અબતક-રાજકોટ
સત્ય, પ્રેમ અને કરૂણાના હિમાયતી અને દેશ-વિદેશ આભ અને સાગર મધ્યે રામકથા દ્વારા માનવ, પશુ, પક્ષી તેમજ જળચર જીવો ઉપરાંત સમગ્ર વિશ્ર્વનું નિરંતર કલ્યાણ ઇચ્છતા પૂ.મોરારીબાપુનો આજે જન્મદિવસ છે.ભાવેણાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે પૂ.મોરારીબાપુનો જન્મ થયો હતો. મહાશિવરાત્રિ પર્વે વર્ષોથી પૂ.મોરારીબાપુ, જુનાગઢ ખાતે યોજાતા ભવનાથના મેળામાં અચૂક હાજર રહે છે.હિન્દુ ધર્મમાં તીથીનું અનેરૂ મહત્વ છે.
જેની આપણા ધાર્મિક ગ્રંથો પણ સાક્ષી પુરે છે. અગાઉ અવતારી પુરૂષો, ઋષિ મુનિઓના જન્મદિવસ તીથી મુજબ ઉજવવામાં આવતા હતા. જો કે, વર્તમાન સમયમાં મોટાભાગે તારીખ મુજબ જન્મ દિવસ ઉજવવાનો જાણે કે રીવાજ બન્યો હોય તેવું લાગ્યા વિના રહે નહીં. સત્ય, પ્રેમ અને કરૂણાની વિશ્ર્વમાં રામકથાના માધ્યમથી જ્યોત પ્રગટાવી લોકોને સતમાર્ગે દોરનાર અને લોકોના પ્રેરણા મૂર્તિ પૂ.બાપુએ તિથી અનુસાર પોતાનો જન્મદિવસ. મહાશિવરાત્રિએ થયો હોવાનું જણાવતા ખૂબ જ હર્ષ અનુભવે છે.
1946ના 25 સપ્ટેમ્બર એટલે કે વિક્રમ સંવત 2003ને મહાશિવરાત્રિએ રામચરિત માનસના રશજ્ઞ પૂ.મોરારીબાપુનો જન્મ થયો હતો. તેઓ મહાશિવરાત્રિ પર્વે જન્મદિવસ મનાવે છે. આજે મહાશિવરાત્રિ નિમિતે તિથી મુજબ પૂ.બાપુએ તેમના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી 77માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.પૂ.મોરારીબાપુએ અત્યાર સુધીમાં 892 રામકથા કરી જીવમાત્રના કલ્યાણની કામના કરી છે.