કેન્દ્રીય “બજેટનો આજનો દિવસ સમગ્ર દેશના નાગરિક થી લઈઉદ્યોગપતિઓ માટે આશા આકાંક્ષા અને અપેક્ષા સંતોષ નારૂ બની રહે તેવા દેશ વ્યાપી માહોલ વચ્ચે કોરોનાકાળ બાદ આમ જનતાને આજના ડિજિટલ ઇન્ડિયાના સૌપ્રથમ પેપરલેસ બજેટ પર ખૂબ મોટી આશા બંધાઈ છે. ભાવ વધારો ફુગાવો જેવા નકારાત્મક પરિબળો ને ગ્રોથ એન્જિન નું ઈંધણ બનાવીને આજના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન તમામને સંતોષ આપે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે ૨૦૨૧ ૨૨ નું આ બજેટ અનેક રીતે ખાસ છે જેવી રીતે નાના મધ્યમ અને નોકરિયાત વર્ગ માટે મહિના ભરની મહેનત કર્યા બાદ પગાર નો દિવસ પહેલી તારીખ સાંધા મેળ અને જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્ત્વનો બની રહે છે તેવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૨૧ ની આજની”પહેલી તારીખ”ફિલ્મના ગીતની આજ પહેલી તારીખ હે ની જેમ તમામ માટે ખૂબ જ આશાભરી બની રહેવાની છે આ બજેટ ભવિષ્યના માર્ગ કડારનારુઅને સૌથી ઝડપથી વૃદ્ધિ કરતા અર્થતંત્રને પાછું પાટા પર લાવનારું બની રહેવું જોઈએ જીએસટી કલેક્સનજાન્યુઆરી ૨૦૨૦ માં વિક્રમ જનક રીતે ૧.૧૦ લાખ કરોડ અને ડિસેમ્બર ૨૦૨૧ માં ૧.૧૫ લાખ કરોડ નોંધાયું હતું જે કોરોના કાલની કટોકટી બાદ અંધારી રાત પછી ઉગનાર આ સૂર્યની પ્રથમ કિરણ જેવું આશાવાદી બની રહ્યું છે નાણા મંત્રાલય ભલે ખોટની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય પરંતુ આગામી નાણાકીય વર્ષના પ્રારંભથી ઉદ્યોગમાં રોકાણ નો નવો રાઉન્ડ શરૂ થશે નાણા પ્રધાન નિર્મલા સીતારમન વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોઈએ કલ્પના પણ નહીં હોય તેવું બજેટ આપવામાં આવશે અને આ બજેટ ગેમ ચેન્જર બની રહેનાર હોવાનું વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી નુંમાન ધરાવતા ભારતનું અર્થતંત્ર પાંચ મિલિયન અમેરિકન ડોલર સુધી લઇ જવાનો જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તેને આજ નું બજેટ અંધારા કાળ પછી દિવસ પ્રકાશકરનારો પ્રથમ દિવસનો સૂર્યોદય કરાવનારું બની રહે તેવું ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે નિર્મલા સીતારમન નું નાણામંત્રાલય સંપૂર્ણપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રોગ્રેસિવ ઇન્ડિયા ની પરિકલ્પના ઓ પૂરી કરનારું બની રહેવાનું છે તેવો વિશ્વાસ સમગ્ર દેશના તમામ વર્ગના લોકો કરી રહ્યા છે હેઠળ આજના બજેટ દેશના અર્થતંત્રના નિર્માતાઓની ની કસોટી બની રહેશે સામાન્ય નાગરિકો થી લઈ ઉદ્યોગ જગતને નાણા મંત્રી પાસેથી ખૂબ જ મોટી અપેક્ષા છે ત્યારે બજેટમાં ખેડૂતોની નારાજગી દૂર કરવા તથા આવક વધારવાની દિશામાં પણ પગલાં ભરવામાં આવશે કેટલાક સ્લેબમાં ટેક્સમાં રાહત આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો અને કૃષિ નિકાસ વૈકલ્પિક ખેતી પર બજેટમાં ભાર મુકાવા નું નિશ્ચિતપણે માનવામાં આવી છે આજના બજેટમાં જાહેર આરોગ્ય માટેના ખર્ચમાં વધારો કરવાનું પણ ગુજરાતી માનવામાં આવી રહ્યું છે એક-બે ૨૦૨૧ની આજની તારીખ સમગ્ર દેશ માટે આજે પહેલી તારીખ એની જેમ આશા અપેક્ષા અને જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા વધારી બની રહે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત