પાણીપુરી ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તે ગોલ ગપ્પા, પકોડી અને પુચકાના નામે પણ ઓળખાય છે. કોઈ પણ છોકરી, યુવતી કે મહિલાઓ તેમને પાણીપુરી ભાવતી નાં હોય એવું બને નહિ. ત્યારે આજે મહિલાઓની મોસ્ટ ફેવરીટ પાણીપુરીનો દિવસ છે. પાણીપુરીમાં ક્રિસ્પી પૂરીને બટાકા, કાળા ચણા, ડુંગળી, સેવ અને ખજૂર-આંબલીની ચટણીથી ભરવામાં આવે છે અને મસાલેદાર ફુદીનાના ચટપટા પાણીમાં ડુબાડીને તેનો આનંદ માણવામાં આવે છે. આ બધી બાબતો તમને ખબર હશે પરંતુ શું તમે જાણો છો પાણીપૂરી બનાવવાની શરૂઆત કોણે કરી હતી ?? ચાલો જાણીએ વિગરવાર…
મહાભારત વિશે તમે ઘણું-બધું સાંભળ્યું હશે પણ ક્યારેય એવું નઈ સાંભળ્યું હોય કે દ્રોપદીએ જ કરી હતી.
લોકવાયકા અનુસાર મહાભારતના સમયથી ગોલગપ્પાનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. પ્રથમ વખત દ્રૌપદીએ પાંડવો માટે પાણીપુરી બનાવી હતી. લગ્ન પછી જ્યારે દ્રૌપદી ઘરે પહોંચી ત્યારે કુંતીએ તેની પરીક્ષા કરવાનું કામ સોંપ્યું હતું. તે સમયે પાંડવો વનવાસ પર હતા અને માંગણી પર જમતા હોવાથી ઘરમાં વધારે ખોરાક ન હતો. આવી સ્થિતિમાં કુંતી પુત્રવધુને ચકાસવા માંગતી હતી કે મારી વહુ કોઈ પણ પરિસ્થિતિમાં ઘરના લોકોને સરખી રીતે જમાડી શકે છે કે નહિ. ત્યારે કુંતીએ દ્રૌપદીને થોડો લોટ અને થોડી બચેલી શાકભાજી આપી અને કહ્યું કે આમાંથી બધા પાંડવોને ખવડાવવાના છે. એ જ સમયે દ્રૌપદીને પાણીપુરી બનાવવાનો વિચાર આવ્યો. પાણીપુરી આરોગીને બધા પાંડવોએ ભરપેટ જમ્યું અને માતા કુંતી પણ રાજી થઈ ગયા હતા.
મૂડ કરે છે ફ્રેશ
ગરમીના દિવસોમાં બહાર ફરવાને કારણે તરસ વધુ લાગે છે, થાક લાગે છે. આવી સ્થિતિમાં જો ફક્ત પાણી પીવાના બદલે પાણીપુરી ખાઈ લો. જો તમે પાણીપુરી ખાદા બાદ પાણી પીશો તો બિલકુલ ફ્રેશ ફીલ થશે.
પાણીપુરીનું ચટાકેદાર પાણી
પાણીપુરી તમારી પાચનક્રિયા નથી બગાડતી. પાણીપુરીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મસાલા તમારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓનો નાશ કરે છે.
જો પાણીપુરીના પાણીને થોડી સાવધાનીથી બનાવવામાં આવે તો તે વધતા વજનની સમસ્યામાં રાહત અપાવી શકે છે. પાણીમાં મીઠું બની શકે તો ન નાખો. ફુદીનો, હીંગ, લીંબુ તેમજ કાચી કેરી મિક્સ કરો. પાણીમાં ટમેટાનો ઉપયોગ ન કરો તો પણ સારું રહેશે. આ સિવાય પુરીને પણ થોડી ઓછી તળો.
પાણીપૂરીના ગેરફાયદા
પાણીપુરીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. ગોલગપ્પાના પાણીમાં મીઠાની માત્રા ઘણી વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. એટલા માટે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. આ સિવાય ગોલગપ્પાનું સેવન કરવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેમ કે-
ઉલટી, ઝાડા, કમળો
ઝાડા
અલ્સર
પાચન સમસ્યાઓ
પેટ દુખાવો
આંતરડાની બળતરા
એક દંતકથા અનુસાર પાણીપુરીનો ઈતિહાસ મગધકાળ સાથે સબંધિત
એક દંતકથા અનુસાર પાણીપુરી મગધ કાળ સાથે સંબંધિત છે. ભારતમાં ત્રણથી ચારસો વર્ષ પહેલાં મગધના રાજાએ પાણીપુરી બનાવડાવી હતી. તે ભારતમાં અલગ અલગ નામથી ઓળખાય છે. ક્યાંક આ પાણીપુરીછે તો ક્યાંક આ પાણીપુરી છે. ક્યાંક તેનું નામ ફુચકા છે તો ક્યાંક તેને પાણી બતાશા કહેવામાં આવે છે. તેનો સ્વાદ પણ સ્થળ પ્રમાણે બદલાય છે.