મે માસના અંત સુધીમાં સ્કુલની ફાળવણી કરી દેવાશે
રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ પરિવારોના બાળકોને શ્રેષ્ઠ સ્કુલમાં પ્રવેશ મેળવવા હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
દરમિયાન આઇટી હેઠળ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. દરમિયાન આગામી સોમવારથી અરજીઓનું શોર્ટીંગ કરી શાળાની ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાખોની સંખ્યામાં વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રાત્રીના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.
દરમિયાન આગામી સોમવારથી શાળાની ફાળવણી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં અરજીની ચકાસણી કર્યા બાદ મે માસના અંત સુધીમાં બાળકોને શાળાની ફાળવણી કરી દેવાશે.