સંવત 1540 મે શ્રાવણ માસ સુધાર, નગર રચ્યો રાવળ નૃપત સુદ સાતમ બુધવાર
રંગમતી-નાગમતી નદીના કિનારે જામ રાવળે નવાનગર ગામ વસાવેલ: બાંધણી, બ્રાસ સહિતના ઉદ્યોગથી જામનગરનું આજે વિશ્ર્વફલક પર પહોંચ્યું
સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ગણાતું જામનગર આજે 484માં વર્ષમાં પ્રવેશ્યું છે. રંગમતી-નાગમતી નદીના કિનારે જામ રાવળે જે-તે સમયે નવાનગર ગામ વસાવ્યું હતું. રાજાશાહી વખતે જામ રણજીતસિંહજી દ્વારા નગરનું આધુનિકીકરણ કરાયું હતું.
483 વર્ષ પહેલા વિક્રમ સંવત 1596 (ઇ.સ.1540)ના શ્રાવણ સુદ સાતમના રંગમતી અને નાગમતી નદીના કિનારે જામ રાવળે નવાનગર (જામનગર) ગામ વસાવ્યું હતું. તેમણે નગરની સ્થાપના કરી હોવાથી અને જામરાજાઓની સળંગ ચાલી આવતી પરંપરાગત ગાદીના કારણે જામનું નગર ‘જામનગર’ નામથી પ્રચલિત થયું હતું.
જામનગર નવાનગર રજવાડાં રાજ્ય (સ્ટેટ) હતું. જામ રણજીતસિંહજી દ્વારા નગરનું આધુનીકીકરણ કરાયું હતું. આજે જામનગરનો 484મો સ્થાપના દિવસ હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢ પાસે આવેલી સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. તળાવની પાળ અને લાલબંગલા સર્કલ ખાતે જુદી-જુદી પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવેલ.
જામનગરને મળેલી અનમોલ ભેટ અને સાંસ્કૃત્તિક વારસો
1. સોલેરિયમ : સૂર્યના કિરણો દ્વારા ચામડીના રોગની સારવાર માટે જામ રણજીતસિંહજીએ બનાવ્યું હતું. જે બંધ હાલતમાં છે.
2. લાખોટા તળાવ : જામનગરમાં રાજવીએ દુષ્કાળ પીડીત લોકોને રોજી રોટી આપવા લાખોટા તળાવનું નિર્માણ કર્યું હતું.
3. ભૂજિયો કોઠો : દુશ્મનો નગરમાં ઘૂસી ન આવે તે માટે ભુજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ કોઠાનું નવીનીકરણ ચાલી રહ્યું છે.
4. રણજીતસાગર ડેમ : રણજીતસાગર ડેમમાંથી આજે પણ પાઇપલાઇન વગર ગ્રેવીટીથી પાણી આવે છે.
5. રોઝીબંદર : આફ્રીકાથી સ્ટીમર અને કચ્છ-કંડલા ફેરીમાં મોટી સંખ્યામાં મુસાફરી કરતા ત્યાં રોઝીબંદર અને લાઇટ હાઉસ બનાવાયું હતું.
જામનગરની ઝાંખી
કચ્છથી આવેલ જામ રાવળે 1535માં બેડ, ખંભાળિયા અને નવાનગર
– જામ રાવળ – ઇ.સ.1540 થી 1562
– જામ વિભોજી – 1 ઇ.સ.1562 થી 1569
– જામ સતાજી – 1 ઇ.સ.1569 થી 1608 (ભૂચર મોરી)
– જામ જસાજી – 1 ઇ.સ.1608 થી 1624
– જામ લાખાજી – 1 ઇ.સ.1624 થી 1645 (આઝમખાનનું આક્રમણ)
– જામ રણમલજી – 1 ઇ.સ.1645 થી 1661
– જામ રાયસિંહ – 1 ઇ.સ.1661 થી 1664 (શેખપાટ પાસે યુદ્વમાં હાર)
– મુસ્લિમ શાસન – ઇ.સ.1664 થી 1673 (તમાચી અને કુલોજીનો હુમલો)
– જામ તમાચી – 1 ઇ.સ.1673 થી 1690
– જામ લાખાજી – 2 ઇ.સ.1690 થી 1709ુ
– જામ રાયસિંહ – 2 ઇ.સ.1709 થી 1718 (ભોગવીલાસી રાજા)
– જામ હરઘોળજી – ઇ.સ.1718 થી 1727
– જામ તમાચી – 2 ઇ.સ.1727 થી 1748
– જામ લાખાજી – 3 ઇ.સ.1748 થી 1768 (નિ:સંતાન રાજા)
– જામ જસાજી-2 ઇ.સ.1768થી 1814 (રાણીનો ખવાસભાઇ સત્તા સંભાળતો)
– જામ સતાજી – 2 ઇ.સ. 1814 થી 1820 (નિ:સંતાન રાજા)
– જામ રણમલજી-2 ઇ.સ.1820 થી 1852 (લાખોટા તળાવ)
– જામ વિભોજી-2 ઇ.સ.1892 થી 1895 (24 રાણીઓ)
– અંગ્રેજ શાસન – ઇ.સ.1895 થી 1903 (પી.કેનેડી)
– જામ જશવંતસિંહજી ઇ.સ.1903 થી 1906 (વિભાજીની મુસ્લિમ રાણીનો પુત્ર)
– જામ રણજીતસિંહજી – ઇ.સ.1909 થી 1933 (જશવંતસિંહના દત્તક પુત્ર)
– (બેડી બંદર, ઇરવિન હોસ્પિટલ) (અપરિણીત રાજા)
– જામ દિગ્વીજયસિંહજી ઇ.સ.1933 થી 1947
(રણજીતસિંહજીના ભાઇ જુવાનસિંહના પુત્ર)
(સિક્કા સિમેન્ટ ફેક્ટરી, રણજીતસાગર ડેમ, વુલન મિલ)
– જામ શત્રુશલ્યસિંહજી
– (યદુપ્રકાશ વંશ ગ્રંથ)