અભિનયના બાદશાહને કુદરતે કંઠમાં પણ આપ્યો છે જાદુ: ઓલ ઇન્ડિયા રેડિયોના વોઈસ ટેસ્ટિંગમાં અસફળ ‘અમિતાભ’ને દમદાર અવાજે જ લોકપ્રિયતાના બનાવ્યા શહેનશાહ
હમ જહા ખડે હો જાતે… લાઈન વહીસે હી લાઈન શરૂ હોતી હે…. આજે તારીખ 11 મી ઓક્ટોબર નો દિવસ સદીના મહાનાયક બીગ બી અમિતાભ બચ્ચન નો આજે જન્મદિવસ છે.. અમિતાભ બચ્ચન એટલે કલાકાર, ટીવી શો હોસ્ટ, પ્રસંગીક ગાયક ના રૂપમાં અમિત જી સમગ્ર વિશ્વના મનોરંજનના મંચ પર પાંચ દાયકાથી એક ચક્રીય શાસન ચલાવે છે.. અમિતાભ બચ્ચન વિશે એટલું કહી શકાય કે તેમણે અભિનય માં ક્યારેય મર્યાદા રાખી નથી ..કોઈ પણ પાત્ર હોય અમિતજીના હાથમાં આવે એટલે તેમાં જીવ પુરાઈ જાય. બીબીસી ના સર્વેમાં અમિતાભને ગ્રેટેસ્ટ સ્ટારઓફ સ્ટેજ અને સ્ક્રીનનો, ખિતાબ આપવામાં આવ્યો હતો.
અભિતાભ એવા પ્રથમ એશિયન કલાકાર છે કે જેમને મેડમતુષાદ ના વેક્સ મ્યુઝીયમ માં સ્થાન મળ્યું અને ફ્રાન્સ સરકારે તેમને ઉચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો, અભિતાભ બચ્ચનને જ ઓલમ્પિક મશાલ ઉપાડવાનું અને તેના બ્રાન્ડ એમ્બેસીટર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અભિતાભ નું આગમન અભિનય ક્ષેત્રે થયું હતું પરંતુ તેમણે પોતાના કંઠથી પણ એક આગવી ઓળખ ઉભી કરી છે ,અનેક બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાતના પ્રવાસન વિભાગમાં પણ તેમણે પોતાના અવાજ નો જાદુ આપ્યો છે.. અભિતાભે ગાયેલું રંગ બરસે વગર હોળી ના કાર્યક્રમો અધૂરા રહે છે, મનોરંજનના કોઈપણ ક્ષેત્ર હોય અમિતાભ હંમેશા જ્યાં ઊભા હોય ત્યાંથી લાઇન શરૂ કરવાના “ડાયલોગ” માટે બરાબર બંધ બેસતા આવે છે… આજે તેમના જન્મદિવસે દુનિયાભરમાંથી અભિનદન નીવરસાદ થઈ રહી છે.
આજે અમિતાભ બચ્ચન જે સ્થાને બિરાજમાન છે ત્યાં સુધી પહોંચવામાં તેમનો અકલ્પ સંઘર્ષ રહેલો છે કારકિર્દી શરૂ કર્યા પહેલા તેમને ઓલ ઇન્ડિયા રેડિયો માં પોતાના અવાજ ના કારણે જ નોકરી મેળવવામાં નિષ્ફળતા મેળવી હતી થેટર માલિકો આજે પણ સિલ્વર સ્ક્રીનના ડોન ને યાદ કરે છે. તાળીઓના ગુંજથી લઈને વિશ્વભરમાં છવાયેલા અભિતાભ બચ્ચન થેટર માલિકો માટે અસલી ડોન હતો 69 માંમાં કુણાલસેને ભવન સોમા મુખ્ય સૂત્રધાર તરીકે ઉપયોગકર્યો ત્યારે તેમના અવાજ નો પહેલીવાર ઉપયોગ શરૂ થયો હતો. વોઇસ બોક્સ એ સાઉન્ડ લાઈક ના ઉદ્યોગનો જન્મ આપ્યો તે અભિનેતા ને ગુટકા પ્રમોટ કરવા માટે તમાકુ ઉત્પાદક દ્વારા તેના અવાજના ઉપયોગ બદલ કોપીરાઇટ માટે પ્રેરિત કર્યા હતા.
