આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતા. એમના પુત્ર ઋષિ કાત્ય હતા. એમના જ ગોત્રમાં વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા હતા. તેમણે ભગવતીની ઉપાસના કરતાં ઘણા વર્ષો સુધી કઠીન તપ કર્યું હતું. એમની ઇચ્છાથી માં ભગવતી એમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ્યા હતા.
માં ભગવતીએ એમની પ્રાર્થના સ્વીકારી જન્મ લીધો હતો. એમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું હતું. માં પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. માં કાત્યાયનીનું આ રૂપ ઘણું જ સરસ, સૌમ્ય અને મોહત છે. નવરાત્રીના આ દિવસે માં ભગવતીની સાચા મનથી પૂજા કરવામાં આવે તો અચૂક ફળ મળે છે. ઘટ સ્થાપન કરી માતાની ઉપાસના કરવામાં આવે તો મા એમનો ખોળો ભરી દે છે.
નવરાત્રીના છઠ્ઠા દિવસે કળશ સ્થાપિત કરી મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. હાથમાં ફૂલ રાખી પૂજા કરવામાં આવે છે ત્યાર બાદ મા કાત્યાયની માતાના મંત્રના જાપ કરાય છે.