પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. તેઓ આજરોજ યશસ્વી જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. તેઓના મોટા ભાઈ જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. નીતિનભાઈ ભારદ્વાજ હાલ સુરેન્દ્રનગરના પ્રભારી અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
નીતિનભાઈ ભારદ્વાજ ભાજપના સીનીયર કોર્પોરેટર છે. ભૂતકાળમાં બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે રહી ચૂક્યા છે. જુદા જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ અનેક વખત ચૂંટણી નિરીક્ષક તરીકે સુપેરે કામગીરી નિભાવી છે. જેઓ સંગઠન અને વહીવટ બન્ને ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. સંગઠનને હંમેશા મજબૂત બનાવવા તેઓ જોરશોરથી કામગીરી કરે છે. સ્થાનિક રાજકારણની પીચ પર વર્ષોથી અણનમ રહ્યાં છે. સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે તેઓએ ઉત્તમ કામગીરી કરી અને ભાજપને આ બેઠક પર વિજય અપનાવવા બહુમુલ્ય યોગદાન આપેલ. મહારાષ્ટ્રના પુનામાં પણ તેઓને ૧૧ વોર્ડની જવાબદારી સોંપાઈ હતી જે તેઓએ સુંદર રીતે બજાવી હતી. હાલ નીતિનભાઈ ચેન્નઈ છે.
નીતિનભાઈ ભારદ્વાજને આજરોજ તેમના જન્મદિને રાજકીય, સામાજીક, શૈક્ષણિક, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, પક્ષના આગેવાનો, કાર્યકરો, મિત્રો, શુભેચ્છકો તરફથી મોબાઈલ નં.૯૮૨૪૦ ૪૩૦૪૩ પર શુભેચ્છાઓ મળી રહી છે. ‘અબતક’ પરિવારે નીતિનભાઈને જન્મદિવસની શુભકામના પાઠવી છે.