સામાન્ય રીતે કોઈ પણ માનવ પોતાના જીવન દરમિયાન ઘણી બધી બીમારીઓનો સામનો કરતો હોય છે. તેમાની એક બીમારી કે જેનાથી નાના બાળકો પણ વાકેફ છે તે બીમારીનું નામ છે ‘કેન્સર’. લોકોના મજગમાં એવી માન્યતાઓ ઘર કરી ગઈ છે કે ‘ કેન્સર ‘ એટલે ‘ કેન્સલ ‘ આ માન્યતાને દૂર કરવા માટે યુનિયન ઇન્ટરનેશનલ કેન્સર કન્ટ્રોલ સંસ્થા દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ ‘ઇન્ટરનેશનલ કૅન્સર ડેની ‘ ઉજવણી કરવામાં આવે છે.
શું છે કેન્સર ?
આપણા શરીરમાં કોષોનાં વિભાજનની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે, જેના ઉપર શરીરનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. પરંતુ જ્યારે શરીર આ કોષો પરનું નિયંત્રણ ગુમાવે છે ત્યારે કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે, ત્યારે તેને કેન્સર કહેવામાં આવે છે. જેમ જેમ આ કોષોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે તે કોષો ગાંઠ (ગઠ્ઠો) તરીકે ઉભરી આવે છે. જોકે દરેક ગાંઠમાં કેન્સરગ્રસ્ત કોષો હોતા નથી, પરંતુ તે ગાંઠ કે જે કેન્સરગ્રસ્ત છે, જો તેની સારવાર ન કરવામાં આવે તો તે આખા શરીરમાં ફેલાય શકે છે.
> તમાકુનું સેવન કરવાથી, અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે અને એકસ- રે દરમિયાન રેડીએશન વગેરેના કારણે પણ થાય છે. કેટલીક વાર મેદસ્વીતાને કારણે પણ થઈ શકે છે.
કેન્સરના પ્રકાર:
કેન્સરનાં લગભગ 100 જેટલા પ્રકાર છે તેમના થોડાક નીચે મુજબ છે
1.બ્રેસ્ટ કેન્સર
2.સર્વાઇકલ કેન્સર
3.પેટનું કેન્સર
4.બ્લડ કેન્સર
5. ગળાના કેન્સર
6.ગર્ભાશયનું કેન્સર
7.અંડાશયનું કેન્સર
8.પ્રોસ્ટેટ (પ્રોસ્ટેટ) ગ્રંથિ) કેન્સર
9. મગજ કેન્સર
10.યકૃત કેન્સર
11. મોઢાનું કેન્સર
12. ફેફસાના કેન્સર
કેન્સરના લક્ષણ:
શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠોની થવો, પેટમાં સતત દુખાવો, ચામડીના ડાઘ, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, કફ અને છાતીમાં દુખાવો, થાકેલા અને નબળા લાગે છે, બ્રેસ્ટની નીપલમાં ફેરફાર થવો, શરીરનું વજન અચાનક વધવું અથવા ઓછું થવું.
> અત્યાર સુધી કેન્સર માટેની રસી તો શોધાય નથી પરંતુ જો શરીરમાં રોગપ્રતિકારક વધુ હશે તો કેન્સરના રોગથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય તો તે પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને આ રોગના જોખમને ઘટાડી પણ શકાય છે.
વર્ષ 2018 નાં આંકડા અનુસાર વિશ્વમાં 18 મીલીયન કેન્સરના કેસો નોંધવામાં આવ્યા હતા જેમાં 9.5 મિલિયન પુરુષો અને 8.5 મિલિયન સ્ત્રીઓ હતી.
કેન્સર વિશે ફેલાયેલી ગેરમાન્યતા ઘટાડવા,લોકોને જાગૃત કરવા અને કેન્સરના દર્દીઓની હિંમત વધારવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીનાં રોજ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે
વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ:
વિશ્વ કેન્સર દિવસની સ્થાપના યુનિયન ઇન્ટરનેશનલ કેન્સર નિયંત્રણ (યુઆઈસીસી) દ્વારા વર્ષ 1993 માં કરવામાં આવી હતી. એટલે કે પ્રથમ વિશ્વ કેન્સર દિવસ યુઆઈસીસી દ્વારા સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.