વૈશ્ર્વિક સ્તરે 2012 થી ઉજવાતા આ દિવસે આવા બાળકો પોતાનું કામે જાતે કરી શકે તેવા તમામ પ્રયાસોમાં સમાજે સહકાર આપવો જરૂરી: બૌઘ્ધિક અક્ષમતા સાથે ચાલી ન શકવાની, વાત કરી ન શકવાની અને એપીલેપ્સી જેવી સમસ્યા જોવા મળે છે
આજે વિશ્ર્વભરમાં 60 લાખથી વધુ લોકો નાની મોટી વિકલાંગતા સાથે જીવન વ્યતિત કરી રહ્યા છે. આજે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી દિવસ છે જે આપણે ‘સીપી’ ના ટુંકા નામે વધુ ઓળખીએ છીએ. આ દિવસ વૈશ્ર્વિક સ્તરે 2012 થી ઉજવાય છે. સીપી ચાઇલ્ડની સમસ્યામાં વાલીઓ તથા આ પરત્વે કાર્ય કરતી સંસ્થાઓ ઘણી મહેનત કરી રહ્યા છે. પણ મેડીકલ ટેકનોલોજી પાસે કોઇ ચોકકસ ઇલાજ ન હોવાથી પરિવારો અને બાળકો સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે.સેરેબ્રલ પાલ્સીએ સૌથી ઓછી સમજાતી વિકલાંગતાઓમાંની એક ગણાય છે. આજની ઉજવણીમાં વિશ્ર્વના તમામ દેશો જોડાય છે. આપણા દેશમાં વિકલાંગ ધારા અન્વય.ે આ સમસ્યાને પણ અન્ય ર1 કુલ કેટેગરીમાં સમાવેશ કરીને તેના અધિકારો, તકો અને વિવિધ યોજનાનો લાભ પહોચાડાય છે. મગજનો લકવો ધરાવતા સાડાત્રણ લાખ બાળકો આજે વિશ્ર્વભરમાં છે. સેરેબ્રલ પાલ્સીએ કાયમી અપંગતા હોવાથી બોલવાની ચાલવાની કે બૌઘ્ધિક અક્ષમતા સાથે જોવા મળે છે. દર ચાર માંથી એક બાળક વાત કરી શકતું નથી. ચારમાંથી એક ચાલી નથી શકતું, બે પૈકી એક બૌઘ્ધિક અક્ષમતા ધરાવે છે અને ચાર પૈકી એકને એપીલેપ્સી જોવા મળે છે.
સેરેબ્રલ પાલ્સીથી પીડિત લોકોના જીવન અને મુશ્કેલીઓ પર પ્રકાશ પાડવા આ દિવસ ઉજવાય છે. આ સમસ્યા હલન ચલન અને મુદ્રાના વિકાસને અસર કરે છે, જે ઘણી વખત સંવેદના, ધારણા, સમજ શકિત અને વર્તનની વિક્ષેપ સાથે જોવા મળે છે. તે ગર્ભ અથવા શિશુના મગજને નુકશાન થવાથી પરિણમે છે. યુનાઇટેડ સેરેબલ પાલ્સી એસોસીએશનની રચના 1948 માં કરવામાં આવી હતી. આ વર્ષની થીમ હજારો કારણા આપી છે.
રાજકોટ જીલ્લાના એક હજારથી વધુ સી.પી.ચાઇલ્ડ !!
આજે વૈશ્ર્વિક સ્તરે ઉજવાતા આ દિવસે રાજકોટની આ પરત્વે કામ કરતાી સંસ્થાઓમાં સ્નેહ નિર્ઝર, રામકૃષ્ણ આશ્રમ, નવ શકિત અને પ્રયાસ દ્વારા પણ આવા બાળકો અને વાલીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. રાજકોટ શહેર-જીલ્લામાં આવા સી.પી. ચાઇલ્ડ બાળકોની સંખ્યા એક હજારથી વધુ છે.ભારત સરકાર દ્વારા નિરામયા પોલિસી અંતર્ગત ફિઝીયોથેરાપી, ઇન્જેકશન અને નાની મોટી સર્જરીમાં આર્થીક સહાય પણ આપવામાં આવે છે. આવા બાળકોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે તો ખુબ જ સારા પરિણામો મળે છે. જેનો શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટના અને સમગ્ર દેશમાં જાણીતા બનેલા કોમેડીયન જય છનિયારા છે. આવા બાળકોને શિક્ષણ સાથે વિવિધ માર્ગદર્શન મળે તો સામાન્ય માનવીની જેમ સુંદર કાર્યો કરે છે. લોકો િેદવ્યાંગતાને એક અભિશાપ માને છે પણ દિવ્યાંગ માટે તો એ ઇશ્ર્વરનો સૌથી મોટો આશિર્વાદ છે. માણસ કયારેય દિવ્યાંગ હોતો નથી પણ સમાજની દ્રષ્ટિ દિવ્યાંગ હોવાથી આવા લોકોને તકલીફ પડે છે. આવા લોકોને થોડો સહયોગ મળે તો એ દુનિયા પણ જીતી લે છે.