હિંદુ ધર્મમાં ઘણા બધા ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આ બધામાં એકાદશીનું વ્રત ખૂબ જ વિશેષ છે જે દર મહિનામાં બે વાર આવે છે.હાલમાં ફાગણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી એકાદશીને ફાગણ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની પ્રથમ એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની પરંપરા છે.
આ વખતે એકાદશીનું વ્રત 6 માર્ચ, બુધવારના રોજ મનાવવામાં આવી રહ્યું છે, એટલે કે આજે શુભ મુહૂર્તમાં પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે, તેની સાથે તમે કેટલાક ઉપાયો પણ અજમાવી શકો છો, તો આજે અમે તમને એકાદશીના દિવસે કરવા માટેના ઉપાયો જણાવીશું.
એકાદશીનો શુભ સમય–
તમને જણાવી દઈએ કે જે લોકો 6 માર્ચે વિજયા એકાદશીનો ઉપવાસ કરી રહ્યા છે, તેઓ 7 માર્ચે બપોરે 1:49 વાગ્યાથી 4:11 વાગ્યા સુધી ઉપવાસ તોડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે–સાથે જો શુભ મુહૂર્ત પ્રમાણે વ્રત તોડવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિજયા એકાદશીના દિવસે વિવાહિત યુગલે તુલસીના છોડમાં કાલવ બાંધીને સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી તુલસીની સાથે સાથે ભગવાન શ્રી વિષ્ણુની પણ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત આ દિવસે તુલસી માતાને વિવાહની સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને પ્રેમ જળવાઈ રહે છે.
એકાદશીના દિવસે તુલસીની પૂજા કરતી વખતે તેને કાચું દૂધ અર્પિત કરો, આમ કરવું શુભ માનવામાં આવે છે અને સાંજે તુલસીની સામે ઘીનો દીવો પણ પ્રગટાવો. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વિજયા એકાદશીના દિવસે તુલસીની પૂજા કર્યા પછી આ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આમ કરવાથી વિશેષ લાભ થાય છે.