અમરનાથ યાત્રિકો પર હુમલો કરનાર ત્રણ આતંકી ઝડપાયા
૨૬મી જુને શ‚ થયેલી અમરનાથ યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. સમગ્ર અમરનાથ યાત્રા દરમીયાન એક મહીનામાં આઠ યાત્રિકોના આતંકી હુમલામાં મોત થયા છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પોલીસ દ્વારા આ હુમલાના ત્રણ આતંકીઓને ઝડપી લીધા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને શ્રીનગર ખાતે જાહેરાત કરવામાં આવી હતી.
લશ્કર-એઅ તૈયબાના પાકિસ્તાની આતંકી ઇસ્માઇલ સાથે અન્ય બે સ્થાનિક આતંકીઓ ને ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહીતી કાશ્મીરમાં આઇ.જી.પી. મુનીરખાને પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વખતે આપી હતી. અન્ય ચાર આતંકીઓ ‘યાવર’ ના જુથના હોવાની ઓળખ વિધી પોલીસના પ્રયત્નો દ્વારા થઇ શકી હતી તેમજ અન્ય બે પણ પાકિસ્તાની હોવાનુ માનવામાં આવે છે.
પોલીસે અબુ ઇસ્માઇલ અને યાવરના ચિત્રો પણ બહાર પાડયા હતા. મુનીરખાને વધુમાં જણાવ્યું હતું કે આ આતંકીઓને ઝડપવાની યોજના ૯ જુલાઇથી હતી પરંતુ ત્યારબાદ આવી ગતિવિધિ નોંધી શકાઇ ન હતી. આ હુમલાની માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે ત્રણ સ્થાનિક આતંકીઓ દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. આ તમામ આરોપીને ઝડપી કોર્ટમાં મોકલતા પહેલા પોલીસ રીમાન્ડ માટે મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર તપાસ દરમ્યાન તેમની તમામ પ્રવૃત્તિઓ આતંકી કૃત્યને અંજામ આપવા માટેની હતી તેવું બહાર આવ્યું હતું. તેમણે યાત્રિના વાહન માટે કોડ વર્ડ ‘શૌકત’ અને સીઆરપીએફ માટે ‘બિલાલ’ વાપર્યો હતો. અને દેખીતી રીતે ચોખ્ખો આતંકી હુમલો જ હતો. આ હુમલો યાત્રિના વાહન પર જ કરવામાં આવ્યો હતો. તેમજ સીઆરપીએફ ના વાહન પર પણ તેમણે હુમલો કર્યો હતો. તે દેખીતું જ ષડયંત્ર હોવાનું નોંધવામાં આવ્યું હતું.
ત્રણ આતંકીઓ બિલાલ અહેમદ રેશી, ઇયાઝ વેગી અને ઝહુર એહમદની ટોળકીએ આતંકી કૃત્યને અંજામ આપવા ખાસ તૈયારી કરી બોટેન્ગો પાસે ખાનબદનું સ્થળ પસંદ કર્યુ હતું. આ ત્રિપુટી દ્વારા ચાર સૈનિકોના રહેણાકમાં રોકાયા હતા. બિલાલ એ આદિલનો ભાઇ હતો અને તે લશ્કર-એ-તૈયબાનો આનંકી હતો જેને સુરક્ષા બળો દ્વારા પહેલા જ ઠાર મારવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં સ્પેશ્યિલ સીટ દ્વારા આ યાત્રિકોના હુમલાવરોની તપાસ બાદ આ ખુલાસો થયો હતો.