રાજકોટમાં ત્રણ વખત ડીસીપી તરીકે ફરજ બજાવનાર એ.કે.શર્માએ સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર તરીકે મહત્વની ફરજ બજાવી
અબતક,રાજકોટ
સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર પદે ફરજ બચાવી ચુકેલા અને ગુજરાત કેટરના નિવૃત આઇપીએસ અરૂણકુમાર શર્માનો આજે જન્મ દિવસ છે. મુળ બિહારના વતની એ.કે. શર્મા તા.5-1-1961 રોજ જન્મ થયો હતો. તેઓ જીવનના 61 વર્ષ પુરા કરી 62માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
ઝાંબાજ આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્માએ કારર્કીદીની શરૂઆત ગોંડલ એએસપી તરીકે શરૂ કર્યા બાદ રાજકોટમાં ત્રણ વખત ડીસીપી તરીકે, જામનગર અને વલસાડમાં ડીએસપી તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓને ડીઆઇજી તરીકે પ્રમોશન મળતા સીઆઇડી આઇબીમાં નિમણુંક આપવામાં આવી હતી એ.કે.શર્માએ ગાંધીનગર રેન્જ આઇજી તરીકે પસંશનીય ફરજ બજાવી હતી.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે પણ એ.કે.શર્માએ સારી કામગીરી કરી હોવાથી તેઓ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુડ બુક સ્થાન મેળવનાર આઇપીએસ અરૂણકુમાર શર્મા રાજકોટમાં નાયબ પોલીસ કમિશનર તરીકે પસંશનીય ફરજ બજાવી લોકપ્રિય બન્યા હતા. ભાસ્કર અપહરણકાંડમાં ભરૂચના વાલીયા ખાતેથી ઓપરેશન કરી પરેશ શાહને મુક્ત કરાવ્યા હતો. રાજકોટમાં ફરજ દરમિયાન ખુખાર અપરાધીઓ એ.કે.શર્માના નામથી ફફડાટ મચી ગયો હતો. રાજકોટ ઉપરાંત મહેસાણા અને જામનગર ખાતે પણ એ.કે.શર્માએ એસપી તરીકે પંસશનીય કામગીરી કરી લોકપ્રિય અધિકારી બન્યા હતા.
ગાંધીનગર રેન્જ આઇજી, સીઆઇડી આઇબી અને અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકેલા અરૂણકુમાર શર્માએ ચકચારી સોરાબુદીન કેસની કુન્હે પુર્વક તપાસ કરી હતી. સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન કરનાર અરૂણકુમાર શર્માની કામગીરીની સરકાર દ્વારા કદર કરી તેમને રાષ્ટ્રપતિ ચંદ્રકથી એનાયત કરવામાં આવ્યો હતો. અરૂણકુમાર શર્માના જન્મ દિવસે ‘અબતક’ પરિવાર દ્વારા લાખ લાખ શુભેચ્છા પાઠવવામાં આવી છે. ફરજ નિષ્ઠ આઇપીએસ અધિકાર અરૂણકુમાર શર્મા ‘અબતક’ પરિવાર સાથે પારિવારીક સંબંધ ધરાવે છે. તેઓએ ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકત લીધી હતી. ત્યારે રાજકોટનો કાર્યકાર વાગોળ્યો હતો.
ગોંડલથી કારર્કીદીનો પ્રારંભ કરનાર અરૂણકુમાર શર્મા કેન્દ્રની મહત્વની એજન્સી ગણાતી સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર જેવા મહત્વના સ્થાન સુધી પહોચી પંસશનીય કામગીરી બચાવી તા.30 જાન્યુઆરી 2021ના રોજ વય મર્યાદાના કારણે તેઓ નિવૃત થયા હતા. પોલીસ ડીપાર્ટમેન્ટમાં વિવિધ સ્થાન પર મહત્વની ફરજો બજાવી પોલીસ સ્ટાફનું મોરલ ઉચુ લાવવાની સાથે સરકારની ગુડ બુકમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠ તરીકેની છાપ ધરાવતા હતા.