જ્યારે અવાજ અને એક્સપ્રેશન આપણે સામે વાળી વ્યક્તિ સુધી પહોંચાડી ન શકીએ ત્યારે ઇમોજી કામ આવે છે. જ્યારે આપણી પાસે શબ્દો પૂરા થઈ જાય ત્યારે કામ આવતું ટૂલ એટેલ ઈમોજી. એ વિશ્વ ઇમોજી દિવસ આજે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. 17 જુલાઈએ 2014થી આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે, તેનો ઉપયોગ પણ ઝડપથી વધ્યો. વર્લ્ડ ઇમોજી ડેની શરૂઆત ઓસ્ટ્રેલિયાના જેરેમી બર્ગ દ્વારા કરવામાં આવી હતી. આજે ઇમોજી તમારી ચેટથી લઈને,વોટ્સએપ,સ્ટેટ્સ, મેસેજ, ટ્વીટ્સ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અગત્યનો ભાગ બની ગયા છે.
‘ઈમોજી લાઇફનો મહત્વપૂર્ણ હિસ્સો’
ઇમોજી એ એક માધ્યમ છે જેના દ્વારા તમે તમારી લાગણીઓને સેકંડમાં જ વ્યક્ત કરી શકો છો. . ‘ઇમોજી’ જાપાની શબ્દો ઇ (ચિત્ર) અને મોજી (પાત્ર) પરથી ઉતરી આવ્યું છે. એક સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતના લોકો ખુશીના આંસુઓનો ઉપયોગ કરે છે અને ‘બ્લોઇંગ અ કિસ’. ઈમોજી સૌથી વધુ ઉપયોગ કરે છે.જે સ્માઇલી ફેસનો આજે લોકો સૌથી વધુ ઉપયોગ કરે છે તેને અમેરિકાના હાર્વે રોઝ બોલ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ધીરે ધીરે તે એટલું લોકપ્રિય થયું કે આજે તે દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
મોબાઇલથી લઈને લોકોની લાગણી સુધી પહોંચે છે ઈમોજી
એવું કહેવાય છે કે ઇમોજીની શરૂઆત 90 ના દાયકામાં જાપાનમાં કરવામાં આવી હતી જ્યારે ઇમોજી જાપાની મોબાઇલ ફોન્સ પર દેખાયા હતા અને ધીરે ધીરે તે સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. 2010 પછી, ઇમોજીનો ઉપયોગ વધુને વધુ થવા લાગ્યો અને હવે તેનો ઉપયોગ વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાં થાય છે.
આજે સોશિયલ મીડિયા યુઝર્સને પોતાના દરેક પ્રકારના એક્સપ્રેશન વર્ણવવા માટે ઈમોજી ઉપલબ્ધ છે. જેમ કે રડવું, હસવું, ડાન્સ કરવું, ખુશ, ઉદાસી, અસ્વસ્થ થવું, ખાવાનું, રસોઈ, મુસાફરી, મોટેથી હસવું વગેરે, આ બધી લાગણીઓ ઇમોજીના રૂપમાં વ્યક્ત કરી શકાય છે.