નાણાકીય વર્ષ ૧૨૦૧૮-૧૯ ના રિટર્ન અને કેપિટલ ગેઇનમાં મળતા એક્ઝમ્પશન અંગે આજે છેલ્લી તારીખ
કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગ અને જીએસટીમાં ઘણાખરા ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં કોરોના કાળ દરમિયાન રીટર્ન ભરવામાં લોકો જો બાકાત રહી ગયા હોય તો તેઓ આજના દિવસે તેમના રીટર્ન ભરી શકે છે. સરકારે કરદાતાઓને કોરોના કાળમાં રાહત મળી રહે તે માટે તારીખોમાં પણ ફેરફાર કર્યો હતો જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષના જુના રીટર્ન સરખા કરવા, ૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન અને કેપીટલ ગેઈન પર મળવાપાત્ર એકઝમશને કલેઈમ કરવા માટે આજે છેલ્લી તારીખ હોવાથી કરદાતાઓ બાકી રહેલા રીટર્નની ભરપાઈ કરશે.
ઈન્કમટેકસ રીટર્ન કે જે નાણાકિય વર્ષ ૧૮-૧૯માં કરદાતાઓ ન ભરી શકયા હોય તો તેઓ આજના દિવસે ભરી શકશે પરંતુ જે કોઈ કરદાતા આજે તેમનું રીટર્ન ભરવામાં નિષ્ફળ નિવડે તો તેઓને લેઈટ ફી પેટે ૧૦ હજાર રૂપિયા ભરવાના રહેશે અને જે કોઈ કરદાતાની આવક ૫ લાખથી ઓછી હોય તો તેઓને લેઈટ ફી ફાઈલીંગ પેટે ૧૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ આજના દિવસે છેલ્લા ત્રણ વર્ષ જુના રીટર્નની આકારણી યોગ્ય રીતે કરવામાં આવી ન હોય તો તે રીટર્નને સરખા કરવા માટેનો આજે છેલ્લો દિવસ છે જેમાં આકારણી વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રકારના રીટર્ન અંગે જો કોઈ કરદાતાઓ દ્વારા ખુલાસો કરવામાં નહીં આવે તો તેઓએ ગત વર્ષના રીટર્ન ન ભર્યા હોવાનું સાબિત થશે અને તેઓને લેઈટ ફી પેટે દંડિત પણ કરવામાં આવશે. આવકવેરા વિભાગ દ્વારા કેપીટલ ગેઈનમાં મળવાપાત્ર એકઝમશનને કલેઈમ કરવા માટેની પણ આજે છેલ્લી તારીખ હોવાના કારણે સરકારે કરદાતાઓને વધુ એક તક આપી છે જેમાં કરદાતાઓ દ્વારા કરવામાં આવતા રોકાણો, કોઈપણ ફલેટ કે ઘરનું નિર્માણ સહિતની આવક માટે કરદાતાઓ કલેઈમ કરી શકે છે.
આવતીકાલથી ‘ટેકસ કલેકટેડ એકટ સોર્સ’ના નિયમોમાં કરાયા ફેરફાર
આવકવેરા વિભાગે ટીસીએસ એટલે કે ટેકસ કલેકટેડ એકટ સોર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે જે ઈ-કોમર્સ ક્ષેત્રે કાર્ય કરતા કરદાતાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જેમાં ૫૦ લાખ કે તેનાથી વધુના કોઈપણ ચીજના વેચાણ ઉપર ૦.૧ ટકાનો આવક વેરા કરમાં ઘટાડો પણ જોવા મળશે તો બીજી તરફ ઈ-કોમર્સ ક્ષેત્રે વેચાણ કરવામાં આવેલી ચીજવસ્તુઓ અને આપવામાં આવતી સર્વિસને પણ ટીસીએસમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ટોક એકસચેન્જ મારફતે મળેલી આવકને ટીસીએસમાં સમાવવામાં નહીં આવે તો બીજી તરફ ઉર્જા અને
પાવર એકસચેન્જમાં થયેલા નાણાકિય વ્યવહારને પણ સમાવિષ્ટ નહીં કરાય. હાલ ઘણી ખરી ચીજવસ્તુઓ ઉપર ટેકસ કલેકટેડ એટ સોર્સ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ આવકવેરા વિભાગ દ્વારા ડિજિટલ અને ઈ-કોમર્સ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહે તે માટે ટીસીએસમાં ફેરફારો હાથ ધરવામાં આવ્યા છે જે આવતીકાલથી લાગુ થશે.