રાજકોટમાં સેવા પ્રવૃત્તિ થકી આકાશી ઉંચાઈને આંબનારી સરગમ કલબના સુકાની ગુણવંતભાઈ ડેલાવાળાનો આજે જન્મદિવસ છે. તા.13-9-1954ના રોજ જન્મેલા ગુણવંતભાઈ જીવનના 68 વર્ષ પૂર્ણ કરી 69મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સરગમ કલબના પ્રમુખ પદે રહીને તેમણે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. 40 વર્ષમાં સરગમના નેજા હેઠળ જુદીજુદી 51 જેટલી સેવાકીય પ્રવૃતિ હાથ ધરીને તેમણે રેકોર્ડ સ્થાપ્યો છે.
સરગમ પરિવાર 20 હજારથી વધુ મેમ્બર ધરાવે છે. ગુણવંતભાઇ ડેલાવાળાએ સેવાના અનેક ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને સરગમ કલબના જુદાજુદા 51 પ્રકલ્પોના માધ્યમી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહયા છે. કોરોના કાળમાં પણ તેઓએ ઘણી સેવા કરી છે. ગુણવંતભાઈ દ્વારા હેમુગઢવી નાટગૃહ, મુકિતધામ, ઇન્ડોર સ્ટેડિયમ, ઇવનિંગ પોસ્ટ, 6 આરોગ્ય સંકુલના સંચાલન ઉપરાંત જેન્ટસ, લેડીઝ, બાળકો અને સિનિયર સીટીઝન માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે. તેમની આ સેવા પ્રવૃતિનો દર વર્ષે લાખો લોકો લાભ લઇ રહયા છે. તેમની સેવાની નોંધ રેકોર્ડ બુકમાં પણ લેવામાં આવી છે.
તેઓ 57 વર્ષથી આર.એસ.એસ.ના સ્વયંસેવક છે અને 47 વર્ષી જનસઘં તથા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. તેઓ રૂડા ચેરમેન, ભાજપની કારોબારીના આમંત્રિત સભ્ય, વિજય કોમર્શીયલ બેન્કના ડાયરેકટર તેમજ ગુજરાત અર્બન લાઈવલીહત્પડ મિશનના ડાયરેકટર ઉપરાંત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય હેઠળના કોર્પોરેશનમાં ડાયરેકટર જેવા હોદ્દાઓ ભોગવી ચૂકયા છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવ સમાજમાં આગળ પડતું નામ ધરાવતા ગુણવંતભાઈ ડેલાવાળા 25 વર્ષથી વિજય કોમર્શિયલ બેંકમાં ડાયરેકટર તરીકે પણ સેવા આપે છે.
ગુજરાત ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખ પણ છે. . રાજકોટ મેટલ મર્ચન એસોસીએશન ઉપરાંત સમસ્ત ગુજરાત કંસારા સમાજના માજી પ્રમુખ તેમજ શહેરની અનેક જાણીતી સંસ્થાઓ, સંગઠનો સાથે સક્રિય પણે જોડાયેલા ગુણવંતભાઈ ડેલાવાળા તેમના બહોળા મિત્ર વર્તુળ અને સંપર્ક સેતુ માટે જાણીતા છે. આ ઉપરાંત તંત્રીઓ અને ધર્મગુરૂઓ સો સાથે પણ આત્મીયતા ધરાવે છે. તેમણે 50થી વધુ દેશોના વિદેશ પ્રવાસ કર્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે અનેક લોકોએ શુભકામના પાઠવી છે. તેમનો મો.નં 98240 40889 છે.