• 80થી વધુ નિરાધાર બાળકોને પ્રધાનમંત્રી વીમા કવચમાં આવરી લેવાયા, એટલું જ નહીં પ્રીમિયમની રકમ ભરવાની જવાબદારી પણ મયુરધ્વજસિંહ જાડેજાએ સ્વીકારી !!!

હરીફાઈના યુગમાં આજે દરેક લોકો આર્થિક મુદ્દાને જ ધ્યાને લેતા હોય છે એટલું જ નહીં સમાજ સેવા નો પર્યાય તેમના માટે જાણે ગૌણ બની જતો હોય છે. ત્યારે રાજકોટના યુવા ઉદ્યોગપતિ મયુરધ્વજ સિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે તેઓએ 36 વર્ષ પૂર્ણ કરી 37 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ સફળ ઉદ્યોગપતિ તો છે જ પરંતુ તેની સાથે તેઓ સમાજ સેવાના પર્યાય પણ છે.

તેમની સેવાભાવી કામગીરીના કારણે અનેક લોકોને નવું જીવન પણ મળ્યું છે. ’પર-સેવા’ માટે ’પરસેવો’ પાડવો એ જ મયુરધ્વજસિંહ જાડેજાનું તપ છે. તેઓ રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સહિતના અનેક સફળ વ્યવસાય ચલાવી રહ્યા છે અને દેશ વિદેશમાં રાજકોટનું નામ પણ રોશન કરી રહ્યા છે.

મયુરધ્વજસિંહ જાડેજાએ પોતાના લગ્ન પણ સમુહ લગ્નમાં કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે : 60 થી વધુ દીકરીઓના સમૂહ લગ્નનો અનેરો અવસર પણ હર્ષભેર પૂર્ણ કર્યો

IMG 20221126 WA0004

મયુરધ્વજ સિંહ જાડેજાએ જેએમજે ગ્રુપની શરૂઆત કરી હતી. તેને રાષ્ટ્રીય ફલક ઉપર પણ વેગવંતુ બનાવ્યું છે. મયુરધ્વજસિંહનું માનવું છે કે માત્ર આર્થિક ઉન્નતિ જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ તેમની અગ્ર ફરજ છે જેના માટે તેમના દ્વારા અનેકવિધ સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમની આ છબી લોકોના માનસપટ ઉપર ખૂબ સારી રીતે ચરિતાર્થ થઈ છે અને તેમને અનેકવિધ લોકો અને સાધુ સંતો પાસેથી આશીર્વાદ પણ મળી રહ્યા છે.

મયુરધ્વજસિંહ જાડેજાએ એમના જન્મદિવસે અનેકવિધ પ્રકલ્પો અને સંકલ્પો લીધેલા છે જેને તેઓ આવનારા સમયમાં પૂર્ણ કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

મયુરધ્વજસિંહ જાડેજાએ 60થી વધુ દીકરીઓના સમૂહ લગ્નનનો અનેરો અવસર હર્ષભેર પૂર્ણ કર્યો છે એટલું જ નહીં તેઓએ પણ તેમના લગ્ન સમૂહમાં કરીને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીજી તરફ કોરોનાના કપરા સમયમાં 81 નિરાધાર બાળકોને પ્રધાનમંત્રી વીમા કવચમાં આવરી લઈ તેની પ્રીમિયમની રકમની ભરપાઈ ની જવાબદારી પણ તેઓએ પોતાના શિરે લીધેલી છે. તો સાત દેશના અર્થ વ્યવસ્થા ને ઝડપભેર વિકસિત બનાવવા માટે પણ તેઓએ અનેકવિધ નેમ લઈ તે દિશામાં કાર્યો હાથ ધર્યા છે જેમાં વડાપ્રધાન મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે તેઓએ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં પોતાના વ્યવસાય શરૂ કર્યા છે અને રોજગારીની તકો પણ ઉભી કરી છે.

મયુરધ્વજસિંહ જાડેજાએ સ્વીકાર્યું છે કે તેમની સફળતાનું મુખ્ય કારણ તેમનું પરિશ્રમ છે અને તે સફળતાનું પર્યાય પણ છે.

સાથોસાથ તેઓ જે કાર્યો કરે તેનો પ્રચાર પ્રસાર નહીં પરંતુ યોગ્ય અતિ સુધી તેમની સેવા પહોંચે એ જ તેમનું લક્ષ્ય છે. કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર પાંચ દીકરીઓના શિક્ષણનો ખર્ચ પણ તેઓએ ઉઠાવી ભગીરથ કાર્ય કર્યું છે અને આ અંગેનો નિર્ણય તેઓએ તેમના પુત્રીના જે પ્રથમ જન્મદિવસે જ લીધો હતો. મયુરધ્વજસિંહ જાડેજા તેમના સફળ વ્યવસાય ચલાવવાની સાથોસાથ અંધઅપંગ લોકોની મદદ ગરીબ વિદ્યાર્થીઓની ફી માફી સહિતના અનેક સેવાકાર્યો કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદીના ઘરના ઘરનું સ્વપ્નને સાકર કરવા માટે પણ તેઓએ રાજકોટ સહિત અનેક શહેરોમાં રેસીડેન્સીયલ પ્રોજેક્ટને પણ અમલી બનાવ્યા છે માત્ર આવાસ જ નહીં પરંતુ કાલના સમયની માંગને ધ્યાને લઈ તેવો તેમના પ્રોજેક્ટને સાર્થક બનાવે છે.

સરકાર લોજિસ્ટિક ક્ષેત્રને પણ વિકસિત કરવા માટેના અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે જેમાં મયુરધ્વજસિંહ જાડેજાએ પણ ઝંપલાવી સરકારની આ યોજનાને યોગ્ય અમલી બનાવવા માટેનો સંકલ્પ પણ લીધો છે.

માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ મયુરધ્વજસિંહ જાડેજાએ મુંબઈના પનવેલ ખાતે પણ સેવાકીય કાર્યો કર્યા છે જેમાં તેઓએ જરૂરિયાતવાળા લોકો માટે રહેઠાણ આવાસ નું કામ પણ શરૂ કર્યું છે બીજી તરફ ઉર્જા ક્ષેત્રે પણ જેએમજે ગ્રુપે સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે આજના સમયમાં ઊર્જાની જે તાથી જરૂરિયાત ઊભી થઈ છે તેને પહોંચી વળવા માટે જેમ જે ગ્રુપ અને મયુર ધ્વજ સિંહ જાડેજા કટિબંધ બન્યા છે. સૌર ઊર્જા દ્વારા પાવર ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય જેમ જે ગ્રુપે કરી બતાવ્યું છે એટલું જ નહીં તેઓએ ભીવંડીમાં 12.5 મેગા વોટ નો સોલાર પાવર પ્લાન્ટ પણ સ્થાપ્યો છે.

તમામ કાર્યો કરવા પાછળ વ્યવસાયની સાથે સમાજ સેવાનું કાર્ય પણ જોડાયેલું છે.

મયુરધ્વજસિંહ જાડેજા સફળતાના સર્વોચ્ચ શિખર સર કરે તે માટે અબતક પરિવાર તેઓને શુભેચ્છા પાઠવી રહ્યુ છે અને તેઓના જન્મદિવસ નિમિતે તેમના મો. નં 9537900077 પર શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.