માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, મોટી ઇમારતો બનતા નાનકડુ ઘર આંગણાનું પક્ષી ચકલીનું ઘર છીનવાયું
લુપ્તી થતી ચકલીઓને બચાવવા આજે અને સેવાકિય સંસ્થાઓ આગળ આવી રહી છે અને પ્રકૃતિ જાળવણીનું જ્ઞાન બાળકો સહિત લોકોને આપી રહી છે
છેલ્લા કેટલાક વર્ષોથી ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે.
માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, જંતુનાશક દવાઓના વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં સાથે રહેતા હતા માનવી જે ઘરમાં રહે તો હતો એ ઘરમાં ઉપર વારવંજી વચ્ચે ચકલીનો માળો હતો.
પહેલા ઘર નળિયા તથા છાપરા અને વરા-વંજી વાળા હતા. જેથી ચકલીઓ સહેલાઇથી માળો બાંધી શકતી. દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ ચકલીઓ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છત વાળા થઇ જતા ચકલીઓ માળો બાંધી શકતી નથી. ચકલીઓનો… ચીં… ચીં અવાજ પણ હવે ઓછો સંભળાય છે.
દોડા દોડી અને ભાગદોડ ભરી જીંદગીમાં અટવાઇ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડયા છે. વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ, પક્ષી વિંદ્રો કહેતા હતા કે, લુપ્ત થતી ચકલીઓને બચાવો… પરંતુ આ શબ્દોને સાંભળવાની દરકાર માનવીને કયાં છે? માનવીના કાને મોબાઇલના ઇયન ફોન ભરાવેલા હોય છે.
છતાં ચકલી પ્રમેઓએ ર0મ માર્ચને વિશ્ર્વ ચકલી દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. ચકલીઓ માટે જાગૃતિની જરુરત છે. આ નાના પક્ષીને આપણે બચાવી શકતા નથી. કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ તો ધીમે ધીમે આ કુદરતી વાતાવરણ નાશ પામી જશે. કેટલીયે સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે. ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે દરેક સોસાયટીઓમાં ચબૂતરો હોવા જરુરી છે જયાં પીવાના પાણી અને ચણ (દાણા) ની વ્યવસ્થા પણ હોય જેથી વધારેને વધારે પક્ષીઓ આવતા થાય.
ચકલી કહે છે અમારૂં પણ એક ઘર હોય
પહેલા માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા. નળિાય, વરા, વંજી વાળા મકાનમાં ચકલીઓ માળો બાંધી ઇંડા મુકી બચ્ચા ઉછેર કરી શકતી હતી. હવે મકાનો છતવાળા થઇ ગયા છે જેથી ચકલીઓને પણ સુરક્ષા જોઇએ છે. ચકલીઓ કહે છે કે અનેક કારણોસર હવે અમે માનવીનાં રહેવાનાં મકાનોમાં, ગોખલાઓમાં, માળો બાંધી શકતા નથી. બચ્ચાના ઉછેરમાં ખૂબ જ વિક્ષેપ પડે છે. પાછું કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષિસથી પણ વંચિત રાખ્યા છે. જેથી હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે…. એ લાકડાનું હોય કે પછી માટીનું પણ…. આ અમારી દુ:ખ દર્દ ભરી અપીલ છે.