- અંદાજ પત્રને સર્વાનુમતે બહાલી: ર9 દિવસ સુધી શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ બજેટ સત્ર
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. સવારે 9 કલાકથી પ્રશ્ર્નોતરી કાળનો આરંભ થયો હતો. જેમાં આપ, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોએ અલગ અલગ વિભાગના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. જે તે વિભાગના મંત્રીઓ દ્વારા તેના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. ગૃહમાં આજે કેગનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં ગત 1 ફેબ્રુઆરીથી બજેટ સત્રનો આરંભ થયો હતો નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બીજી ફેબ્રુઆરીના રોજ 3.65 લાખ કરોડનો ઐતિહાસિક અને કદાવર બજેટ ગૃહમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં લોકસભાની આગામી ચુંટણીને ઘ્યાનમાં રાખી ગુજરાતની જનતા પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાટવામાં આવ્યો ન હતો તમામ ઝોન, વર્ગ અને સેકટર માટે માતબર નાણાની જોગવાઇઓ કરવામાં આવી હતી. ગઇકાલે બુધવારે વિધાનસભા ગૃહમાં વર્ષ 2024-25 ના બજેટને સાર્વનુમતે બહાલી આપવામાં આવી હતી.
આજે બજેટ સત્રનો અંતિમ દિવસ છે ગૃહમાં કેગનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં રાજય સરકારની આવક અને જાવકનો હિસાબ આપવામાં આવ્યો હતો. ર9 દિવસ સુધી ચાલેલા બજેટ સત્રમાં કોઇ મોટો હંગામો થયો ન હતો. એકદરે શાંતિપૂર્ણ માહોલમાં સત્ર ચાલુ હતું. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ઐતિહાસિક બજેટ રજુ કર્યુ હતું. બજેટ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. આ ઉ5રાંત કેટલાક સુધારા વિધેયક પણ પસાર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચુંટણીના આડે હવે બે માસથી પણ ઓછો સમય બચ્યો હોય રાજયની ભાજપ સરકાર દ્વારા બજેટને પણ ચુંટણી લક્ષી ટચ આપવામાં આવ્યો છે. ગુજરાતની જનતા પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી.
આગામી એકાદ પખવાડીયામાં ગમે ત્યારે લોકસભાની ચુંટણીની જાહેર થવાની સંભાવના છે. ચુંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વ જ વિકાસ કામોનું લોકાપણ અને ખાતમુર્હુત કરી દેવાનું રાજયસરકારનું પ્લાનીંગ છે. આજે સાંજે બજેટ સત્ર પૂર્ણ થતાની સાથે જ આવતીકાલથી રાજય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પોત પોતાના મત વિસ્તારમાં લોક સંપર્કના કામમાં લાગી જશે.
બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં કેગનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક મુદ્દાઓનો વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.