જોકે બચ્ચન સોના સોના જેવા ગીતોથી અવાજની દુનિયામાં પ્રવેશ્યા હતા. અમે અભિતાભને પહેલીવાર રેલવે સ્ટેશન પર મળ્યા હતા તે મહાન કારકિ ના ડગલે આગળ વધી રહ્યો હતો શક્તિશાળી અવાજ અને મોઢા ઉપર લાગણી દર્શાવવાની ક્ષમતા કોઈનું પણ દિલ મોહી લે તેવી હતી ,તેમની કાર્ય પદ્ધતિ જ પ્રેરણાદાઈ હતી પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાઓ સંભળાવવાની તેમની આવડત વિશેષ હતી, શૂટિંગ માટે ગાવાના એક બિલ્ડિંગમાં ત્રણ અઠવાડિયા સુધી અમિતાભ સાથે રહેવાનો અવસર અમને તે અભિનેતા ની સાથે રહેવાની તકે અમને તેના વ્યક્તિગત ઓળખ આપી હતી તેમના એક્ટર મધુ એ જણાવ્યું હતું
અમિતાભ બચ્ચન ના અવાજ નું કોમર્શિયલ ડબિંગ કરનાર ચેતન શશીતલ નું કહેવું છે કે ડાયા ફ્રેમ માંથી ઉડો શ્વાસ લઈને સાઉન્ડ સ્કેપ હાંસલ કરવાની અભિતાભની ખૂબી ગજબની છે તેમના અવાજ ને માત્ર તરીકે ઓળખવું ખોટું છે તે કેવી રીતે મોડ્યુલેટ કરે છે શ્વાસ લે છે ઊભા રહી જાય છે અને તી ક્ષણ શબ્દશેલી અને દીવારમાં સાંભળેલા કમાન્ડિંગ ટોનના માધ્યમથી શાંત સરકારમાંથી ક્રોધી મિર્ઝા તરફ પાત્રને લઈ જવામાં અભિતાભની શૈલી બે નમૂન હતી.. શશીતલનું કેવું છે કે અભિતાભ બચ્ચન નો અવાજ તેમની બૌદ્ધિક સંપત્તિ છે તેમના દૂર ઉપયોગ સામે સાવચેત રહેવું જોઈએ તે જણાવે છે કે હું જ્યારે તેમની ઓફિસમાં જાઉં છું ત્યારે એવી એક પણ બ્રાન્ડ નથી કે જેમાં અભિતાભ જોડાયેલા ન હોય કેરળની કેટલીક શ્રેષ્ઠ બ્રાન્ડમાં પણ અભિતાભ બચ્ચન જાણીતા છે કલાકારની જાહેરાતો ના મલીયાલ મ માટે ડબ કરનાર કલાભવન અભી અશરફ થલાફેરી મલયાલમ ફિલ્મ અભિતાભના ડુપ્લીકેટ તરીકે કામ કર્યું હતું સાઉન્ડ ડિઝાઇનર વિશ્વદીપ ચેટરજી કહે છે કે રેઝોર્ટન્ટ ડીપ વોકલ માં દરેક શબ્દમાંથી લાગણીઓને છંછેડવાની તેમની ક્ષમતા કદાચ અનુપમ છે પછી ભલે તે પોતાનો અવાજ વધારીને ઓછો કરીને શ્વાસ લઈને અવાજને વ્યક્તિત્વમાં ઢાળવાની તેમની કલા બે નમુન છે ક્યારેય બહુ પાતળું કે બહુ નરમ પણ બોલ્યા નથી, તેમના વિવેચકોનું નું કેવું છે કે જેમણે બીગ બીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તે તેના ડાયલોગ વોઈસ ઓફર અથવા ગાયન પ્રત્યે એટલો જ લગાવ ધરાવે છે કે તેમણે તેમના ઘરમાં એક આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બનાવ્યો છે આમ અભિતાભે અદા કાર્યની સાથે સાથે અવાજ ની કલાને પણ ખૂબ જ ન્યાય આપ્યો છે આજે તેમના જન્મદિવસે સતાયું ના આશીર્વાદ.