામાં આવેગિક સમસ્યા, માનસિક સમસ્યા, હતાશા કે ખિન્નતાને કારણે તમને કામ કરવામાં તકલીફ થઇ છે?* જેમાં 71.40% લોકોએ હા જણાવી.
- તમારા કાર્ય કરવાની રીત પર તમારા માનસિક સ્વાસ્થ્યની અસર પડે છે?* જેમાં 72.60% લોકોએ હા જણાવી.
- તમે કોઈ કારણ વગર વારંવાર શારીરિક બીમારીઓ અનુભવો છો?* જેમાં 70.10% લોકોએ હા જણાવી.
- તમારા સબંધોમાં તમારા માનસિક સ્વાસ્થ્યની અસર થાય છે?* 68.20% લોકોએ હા જણાવી.
- છેલ્લા 6 અઠવાડીયામાં તમારા ભોજન લેવાની શૈલીમાં પરિવર્તન આવ્યું છે?* 71.60 લોકોએ હા જણાવી.
- શું તમે ક્યારેય માનસિક રોગ વિશે જાગૃત થયા છો?* 35.10% લોકોએ હા જણાવી.
- તમે ક્યારેય માનસિક સ્વાસ્થ્યનું નિદાન કરાવ્યું છે?* 60.30 લોકોએ ના જણાવી.
- તમારા ઘરમાં ભૂતકાળમાં કોઈ માનસિક સમસ્યાથી પીડાતું હતું?* 57.10% લોકોએ હા જણાવી.
- તમારી ઊંઘવાની ભાત (શૈલી) કેવી છે?* 55.10% લોકોએ ખરાબ જણાવી, 27.20% લોકોએ ઠીક ઠીક જણાવ્યું જ્યારે 17.07% લોકોએ સારી જણાવી.
- શું તમને વધારે સમય એકલા રહેવું પસંદ છે?* 49.45% લોકોએ હા જણાવી.
- શું તમને સમાયોજન કરવામાં તકલીફ પડે છે?* 55.30% લોકોએ હા જણાવી.
- શું તમને દિવાસ્વપ્નો વધારે આવે છે?* 60.30% લોકોએ હા જણાવી.
- શું તમે ધ્યાન વિભાજન સહેલાઈથી કરી શકો છો?* 63.40% લોકોએ હા કહી.
- નવી પરીસ્થિતીથી ડરી જાવ છો?* 40% લોકોએ હા કહી.
- ઉદાસી કે હતાશા અનુભવાય છે?* 54.60% લોકોએ હા કહી.
- આશાહીનતા જણાય છે?* જેમાં 52.90% લોકોએ હા જણાવી.
- લઘુતાગ્રંથી અનુભવાય છે?* જેમાં 48.20 લોકોએ હા જણાવી.
- વારંવાર કારણ વગર ચિંતા થાય છે?* 45.30% લોકોએ હા કહી.
- તમારી વાસ્તવિક ઉમર કરતા નાની ઉમર જેવું વર્તન કરો છો?* આ પ્રશ્નના જવાબમાં 58.20% લોકોએ હા જણાવી.