મોટાભાગના લોકો સવાર અને સાંજના અખબારમાં પ્રથમ પાને છપાતા કાર્ટુનના ચાહકો હોય છે: વિશ્વ ભરના અખબારો અને આજના ઈલેકટ્રોનિક અને સોશિયલ મીડિયામાં તેનો ક્રેઝ વધ્યો
1985માં રિચાર્ડ એફ આઉટ કોલ્ટ નામના વ્યકિતએ પીળા નાઇટ શર્ટમાં એક નાનકડી બાળકીની રજુઆત કરી, ત્યારે રૂટીંગ વસ્તુથી અણગમો દર્શાવતા તે સમયના વાસ્તવિક પત્રકારો દ્વારા અને જનસમુદાય આ ચિત્રને ભેટી પડયા હતા. રિચાર્ડને પણ નહોતી ખબર કે તેના આ પાત્રની રચના તેને એક ક્રાંતિ તરફ દોરી જશે.
હકિકતમાં આ ઘટના બાદ અખબારોમાં એક ચોકકસ જગ્યાએ ચિત્ર કે કાર્ટુન જેવી વસ્તુ છાપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો ને અખબારનો એક ખાસ ભાગ બની ગયો. ઇતિહાસમાં સૌથી લાંબા ચાલતા અખબારના કાર્ટુન ઘ કેટઝેજાયર કિડસ કહેવામાં આવે છે. જેણે 1987 માં અમેરિકન હેયુમરિસ્ટમાં પ્રવેશ કર્યો હતો.
પ્રારંભે જુદા જુદા ત્રણ કાર્ટુનિસ્ટનાં હાથમાં બદલી ગયો હાસ્યનો મૂળ કાર્ટુનિસ્ટ રૂડોલ્ફ ડકર્સ, નિયમિત પણે સ્પીચ ફુગ્ગાઓ દ્વારા સંવાદ દર્શાવતો પ્રથમ હતો. 1900 ના દાયકામાં શરૂઆતમાં કાર્ટુનિસ્ટસે સંવાદ સૂચવનારા સ્વરૂપને સ્પીચ ફુગ્ગાને પ્રમાણભૂત કરવામાં આવ્યું જેનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે.
કેટઝેજામર કિડસ કાર્ટુન પણ એક નાટક તરીકે બનાવવામાં આવ્યું હતું. સૌથી લાંબી જાણીતી વ્યકિતની કાર્ટુન પટ્ટી જેની લંબાઇ 1100 ફુટથી વધુ હતી તેને 2019 માં ચૈન્નાઇમાં મહિલા કાર્ટુનિસ્ટ મોકસ સેલ્વામે બનાવી હતી. કાર્ટુન ડે વિશ્વની જે કંઇ સારી બાબત છે તેની ઉજવણી માટે કે લોકો સુધી વાત પહોચાડવા ના માઘ્યમ માટે થઇ હતી. આજે તો ઘણા કાર્ટુન ફકત કોમિકલ નહી પણ ટેલિવિઝન પર પણ માન્યતા પ્રાપ્ત છે. પ્રથમ કાર્ટુન ફિલ્મ 1908 માં બનાવાય હતી.
બધા કાર્ટુનિસ્ટ હસાવવાનું લક્ષ્ય નથી રાખતા પણ મિડિયાને ચર્ચાનું સાધન તરીકે ઉપયોગ કરે છે. લોકપ્રિય રાજકિય કાર્ટુનના ઉદય સાથે કાર્ટુનિસ્ટ હવે રાજકિય વ્યંગ કાર્ટુનનું એક દ્રષ્ટાંત છે. અખબારોમાં રમુજી પાના ઉપર કે સંપાદકીય પાના ઉપર જોવા મળે છે. કાર્ટુન અખબારનું એક ખાસ અંગ બની ગયું. તેની અભિવ્યકિતમાં કલા અને સંસ્કૃતિ બન્નેનો ઉપયોગ કરવા માંગે છે.
એક કાર્ટૂન એક પ્રકાર છે., ઉદાહરણ છે કયારેય એનીમેટેડ, ખાસ કરીને વાસ્તવવાદીકે અર્ધ વાસ્તવવાદી શૈલી, વિશિષ્ટ ર્અ સમય જતાં વિકસિત થયો ને વ્યંગ્ય, વ્યંગિત્વ કે રમુજ માટે બનાવાય તે કાર્ટુન છે. તેને ચિત્રિત કરનાર કાર્ટૂનિસ્ટ કહેવાયા, જો કે બીજા અર્થમાં તેને એનિમેટર કહેવામાં આવે છે.
