ખાનપાન સાથે જોડાયેલી ખરાબ આદતો અને જીવનશૈલી લીવરને નબળુ પાડવા માટે જવાબદાર
સફરજન, અખરોટ, ગ્રીન ટી, હળદર, લીલા શાકભાજી ઉપરાંત પર્યાપ્ત માત્રામાં વિટામીન્સ લિવરમાં પથરી થવાની સંભાવનાને મહદઅંશે ઘટાડી દે છે. વર્તમાન સમય કોરોના કાળમાં લીવરને મજબુત બનાવી રાખવું જરુરી છે. અને એવું માનવામાં આવી રહ્યું છે કે વાયરસના લગભગ 60 ટકા કિસ્સાઓમાં લીવર સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી છે. આજે ર8 જુલાઇએ વર્લ્ડ હેપેટાઇટીસ-ડે નિમિતે લીવરને સ્વસ્થ અને મજબુત બનાવવાના કેટલાંક સરળ ઉપાયો જાણવા જરુરી છે. તો ચાલો આજે આપણે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.
કોરોના સંકટમાં લિવરના દર્દીઓએ આ બાબતોનું વિશેષ ઘ્યાન રાખવું
લિવર નબળુ થવાનો કારણો:- ખાનપાન સાથે જોડાયેલી ખરાબ આદતો અને જીવનશૈલીના કારણે લોકોનું લિવર નબળુ પડતું જાય છે. જો તમને ભુખ ઓછી લાગે, કબજીયાત હોય, થાક લાગે અને નબળાઇ અનુભવાતી હોય તેમ જ શરીર અને આંખમાં પીડાશ દેખાય તો એ લિવર કમજોર થવાના લક્ષણો છે. લિવરમાં ગંદકી જમા થવાને કારણે તે કમજોર બને છે. લિવર શરીર માટે ખુબ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે લોહી સાફ કરવું, પાચન, મેલબોલિઝમ વધારવું વગેરે સામેલ છે એ સિવાય તે અમુક પ્રકારના કેમીકલ્સ રીલીઝ કરે છે જેના આધારે શરીરના અલગ અલગ અંગો કામ કરે છે તેથી લિવરની સફાઇ અત્યંત જરુરી છે.
કોરોનાના કારણે લીવર પર થતી અસરો
કોરોના સીધુ જ લીવરને પ્રભાવિત કરે છે કેટલાક દેશોની સરકારે બહાર પાડેલા દિશા નિર્દેશોમાં લીવરની સમસ્યાઓથી પિડિત લોકોને આ સમય દરમ્યાન વિશેષ ઘ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
રોગ નિયંત્રણ કેન્દ્ર અનુસાર એવા વડિલો જે પહેલેથી જ કોઇ જુના દર્દોથી પિડિત હોય જેમાં લિવર સાથે સંબંધીત રોગ સામેલ હોય તેઓએ આ વાયરસથી ગંભીર બિમારી થવાનું જોખમ વધારે રહે છે.
લિવરને સવસ્થ અને મજબૂત રાખવાના ઉપાયો
લિવરની ગંદકીને સાફ રાખવાનો ઉપાય પણ ભોજનમાં જ સામેલ છે.
- સફરજન:- સફરજન એક એવું ફળ છે જે શરીરમાં કામકાજ માટેના જરુરી દરેક પોષકતત્વો મળી આવે છે. જેમા મોજુદ મૈલિક એસિડ લિવરને સાફ કરવાનું કામ કરે છે અને લોહીની ગંદકીને દૂર કરે છે એ સિવાય સફરજનમાં પેકિટન નામનું ફાયબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે. જેથી હ્રદયરોગથી બચી શકાય છે.
- અખરોટ:- અખરોટને લિવર અને હાર્ટ માટે સૌથી હેલ્ધી માનવામાં આવે છે.અખરોટમાં અર્જીમીન નામનું ખાસ અમિનો એસિડ હોય છે, જે લીવરની સફાઇ કરી શકે છે. એ સિવાય તેમાં ઓમેગ-3 ફૈટી એસિડ પણ હોય છે. હ્રદય સંબંધિત બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે.
- ગ્રીન ટી:-લીવરના ઉતમ કાર્ય માટે ગ્રીન ટી સુંદર ઉપાય છે તેમાં એન્ટી ઓકિસ ડેન્ટસ અને મિનરલ્સ મળી આવે છે.
- હળદર:-હળદરને ઔષધિય ભંડાર કહે છે અને સૌથી મોટું કારણ છે જેમાંથી કફર્યુમિન મળી આવે છે. આ તત્વ લિવરની સફાઇ કરવામાં મદદરૂપ થાય છે. એ સિવાય હળદર ક્ષતિગ્રસ્ત કોશિકાઓની મરામત કરવામાં પણ મદદરૂપ થાયછે.
- લીલા શાકભાજી:-લીલા પાંદરા યુકત શાકભાજીનું સેવન કરવું લીવર માટે અત્યંત ફાયદેમંદ છે. લીલા શાકભાજીમાં નિમરલ્સ અને વિટામીન્સ તો હોય જ છે.સાથે તેમાંથી ભરપુર પ્રમાણમાં એન્ટીઓકિસડેન્ટસ પણ મળી આવે છે. આ દરેક તત્વો ગંભીર બિમારીથી બચાવે છે પાલક, મેથી, ધાણાભાજી
પર્યાપ્ત માત્રામાં વિટામીન લેવા:-
કેટલીક સહાયક જડીબુટીઓ છે જે આપણા લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેમ કે વિટામીન ઇ6, ઓમેગા ઇ5 અને પોટેશિયમ સાઇટ્રેટ આ દરેક વિટામીન્સ આપણા લિવરમાં પથરી થવાની સંભાવનાને ઘટાડવામાં મદદ કરે છે.
લિવર માટેની કીગલ એકસરસાઇઝ:-
નિષ્ણાંતોના મતે નિયમિતપણે કીગલ એકસરસાઇઝ કરવાથી બ્લડની સમસ્યાઓથી મુકિત મળી શકે છે ખાસ કરીને તેનાથી મહિલાઓને વધુ ફાયદો થાય છે આ એકસરસાઇઝમાં આપણે પેલ્વિક ફલોર મસલ્સને 10 સેક્ધડ સુધી દબાવવાનું હોય છે અને થોડા સમયમાં રીલેકસ કરવાનું હોય છે. આ એકસરસાઇઝ આપણે બેસીને ઉભા રહીને અથવા સુઇને પણ કરી શકીએ છીએ.આ એકસરસાઈઝ કરવાથી લીવરને બ્લડ સકર્યુલેશન સરળતાથી મળી રહે છે અને સાથે સાથે લીવર મજબૂત પણ થઇ જાય છે જેથી લીવરને લગતી સમસ્યાઓમાંથી લોકોને મુક્તિ મળે છે.