વિશ્વમાં એક લાખથી વધુ ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારો છે: 2007થી વર્લ્ડ રેન્જર ડે ઉજવાય છે
વિશ્વનું સૌથી જુનુ રાષ્ટ્રીય ઉદ્યાન ‘યલો સ્ટોન નેશનલ પાર્ક’ અમેરિકામાં આવેલું છે
પૃથ્વીના સાંસ્કૃતિક અને કુદરતી ખજાનાના રક્ષણ માટે ‘રેન્જર’ની ભૂમિકા મહત્વની છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ રેન્જર ડે ઉજવાય રહ્યો છે, ત્યારે પ્રાણીઓ અને પર્યાવરણના રક્ષણ કરતા રેન્જરનું વિશેષ મહત્વ છે. વિશ્વમાં એક લાખથી વધુ ઉદ્યાનો અને સંરક્ષિત વિસ્તારો આવેલા છે. 2007થી વર્લ્ડ રેન્જર દિવસ ઉજવાય રહ્યો છે. સમગ્ર વિશ્વમાં અમેરીકામાં આવેલ યલો સ્ટોન નેશનલ પાર્ક સૌથી પ્રાચિન છે.
વન-પ્રાણી અભ્યારણના રેન્જરો પ્રાણીઓની જાળવણી અને તેના કુદરતી વાતાવરણને અકબંધ રાખવા સક્રિય કામગીરી કરતાં હોય છે. દરેક પ્રાણીની દિનચર્યા સાથે તેની તંદુરસ્તીનો ખ્યાલ પણ રેન્જરને હોય છે. 1778માં મોંગોલિયન સરકાર દ્વારા સ્થપાયેલ બોગડ ખાન ઉસ પર્વતની આસપાસનો વિસ્તાર વિશ્વનો સૌથી જૂનો આરક્ષિત વિસ્તાર છે. રેન્જર તેની ફરજમાં ઘાયલ પ્રાણીઓની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.