મોટાભાગે મેઇલ ચાઇલ્ડમાં વધારે જોવા મળતી માનસિક બીમારીને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર અથવા ઓટિસ્ટિક સ્પેકટ્રમ ડિસઓર્ડર પણ કહે છે
ભારતમાં આશરે 18 મિલિયન બાળકો આ બિમારીગ્રસ્ત છે
‘ઓટિઝમ’ શું છે?
અભિનેતા શાહરૂખાન ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’ માં બાળકો જેવું વર્તન કરે છે તેને કંઇ યાદ નથી રહેતું અને ના તો તે કોઇ વાત પર પ્રતિક્રિયાઓ વ્યકત કરી શકે છે. જો કે આ ફિલ્મમાં તેમને માઇલ્ડ ઓટિઝમથી પીડિત દર્શાવાયો છે.
એકસપર્ટસ અનુસાર ઓટિઝમ એક પ્રકારની માનસિક બીમારી છે જેને ‘ન્યુરોલોજિકલ ડિસ્ટ ઓર્ડર’ છે. આ બીમારીમાં નાનપણથી જ પીડિતને વાતચીત કરવામાં તથા અનય લોકો સાથે વ્યવહાર કરવાની ક્ષમતાને સીમિત કરી દે છે. એટલે કે તે બાળક પરિવાર સમાજ અને બહારના માહોલ સાથે જોડાવાની ક્ષમતાઓને ગુમાવી બેસે છે. તેને ઓટિસ્ટિક સ્પૈકટમ ડિસઓર્ડર પણ કહે છે.
આજે વર્લ્ડ ઓટિઝમ અવેયરનેસ દિવસ છે. પ્રતિવર્ષ ર એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે. આ બીમારી બાળકોમાં થાય છે. આ દિવસને મનાવવાનું ઉદ્દેશ્ય બાળકોમાં થનારી માનસિક અથવા જેનેટિક બીમારી ‘ઓટિઝમ’ વિશે જાગૃતતા ફેલાવવાનો છે. ચાલો આજે જાણીએ આ માનસિક બીમારીના કારણો અને લક્ષણો વિશે અને બાળકોને બચાવવા આપણે શું કરી શકીએ તેમાં વિશે પણ પ્રકાશ પાડીશું પણ તે પૂર્વે જાણીએ કે ઓટિઝમ શં છે?
માય નેમ ઇઝ ખાન’ ફિલ્મમાં શાહરૂખખાનને આ બીમારીથી પીડિત દર્શાવાયો છે
ઓટિઝમના લક્ષણો
પ્રત્યેક બાળકોમાં આ બીમારીના લક્ષણ અલગ અલગ જોવા મળે છે. જન્મ સમયે બાળકમાં આ બીમારી છે કે નહીં તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે. જયાં સુધી બાળક બે થી ત્રણ વર્ષનું નથી થતું ત્યાં સુધી માતા-પિતા બાળકોમાં એટિઝમના લક્ષણોને ઓળખી નથી શકતા.અન્ય લક્ષણોમાં કેટલાક લક્ષણો એ છે કે બાળક અન્ય સુધી પોતાની ભાવનાઓ નથી પહોચાડી શકતું અને તેના સંકેતોને સમજી નથી શકતું.
કેટલાક બાળકો એક જ પ્રકારનો વ્યવહાર વારંવાર કરવાના કારણે થોડાક બદલાવોથી જ હાઇપર થઇ જાય છે.
- બાળકને સ્પર્શ કરવાથી તે અસામાન્ય વર્તન કરે છે.
- બાળક કોઇનો અવાજ સાંભળીને સ્મિત નથી આપતા તથા તેનો ઇશારો સમજી નથી શકતા.
- બાળક આંખથી આંખ મેળવી નથી શકતા તથા અન્યોમાં બહુ જ ઓછી રૂચિ ધરાવે છે.
- તેના વિચારો બહુ વિકસિત નથી થતા તેથી બાળકની રચનાત્મકતાથી ઘણાં દૂર જ હોય છે.
- બાળક બોલવાની જગ્યાએ અજીબ પ્રકારના અવાજ કાઢે છે
- બાળક પોતાની દુનિયામાં જ ખોવાયેલું રહે છે.
ઓટિઝમના કારણ
આ બીમારીના વાસ્તવિક કારણો વિશે હાલમાં કોઇ જાણકારી નથી પણ પર્યાવરણ અથવા જેનેટિક પ્રભાવ આનું કારણ હોય શકે છે. વૈજ્ઞાનિકો દ્વારા આ બીમારી સંદર્ભે બાળકના જન્મ પહેલા પર્યાવરણમાં મોજુદ રસાયણો અને કોઇ સંક્રમણના પ્રભાવમાં આવવાના પ્રભાવોનું પણ અઘ્યયન કરવામાં આવી રહ્યું છે.
શોધ અનુસાર બાળકની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકશાન પહોચાડનારી કોઇપણ વસ્તુ ઓટિઝમનું કારણ બની શકે છે. કેટલાક સંશોધન મુજબ પ્રેગનન્સી દરમિયાન માતામાં થાયરોઇડ હોરમોન્સની ઉણપ પણ એક કારણ દર્શાવાયું છે.
સરકારી મિલકતોને બ્લુ લાઇટથી શણગારી ઓટીઝમપીડિત વ્યક્તિઓને સન્માન અપાયુ
ગુનાઇટેડ નેશનસ દ્વારા સમગ્ર વિશ્વમાં બીજી એપ્રિલે “વર્લ્ડ ઓટીઝમ ડે ” ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે તમામ જાહેર મિલ્કતો અને ઘરોને બ્લુ રોશનીથી શણગારવામાં આવે છે.જાણીતી હિન્દી ફિલ્મ “બરફી” પ્રિયંકા ચોપ્રાએ ઓટીઝમગ્રસ્ત યુવતીની ભુમિકા ભજવી હતી, ત્યારથી સામાન્ય નાગરિકોને ઓટીઝમ રોગની થોડી ખબર પડતી થઇ છે.
દુનિયામાં લગભગ બે ટકા કરતા વધારે લોકો ઓટીઝમ રોગથી પીડિત છે, આ રોગ કોઈ બીમારી નથી, પરંતુ એક માનસિક અવસ્થા છે, જે જીવન પર્યંત વ્યક્તિની સાથે જોડાયેલી રહે છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના આ રોગથી પીડિત વ્યક્તિ પણ સમાજ અને સોસાયટીનો જ એક ભાગ છે અને તે આપણા સમાજના અનેક પરિવારનું જીવન બિંદુ છે.
તેમના સમર્થન માટે પૂરી દુનિયામાં આ દિવસે પ્રાઇવેટ બિલ્ડીંગ, હોટેલો, જાહેર સ્થળો વગેરેને બ્લુ કલરની લાઈટથી ડેકોરેટ કરવામાં આવે છે અમેરિકામાં ર એપ્રિલે 18 હજારથી વધારે બિલ્ડિંગોને ડેકોરેટ કરવામાં આવે છે, મુંબઈ-બેંગલોર- દિલ્હી જેવા મેગા સિટી, જસલોક હોસ્પિટલ, રીલાયન્સ હોસ્પિટલ, તાજ હોટેલ વગેરે જેવા અનેક જાણીતા બિલ્ડિંગોને આવતી કાલે બ્લુ રંગથી ડેકોરેટ કરવામાં આવશે. રાજકોટમાં ઓટીઝમની બીમારી ધરાવતા બાળકો સાથે કાર્ય કરતી જુદી-જુદી સંસ્થાઓ બીજી એપ્રિલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસને ઉજવવા માટે ઓટીઝમગ્રસ્ત નાગરિકોના સમર્થન માટે જાહેર જનતા તેમજ કોર્પોરેટ કંપનીઓ બ્લુ કલરની લાઈટથી પોતાની બિલ્ડીંગને સજાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે. ઓટીઝમ વાળા બાળકો અને વ્યક્તિઓને સમર્થન આપવાની અપીલ કરવામાં આવે છે, કારણકે તેઓ પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરાયો છે.
છોકરાઓમાં આ બીમારી વધુ જોવા મળે છે
ઇન્ટરનેશનલ રિચર્સ મુજબ દર 68 બાળકોમાંથી એક ‘ઓટિઝમ’થી પીડીત હોય છે તે મુજબ ભારતમાં લગભગ 18 મિલિયન બાળકો આ બીમારીથી પીડિત છે. અને છોકરીઓની તુલનામાં છોકરાઓમાં આ બીમારીનો ખતરો ચાર ગણો વધારે છે.
ઓટિઝમથી બચવાના ઉપાયો
ઓટિઝમથી બાળકને બચાવવા માટે પ્રેગનન્સી દરમિયાન મહિલાને મેડીકલ ચેકઅપ અને દવાઓ લેવી એ આવશ્યક છે. જેનાથી મા અને બાળકના શરીરને તપાસવામાં મદદ મળે છે.
બાળકના જન્મના છ માસથી એક વર્ષની અંદર જ આ બીમારીની જાણકારી મેળવી શકાય છે કે બાળક સામાન્ય વ્યવહાર કરે છે કે નહીં તેના માટે માતા-પિતાએ જ બાળકની ચકાસણી કરવી જોઇએ, ખાસ માતાએ આ માટે આગળ આવવુ પડશે, જેમ કે બાળક છ મહિનાનું થાય ત્યારે કિલ્લોલ કરે છે કે નહીં?
ખુબ હસે છે કે નહીં, વાત પર પ્રતિક્રિયા આપે છે કે નહીં? આ અંગેની ચકાસણી બાદ કંઇક અલગ અને ઉલટુ નજર આવે તો તુરંત મનોચિકિત્સધ તો સંપર્ક કરવો જોઇએ.