નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. એકમથી નોમ ના નવ દિવસો માં આવતી આ નવરાત્રિમાં આસો મહિનાની નવરાત્રિ મા નવ દિવસ સુધી આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની એક વૈદિક પરંપરા છે.
સકલ સૃષ્ટિનું સંચાલન શક્તિ વિના શક્ય નથી, ત્યારે નવા વર્ષના પ્રકાશ અને ઊર્જાની પ્રાપ્તિ માટે અનિવાર્ય એવી શક્તિ આદ્યશક્તિના આ ૯ સ્વરૂપોની પૂજાથી પ્રાપ્ત થાય છેપ્રથમ નોરતાનો મહિમા માતા શૈલપુત્રી સાથે જોડાયું છે માતા શૈલપુત્રીને પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ માટે શુકનવંતુ છે. સકલ સમાજ અને જીવનમાં સફળતા માટે ધર્મ, કર્મ અને સામાજિક ફરજ માટે પાયાની જરૂરિયાત સૌભાગ્ય નું હોવું અનિવાર્ય છે.
સૌભાગ્ય એક એવું યોગ છે કે જેના થકી માણસ ધાર્યા મુજબ ના કર્મ કરીને તેના ફળ પ્રાપ્ત કરી શકે છે પ્રથમ નોરતે મા ભગવતીની આરાધના પ્રારંભમાં સેલ પુત્રીની સ્તુતિથી માં જગદંબાની આરાધનાનો પ્રારંભ થાય છે. આદ્યશક્તિના આ નવ સ્વરૂપો ના વિધિવત રીતે ધર્મ-કર્મ અને વેદના દિશા નિર્દેશ મુજબ આરાધના કરવાથી વિતેલા વર્ષની વિષાદ પૂર્વકની પરિસ્થિતિ અને કર્મ દોષનો નાશ થાય છે અને નવા વર્ષના પ્રકાશ અને ઉર્જા માટેની શક્તિનો સંચય થાય છે પ્રથમ નોરતું શૈલપુત્રીની આરાધના સાથે સૌભાગ્યને વધુ બળવત્તર બનાવવા માટેનું પર્વ ગણવામાં આવે છે.