અબતક, રાજકોટ
સુગના મૂંડા અને કરમી હાતૂના પુત્ર વિરસા મૂંડાનો જન્મ 1પમી નવેમ્બરના દિને ઝારખંડ રાજયમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઈબાસા ઈંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હંમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગે્રજોથી મુકિત મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યુ.
બિરસાના શાળાજીવન દરમ્યાન જ મુંડા જ્ઞાતિના સરદારોનું આંદોલન આગળ વધી રહ્યું હતું.
મહાત્મા ગાંધી દ્વારા સત્યાગ્રહ અને અહિંસાના પ્રયોગ પહેલાં જ કુંદરતના ખોળે ઉછળેલા સીધા સાદા આદિવાસીઓએ જમીનદારો અને અંગ્રેજોની દમનનીતિથી પોતાના પ્રદેશને બચાવ્યા. માટે અહિંસક દેખાવો શરૂ કર્યા અને અવાજ ઉઠાવ્યો હતો. બિરસાએ જૂના ધાર્મિક મૂલ્યોને પુન: જીવીત કરીને પૂર્વજોના ગૌરવશાળી ભૂતકાળ અને તેની વીરતા ભરેલી વાર્તાઓ કહેતા રહિને બધાના હ્રદયમાં દેશભકિતની ભાવના પ્રગટ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટેનું મહત્વનું યોગદાન આપ્યું હતું.1894નાં વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. વિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓકટોબર 1, 1894ના દિને નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગે્રજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. 189પના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. 1897નાં વર્ષથી 1900ના 3વર્ષના સમયગાળા દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઈઓ વચ્ચે લડાઈ થતી રહી અને વિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગષ્ટ 1897ના સમયમાં વિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજજ થઈ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ, જેમાં તો અંગ્રેજ સેના હારી ગઈ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઈ. જાન્યુઆરી 1900 ડોમવાડીનાં ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો. જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર વિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ વિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઈ હતી એના કારણે અંતે વિરસાએ ફેબુ્રઆરી 3, 1900ના ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.વિરસા મૂંડાએ જૂન 9, 1900ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં વિરસા મૂંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા (ઠફિ ભિુ) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી વિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. વિરસા મૂંડાની સ્મૃતિમાં ભારત દેશના ટપાલ ખાતા તરફથી પણ નવેમ્બર 1પ,1988ના દિને 3.પપ સે.મી. લંબાઈ તેમ જ ર.પ સે.મી. પહોળાઈ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.