‘કંધો સે મિલતે હૈ કંધે, કદમો સે કદમ મિલતે હૈ’
ભારતીય વાયુસેના અને બોફોર્સ તોપોની મદદ વડે ભારતે અત્યંત કપરી પરિસ્થિતિનો સામનો કરીને ઈ.સ.1965 અને 1971ના યુધ્ધની જેમ વળતો જવાબ આપ્યો
આ યુધ્ધ આશરે 100 કિ.મી.ના દાયરામા થયું હતુ: લગભગ 1700 પાકિસ્તાનીઓએ ભારતની સીમામાં આશરે 8 થી 9 કિ.મી. અંદર ઘૂસણખોરી કરી હતી અને તેનું લક્ષ્ય હતુ સિયાચિનથી ભારતને અલગ કરી દેવું
આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાન વિરૂધ્ધ ભારતને મળેલી વધુ એક જીતને આજે બાવીસ વર્ષ પૂર્ણ થયા છે. ઈ.સ. 1999ના મે માસમાં ભર ઉનાળામાં જયારે ભારતીય સેનાને કારગિલમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસણખોરીનાં સમાચાર મળ્યા હતા, ત્યારે પાકિસ્તાની સેનાની કમાન જનરલ પરવેઝ મુશર્રફના હાથમાં હતી. અને હજુ સુધીમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કારગિલમાં ઘૂસણખોરીનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતુ એ પાક સેનાના પ્રમુખ દ્વારા જ રચાયું હતુ. પરંતુ ભારતના વીર સપૂતો ઝાંબાઝ સિપાહીઓની ધીરજે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવ્યું હતુ. અને ભારતે લગભગ હારી ચૂકેલી બાજી જીતમાં ફેરવી હતી.
ઘૂસણખોરીની બાતમી આપનાર હતા પશુપાલકો
ભારતીય સેનાને કારગિલમા ઘૂસણખોરીની બાતમી એક પશુ ચરાવતા ગોવાળીયા પાસેથી મળી હતી જે પોતાના ઢોરા ચરાવવા ત્યાં આવ્યો હતો. તેણે આ સૂચના નીચે આવીને ભારતીય સૈનિકોને આપી હતી. પાકિસ્તાની સૈનિકોને પણ આ વાતની ભનક લાગી ચૂકી હતી, કે પશુપાલકે તેને જોઈ લીધા છે, પરંતુ તે એવું વિચારીને નિશ્ર્ચિત થઈ ગયા હતા કે તે સાદા ગણવેશમાં હતા અને પશુપાલકો માટે તેઆને ઓળખી પાડવા એ સંભવન હતુ જોકે ખતરો છે.
તેવું અનુમાન લગાવીને તેમને એવો વિચાર પણ આવ્યો હતો કે પશુપાલકોને બંદી બનાવી લેવામાં આવે, પરંતુ બરફથી ઢંકાયેલા પહાડમાં બનાવાયેલા સ્થાને અમુક પ્રકારની સમસ્યાઓ નડતરરૂપ હોવાના કારણે તેઓએ માંડી વાળ્યું. પશુપાલકોએ જયારે નીચે ઉતરીને ભારતીય સેનાને ઉપર ચાલી રહેલી સંદિગ્ધ ગતિવિધિઓની સૂચના આપી તો સૈનિકોને વિશ્ર્વાસ ન આવ્યો કારણ કે તેઓએ પહેલા ત્યાં તપાસ કરી લીધી હતી, જયાં તેઓને કંઈ જ સંદિગ્ધ હોય તેવું જણાયું ન હતુ, તથા તેઓને અંગત સૂત્રોમાંથી પણ એવી કોઈ જાણકારી મળી નહતી.
પરંતુ પશુપાલકોની વાતને અવગણી શકાય તેમ પણ નહતી અને એવામાં ભારતીય સૈનિકોની ટીમ તેને સાથે લઈને પહાડ પર એ સ્થાન પર પહોચી, કે જયાંથી દૂરબીનની મદદથી એ સંદિગ્ધ લોકો અને તેઓની ગતિવિધિઓને જોઈ શકાતી હતી. જેના વિશે પશુપાલકોએ જણાવ્યું હતુ.
પાકિસ્તાન હતુ સંપૂર્ણ સજજ
ભારતીય સૈનિકોએ ત્યાં જે કંઈ પણ જોયું તે હોશ ઉડાવી દેનારૂ હતુ. સેંકડો પાકિસ્તાની ઘૂસણખોરો બરફથી ઢંકાયેલી પહાડી પાછળ સંતાયા હતા, અને તેમણે ત્યાં પોતાના ટેન્ટ પણ બનાવી લીધા હતા. પહાડો પરનું તેમનું રોકાણ ભારતીય સેના માટે સૌથી મોટી મુશ્કેલી હતી. પાકિસ્તાની સૈનિકોએ ઠંડીના દિવસોમા ખાલી પડેલા બહુજ મોટા વિસ્તારમા કબજો જમાવી લીધો હતો. તેમનોઈરાદો સિયાચીન ગ્લેશિયરની લાઈફ લાઈન (એનએચવન ડી) પર કબજો કરી લેવાનો હતો.
તેઓએ પહાડો સુધી પહોચવા માંગતા હતા જયાંથી લદાખ તરફ જતી સરહદ રોકી શકે અને ભારત મજબૂર થઈને સિયાચીન છોડી દે. ભારતીય સૈનિકોને કારગીલમાં પાકિસ્તાની ઘૂસણખોરોના વિસ્તારનો અહેસાસ હતો અને આ એક મુશ્કેલ ઓપરેશન હતુ, કારણ કે પાકિસ્તાની સૈનિકો પહાડીઓ ઉપર હતા, જયારે ભારતીય જવાનો નીચે હતા અને અન્ય એક સમસ્યા એ હતી કે ઉપર હોવાથી ત્યાં ઓકિસજનની ઉણપને લઈને પણ હતી. પણ ભારતીય શૂરવીરોના હોસલા બુલંદ હતા, જેના કારણે તેઓ આ લડાઈમાં ફરી એક વખત પાકિસ્તાનીઓને મહાત આપવામાં સફળ રહ્યા હતા.
ભારતના નામે દર્જ વધુ એક ‘વિજય’
ભારતીય સેનાની રણનીતિઓમાં આશરે એક માસ બાદ બદલા થયો, જયારે આઠમાં ડિવિઝને મોરચો સંભાળ્યો હતો. કારગિલની લડાઈમાં ભારત માટે નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો તહો જયારે સૈનિકોએ તોલોલિંગ પર વિજય હાંસલ કરી હતી. આ યુધ્ધમાં આગળ ચાલીને સેનાને ભારતીય વાયુ સેનાનો પણ સાથ મળ્યો હતો. તથા બોફોર્સ તોપો દ્વારા પણ મદદ મળી અને તેણે સંપૂર્ણ બાજી જ પલ્ટી દીધી હતી. ભારતીય વાયુસેના અને બોફોર્સ તોપોની મદથી પાકિસ્તાની સ્થાનોને નિશાના બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનીઓને સંભાળવું મુશ્કેલ બન્યું હતુ. અને આખરે 26 જુલાઈએ ભારતે વધુ એકવાર પાકિસ્તનિ વિરૂધ્ધ જીત નોંધાવી હતી. જે આ પૂર્વે ઈ.સ. 1965 અને ઈ.સ. 1971ના યુધ્ધમાં પણ જોવા મળી હતી.