આર્ય સમાજના સંસ્થાપક, પ્રખર સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજે જન્મજયંતી છે તેઓનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના ટંકારામાં થયો હતો. નારીવાદી વિચારોથી સમૃદ્ધ દયાનંદ સરસ્વતીજી મહાનચિંતક, સમાજ-સુધારક અને દેશભકત હતા. તેઓએ સમાજમાંથી બાળ વિવાહ, સતિપ્રથા વગેરે જેવા કુરિવાજોને દૂર કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો. એટલું જ નહીં ઇ.સ. ૧૮૭૬માં તેઓએ ‘સ્વરાજ’ માટે ભારત માટે ‘ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ’ અભિયાન શરૂ કર્યુ હતું. જેને બાદમાં લોકમાન્યતિલક દ્વારા ચલાવવામાં આવ્યુ હતું. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોનેજ સર્વોચ્ચ માન્યુ હતું. આ સાથે વેદોનું પ્રમાણ આપવા સાથે સમાજમાં પ્રવતેલા અનેક કુરીતિઓનો વિરોધ કરીને સમાજને સમર્થ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.
સ્વામી દયાનંદ સરસ્વતીના અનમોલ વિચાર
- નુકસાનને પહોંચી વળવા સૌથી વધારે જરૂરીએ છે કે તેમાંથી મળતા સબકને ભૂલવો ન જોઇએ, અને એ જ માણસને યર્થાથપણે વિજેતા બનાવે છે.
- વ્યક્તિને આપવામાં આવેલુ સૌથી મોટું સંગીતયંત્ર અવાજ છે.
- કોઇપણ મૂલ્યવાન વસ્તુ ત્યારે જ મૂલ્યવાન છે જયારે એ મુલ્યનું મૂલ્ય સ્વયં માટે પણ મૂલ્યવાન હોય.
- તમે અન્યોને બદલવા માંગો છો કારણ કે તમે આઝાદ રહી શકો પરંતુ આ નિયમ કયારેય એ રીતે કામ નથી કરતો. અન્યોને સ્વીકાર કરવાથી જ આપણે મુકત રહી શકીએ છીએ.
- ગીત વ્યક્તિના મર્મનું આહવાન કરવામાં મદદ કરે છે અને ગીત વિના મર્મને સ્પર્શધો મુશ્કેલ છે.
- જો તમારા પર હમેશા આંગળી ચીંધવામાં આવે તો આપ ભાવનાત્મક રીતે વધુ સમય સુધી ટકી શકો તેમ નથી.
- પ્રાર્થનાનું દરેક સ્વરૂપ પ્રભાવી છે. કારણ કે આ એક ક્રિયા છે તેથી તેનું પરિણામ અવશ્ય મળે જ છે. આ બ્રહ્માંડનો નિયમ છે. જેમાં આપણે ખુદ સામેલ જ છીએ.
- જે હમેશા સત્ય બોલે છે. તે જ સજજન અને બુધ્ધિમાન છે. ધર્મ અનુસાર કામ કરે છે. અને અન્યોને ઉતમ અને પ્રસન્ન બનાવવાનો પ્રયાસ કરે છે.
- વર્તમાન જીવનનું કાર્ય અંધ વિશ્ર્વાસ પર સંપૂર્ણ વિશ્ર્વાસથી વધારે મહત્વપૂર્ણ છે.
- ધન એક વસ્તુ છે જે ઇમાનદારી અને ન્યાયથી કમાવુ જોઇએ.