આજે 7 જુનના રોજ વિશ્વ ફૂડ સેફટી દિવસ ઉજવવામાં આવે છે .રાષ્ટ્રમાં ફૂડ સેફટીને અનુસરીને વિવિધ કાયદાઓ બનાવવામાં આવ્યા છે.ઠઇંઘ દ્વારા જાહેર કરાયેલ એજન્ડામાં ખોરાકની સલામતીને મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખાદ્ય સલામતીની ખાતરી આપવાનો અર્થ એ છે કે ખાદ્ય ખોરાકને સાકળતા દરેક તબક્કે ખોરાક સલામત રહે.ખોરાકના ઉત્પાદનથી લઈને પાક, પ્રક્રિયા, સંગ્રહ, વિતરણ, વપરાશ સુધી તમામ ખાતરી કર્યા બાદ જ ખોરાકને આરોગવો જોઈએ.ખાદ્ય સુરક્ષા એ સરકાર અને ગ્રાહકો વચ્ચે સહિયારી જવાબદારી છે. દરેક વ્યક્તિની ખેતીથી લઈને બીજા જમવાના ટેબલ સુધીની ખોરાક સુરક્ષાની ભૂમિકા છે.

ખોરાકની સુરક્ષા સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી

ખેત પેદાશોથી માંડી જમવાના ટેબલ સુધી આરોગવામાં આવતા ખાદ્ય ખોરાકની સુરક્ષા જરૂરી

ખોરાકજન્ય બીમારીઓના આશરે 600 મિલિયન કેસો સાથે અસુરક્ષિત ખોરાક માનવ આરોગ્ય અને અર્થવ્યવસ્થા માટે ખતરો છે. અસંગત રીતે સંવેદનશીલ અને પછાત લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, સંઘર્ષથી પ્રભાવિત અને સ્થળાંતરને અસર કરે છે. દૂષિત ખોરાક ખાધા પછી દર વર્ષે વિશ્વભરમાં અંદાજે 4,20,000 લોકો મૃત્યુ પામે છે અને તેમાં પણ 5 વર્ષથી ઓછી વયના બાળકો,ખોરાકજન્ય રોગના 40% ભારને વહન કરે છે. જેમાં દર વર્ષે 1,25,000 બાળકો મૃત્યુ પામે છે.7 જૂન વિશ્વ ફૂડ સેફટી દિવસનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષાજન્ય, માનવ સ્વાસ્થ્ય, આર્થિક સમૃદ્ધિ, કૃષિ, બજાર પ્રવેશ, પર્યટન, ખોરાકજન્ય જોખમોને રોકવા, શોધી કાઢવા અને તેની વ્યવસ્થા કરવા, પગલાં લેવા અને પ્રેરણા આપવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલચર ઓર્ગેનાઇઝેશન, સભ્ય દેશો અને અન્ય સંબંધીત સંગઠનોના સહયોગથી સંયુક્ત પણે વિશ્વ ફૂડ સેફટી ડેની ઉજવણીની સુવિધા આપે છે.

હાલની પરિસ્થિતિમાં લોકો ખોરાક આરોગતા પહેલા 100 વાર વિચાર કરે છે!!

રોજીંદા જીવનમાં આરોગવામાં આવતી તમામ ખાદ્ય ચીજોની સેફટી હોવી ખુબજ જરૂરી છે.હાલમાં ચાલી રહેલી મહામારીમાં લોકો દરેક ફૂડ આરોગતા પહેલા 100 વાર વિચાર કરે છે કારણે કે તેની સીધી જ અસર તેના જીવન પર પડશે. ફ્રુટથી માંડી અન્નાજ સુધી તમામ ખાદ્ય ચીજોની સલામતી જ નહીં હોય તો બગડેલા ખોરાક ને કારણે ભયંકર રોગચાળો ફેલાવાની શકયતા રહે છે.ખેત પેદાશોથી માંડી જમવાની થાળી સુધી તમામ ખાદ્ય ચીજો સલામત હશે તો જ દેશના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સલામત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.