“રક્તદાન કરો અને દુનિયા ને ધબકતો રાખો” વિશ્વ રક્ત દાતા દિવસ 2021 નો થીમ ડબલ્યુ.એચ.ઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ! આજે વૈશ્વિક મહામારીના સમયમાં આપણે પ્લાઝમા માટે રક્ત દાતા કેટલો જરૂરી ભાગ ભજવે છે એ તો આપણે સૌએ જોયુ જ છે! ત્યારે આજે 14 જૂન ના રોજ લોકો વચ્ચે પ્રોત્સાહન વધે તે માટે વિશ્વ રક્ત દાતા દિવસ ઉજવવામાં આવે છે! “લોહી” જે આપડા શરીર માં કુદરતી હોય જ છે ત્યારે રક્ત દાન કરીને આપણે કોઈનો જીવ બચાવી શકતા હોય તો આ  બાબતની જાગૃકતા લોકો વચ્ચે વધે તે માટે ખાસ તો આ દિવસ ઉજવાય છે!

એક બોટલ રકતદાન ત્રણ જિંદગી બચાવી શકે

આજે દાતાઓ જે રીતે રકતદાન કરવા આગળ આવ્યા છે તેની સામે જરૂરિયાત પણ એટલી જ ઉભી થઈ છે: 45 કિગ્રાથી વધુ વજન ધરાવતી કોઈપણ સ્વસ્થ વ્યકિત દર ત્રણ મહિને રકતદાન કરી શકે છે

vlcsnap 2021 06 14 14h03m13s743

આજનું યુવાધન પણ રક્તદાન તરફ વળ્યું છે

vlcsnap 2021 06 14 14h17m16s135

જેમને ફબફિંસ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે હું ખાસ કરીને રક્તદાન કરવા આવ્યો છું અને રક્તદાન કરવાથી તમને શરીરમાં કોઈ નુકસાન થતું નથી હું હર વર્ષે નિયમિત પણે રક્તદાન કરું છું છેલ્લા ઘણા વર્ષોથી આ રક્તદાન કરીને મને ઘણો આનંદ અનુભવાય છે અને તમામ જાહેર જનતા ને ખાસ વિનંતી કરું કે બધા નિયમિત પણે રક્તદાન કરે અને લોકોને સારવાર દરમિયાન પડતી  લોહીની જરૂરિયાતો સંતોષે.

આજે હું 108મી વખત રક્તદાન કરું છું: મહેન્દ્ર કનેરિયા

vlcsnap 2021 06 14 14h17m40s063

અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પોતે આજે 108 મી વખત રક્તદાન કરવા આવ્યો છું અને આજે ખાસ કરીને વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે રક્તદાનનું એક અનેરૂ મહત્વ રહેલું છે જે નિયમિત પણે રક્તદાન કરવા વાળા લોકો સમજી શકે છે અને હું જ્યારે 24 25 વર્ષનો હતો ત્યારથી લઈને અત્યાર સુધી નિયમિત પણે રક્તદાન કરી રહ્યો છું રક્તદાન કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફો થતી નથી ઘણા લોકોનું એવું માનવું હોય છે કે રક્તદાન કરવાથી નબળાઈ આવી જાય છે વગેરે વગેરે જેવી માન્યતા તદ્દન ખોટી છે હું પણ પહેલા આવું બધું માનતો હતો જ્યારથી મેં રક્તદાન કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ખબર પડી કે રક્તદાન કરવાથી શરીરને કોઇ નુકસાન થતું નથી અને રક્તદાન કર્યાનો આનંદ એક જુદો જ હોય છે તો આ વર્લ્ડ બ્લડ ડોનર ડે ના દિવસે અબ તક મીડિયા ના માધ્યમ થી હું તમામ દર્શકોને અને તમામ વાચકોને કાશ અપીલ કરું છું કે વધુને વધુ સંખ્યામાં આપણે બધાએ રક્તદાન કરવું જોઈએ

વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે રકતદાન કરવાની અપીલ: ડો.નિશીત વાછાણી

vlcsnap 2021 06 14 14h04m07s565

ડોક્ટર નીશીત વાછાણી અબતક સાથેની ખાસ વાતચીત મા વિશ્વ રક્ત દાતા દિવસના પર્વ નિમિતે લોકો ને રક્ત દાન કરવા જગૃક કરે છે અને સાથે સાથે રક્ત સન વિશે માહિતી આપતા જણાવે છે કે ઓ પોઝિટિવ બ્લડ બધા જ બ્લડ ગ્રુપ માં ચાલે ત્યારે ઓ-નેગેટિવ અને એ.બી-નેગેટિવ બ્લડ ગ્રુપ ના ડોનોર્સ શોધવા અઘરા પડે છે! રક્ત કણ 42 દિવસ સુધી રેફ્રિજરેટરમાં 6જ તાપમાને સ્ટોર થઇ શકે છે. પકેટલેસ્ટ્સ પાંચ દિવસ સુધી3 રૂમ તેમ્પ્રેચર માં સ્ટોર થઈ શકે છે. પ્લાઝ્મા અને ક્રિઓ એક વર્ષ સુધી ફ્રીજમાં સંગ્રહિત રહી શકે છે તથા તમામ જાહેર જનતાને ખાસ અપીલ કરે છે કે બધા વધુને વધુ માત્રામાં રક્તદાન કરે અને w.h.o. ના થીમ પર પ્રકાશ પાડતા કહે છે કે રક્ત દાન કરો અને વિશ્વના ધબકતું રાખો!

રકતદાન થકી ત્રણ અમૂલ્ય જીંદગીને બચાવી શકાય: ભરતભાઈ હજારે (નાથાણી બ્લડ બેંક)

897c scaled

અબતક સાથેની વાતચીત દરમિયાન નાથાણી વોલેન્ટરી બ્લડ બેંકના ભરતભાઈ હજારે એ જણાવ્યું હતુ કે આજે વિશ્ર્વ રકતદાતા દિવસ છે. રકતદાનએ મહાદાન છે. 24 જૂન 1868ના રોજ એબીઓ બ્લડ ગ્રુપની શોધ કરનાર કાર્લ લેન્ડસ્ટેઈનરની જન્મદિવસની યાદમાં વિશ્ર્વ રકતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્યકિતની ઉમર 18 થી વધુ હોય અને 65 વર્ષ સુધીની હોય તેઓ વર્ષમાં દર ત્રણ મહિને એટલે વર્ષમાં ચાર વખત રકતદાન કરી શકાય છે. આપણું લોહી જુદાજુદા ઘટકોનું બનેલું છે. લોહીનો પ્રવાહી ભાગ રૂધીરરસ અથવા પ્લાઝમા કહેવાય રકતમાં 55.60% પ્લાઝમાં હોય છે. પ્લાઝમામાં 92% ભાગ પાણી છે.

બાકી 8% પ્રોટીન, સુગર, ફેટ વિટામીન અને પોષકતત્વો હોય છે. લોહીમાં 40-45% કોષો હોય છે. જેમાં, રકતકણો, શ્ર્વેતકણો, ત્રાકકણોનો સમાવેશ થાય છે. રકતદાન સમયે 350 મીલી લોહી લેવામાં આવે છે. 55 કિલોગ્રામ કરતા વધારે વજન ધરાવતા દાતા હોય અને કમ્પોનન્ટની સુવિધાવાળી બ્લડ બેંક હોય તો 450 મી.લી. લોહી લેવામાં આવે છે. લોહીની ઘટ સર્જાય જ છે. જેટલું રકત એકત્રીત કરવામા આવે તેની સરખામણીએ તેની જરૂરત પણ એટલીં જ છે. જયારે કોઈ રકતદાતા રકતદાન કરે ત્યારબાદ તે રકતના ફરીથી સેમ્પલીંગ લેવામાં આવે જેમાં મેલેરીયા, એઈડસ, જેરી કમળો, કમળો વગેરેના રીપોર્ટ કરવામાં આવે ત્યારબાદ તેને સાચવવામાં આવે જે 35 થી 42 દિવસ સુધી રહી શકે.લેવામાં આવેલ રકતને અલગ અલગ રેડબ્લડ સેલ અને પ્લેટલેટ, હોલ બ્લડને જુદા પાડવામાં આવે અને જેને જેવી જરૂરત હોય તે પ્રમાણે આપવામાં આવે. વધુને વધુ લોકો રકતદાન કરી ત્રણ અમૂલ્ય જીંદગીને બચાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.