મઘ્યયુગમાં સૌ પ્રથમ કલાના ભાગરૂપે ચિત્રકામ તરીકે વર્ણવાયુ હતું. 19મી સદીમાં 1843માં પંચ મેગેઝીન શરુ થતા કાર્ટુન મેગેઝિન અને અખબારોમાં રમુજી દ્રષ્ટાતોની શરૂઆતને પ્રથમ પાને કલાત્મક ઉલ્લેખ થવા લાગ્યો. ર0મી સદીની શરૂઆતમાં તો એનિમેટેડ ફિલ્મોનો સંદર્ભ લેવાનું શરૂ થયું જે પ્રિન્ટ કાર્ટુન જેવું હતું.
કાર્ટૂનિસ્ટ એવા કલાકારમાં સામેલ છે કે જે લગભગ બધા પાસાઓને આવરી લે છે. જેમાં બુકલેટ, કોમિક સ્ટ્રીપ્સ, કોમિક પુસ્તકો, સંપાદકિય કાર્ટુન ગ્રાફિક નવલકથાઓ, મેન્યુઅલ, કાર્ટુન ચિત્રો સ્ટોરી બોર્ડસ, પોસ્ટરો, શર્ટ, પુસ્તકો, જાહેરાતો, શુભેચ્છા કાર્ડ, સામયિકો, સમાચાર પત્રને છેલ્લે વિડિયો ગેમ સામેલ છે. વેબ કાર્ટૂનિસ્ટનો પણ પવર્તમાન સંજોગોમા જબરો ક્રેઝ છે.
અખબારી જગતમાં પ્રથમ પાને સવારમાં વાંચકો એક ખાસ જગ્યાએ છપાતા કાર્ટૂન જોવા ટેવાયેલા હોય છે સામાજીક પ્રશ્નો કે પોલીટીકલ કે વ્યંગ કટાક્ષ જેવી વિવિધ બાબતો વાંચકો ફકત કાર્ટૂન જોઇને સમજાય જાય છે. એક નાનકડી લાઇન કે નાનું ચિત્ર ઘણી મોટી વાત કરી જતું હોય છે.
નાનકડું કાર્ટુન શબ્દ વગર જ ઘણીવાત કહી જાય છે: કાર્ટુનિસ્ટ સંજય કોરીયા
આજે વિશ્વ કાર્ટુનિસ્ટ દિવસ અન્વયે અબતકના જાણિતા કાર્ટુનિસ્ય સંજય કોરીઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે નાનકડું કાર્ટુન શબ્દ વગર જ ઘણી વાત કહી જાય છે. થોડા શબ્દોમાં પ્રજાના પ્રશ્ર્નો કે સમાજમાં બનેલી ઘટનાની વાતને નિરૂપણ કરવામાં ઘણો વિચાર માંગી લે છે.આજના સોશિયલ મીડિયાના યુગમાં કાર્ટુનો ખૂબજ ઝડપથી વાયરલ થઈ જત હોય છે. ડીઝીટલ યુગમાં હાથેથી દોરવાના કાર્ટુનનો અનુભવ સમય બચાવી શકે છે.કાર્ટુનના માધ્યમ વડે ઘણી ઘટના અને પ્રશ્ર્નોનું નિરાકરણ પણ થતું હોય છે. સંજય કોરીયા છેલ્લા બે દશકાથી કાર્ટુનોદોરે છે અને સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ભારતીય કાર્ટૂનિસ્ટનો ઇતિહાસ
- આર.કે. લક્ષ્મણ 1921 થી 2015
- કે. શંકર પિલ્લાઇ 1902 થી 1989
- અબુ અબ્રાહમ 1924 થી 2002
- સુધિર દર 1934 થી 2019
- કુટ્ટી 1921 થી 2011
- ઓ.વી. વિજયન 1930 થી 2005
- વિન્સ 1944 થી 2014
- પ્રેમકુમાર શર્મા 1938 થી 2014
- સુધિર તેલંગ 1960 થી 2016
- માયા કામથ 1951 થી 2001
- બી.વી. રામમૂર 1933 થી 2004
- રાજેન્દ્ર પૂરી 1934 થી 2015
જેવા વિવિધ કાર્ટૂનિસ્ટો ભારતનાં જનસમુદાયોના હ્રદયમાં વસ્યા હતા.