રાજકોટ મહાનગરપાલીકાની સ્ટેન્ડિગ કમિટીના પૂર્વ ચેરમેન, રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. રાજકીય કોઠાસુઝ અને કુશળ સંગઠનકર્તા તરીકે જાણીતા નીતિનભાઈને એકે હજારાનું બિરૂદ આપવામાં આવ્યું છે. સંગઠનથી લઈ સરકાર સુધીમાં તેમના નામનો સિકકો પડે છે.
રાજકીય અને સેવાના સંસ્કારો તેઓને ગળથુંથીમા મળ્યા છે. નાની ઉંમરે તેઓ ભાજપના રંગે રંગાયા છે. છેલ્લી ચાર ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે તોતીંગ લીડ સાથે ચૂંટાય રહ્યા છે.
બે વખત તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકયા છે. રાજકોટના વિકાસને વેગ આપવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે. વાદ નહી, વિવાદ નહી વિકાસ સિવાય બીજી કોઈ વાત નહી તેઓ તે સુત્રને વળગી રહ્યા છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકેના તેઓના કાર્યકાળમાં પણ તેઓએ સંગઠનને મજબૂત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી. પક્ષે જે જવાબદારી સૌથી નીતિનભાઈએ એક કાર્યકર તરીકે તેને સદાશિરો માન્ય ગણી છે.
જૂનાગઢ મહાનગરપાલીકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે તેઓનો સિંહ ફશળો રહ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓને ૧૧ બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. જે બખુબી નિભાવી હતી. સંગઠન અને સરકારમાં તેઓ જોરદાર પકડ ધરાવે છે.
આજે જન્મ દિવસ નિમિતે તેઓના મોબાઈલ નં. ૯૮૨૪૦ ૪૩૦૪૩ ઉપર અનરાધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. નીતીનભાઈ ભારદ્વાજ સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે.