કઠોળ નામથી તો આપણે બધા જ વાકેફ છીએ તે માત્ર બીજ નથી પરંતુ પોષક તત્વોનો ખજાનો છે .રોજિંદા જીવનમાં કઠોળનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.પરંતુ આપણે દિવસેને દિવસે કઠોળનું મહત્વ ભૂલતા જઈએ છીએ તેથી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા કઠોળનું મહત્વ સમજાવવા માટે 10 ફેબ્રુઆરી 2019થી દર વર્ષે ‘વિશ્વ કઠોળ’ દિવસ ઉજવવામાં આવે છે.
રોજિંદા જીવનમાં આપણે ચણા, મગ, મઠ, રાજમા,લીલા વટાણા,તુવેર,લીલા ચણા,રાજમા વેગેરેનો ઉપયોગ કરવો જોઈએ.જો દરરોજ કઠોળનું સેવન કરવામાં આવે તો ડોક્ટરની જરૂર ક્યારેય પડતી નથી.
દરરોજ કઠોળના સેવન દ્વારા વ્યક્તિ પોતાના શરીરને મેન્ટેઈન રાખી શકે છે.કઠોળ ચરબી મુક્ત અને ફાયબર યુક્ત વજન ઘટાડવામાં ખુબ જ ઉપયોગી બને છે.તો જાણીએ કથોળથી થનારા લાભ:
> મગની દાળનું સેવન રોજ કરવાથી કેન્સર રોગ સામે લડત આપી શકાય છે.
> રાજમા ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
> લીલાં વટાણામાં લો કેલેરી અને લો ફેટ હોય છે જે વજન વધવાથી રોકે છે.
> ચણામાંથી દૂધ અને દહીં જેટલું કેલ્શિયમ મળી રહે છે,જે હાડકાને તંદુરસ્ત અને મજબૂત રાખે છે.
કઠોળના સેવનથી થતાં મહત્વના ફાયદા:
૧.લોહી શુદ્ધ થાય છે
૨.પાચન તંત્ર મજબૂત થશે
૩. હાડકા મજબુત બને
૪.વજન કંટ્રોલમાં રહે
૫.વાળની દરેક સમસ્યા દૂર થાય છે