કોઈ પણ ધર્મની આગવી ઓળખ તેના ભગવાન અથવા તો તેના સાધુ-સંતો હોય છે. સાધુ સંતો દ્વારા તેના ધર્મની રક્ષા થતી હોય છે અને ભગવાનની પૂજા પણ તેઓ દ્વારા જ કરવામાં આવે છે ભારત દેશમાં આવા ઘણા બધા સંતો થઈ ગયા કે જેમણે પોતાનું જીવન ધર્મને સમર્પિત કરી દીધું હોય જેમણે મોહમાયાનો ત્યાગ કરી દીધો હોય તેમના એક સંત હતા આપણા પૂજ્ય સંત શ્રી’ જલારામ બાપા .’
ગુજરાતનું ગૌરવ એવા આપણા જલારામ બાપાનો જન્મ ઈ. સ 1799માં થયો હતો એટલે કે કાર્તિક સુદ ની સાતમી તારીખે લોહાણા સમાજના ઠક્કર કુટુંબમાં થયો હતો. આવા સંત પુરુષ એ રાજબાઈ માતાની કૂખે જન્મ લીધો હતો અને તેના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. લોકો કહે છે કે જ્યારથી કોઈ વ્યક્તિનું મન વૈરાગ્ય માં અથવા તો પ્રભુ ભક્તિમાં લાગી જાય તેને સંસાર નો કોઇ મોહ રહેતો નથી અને જલારામ બાપાને તો પાંચ વર્ષની ઉંમરે જ રામનું નામનું જપ કરવાની આદત હતી. તેના પિતા વેપારી હતા આથી તેને શિક્ષણ મેળવવું તો આવશ્યક જ હતું પરંતુ તેમણે શિક્ષણ મેળવવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો પરંતુ તેને સાધુ સંતો પ્રત્યે ખૂબ જ લગાવ હતો તે રસ્તામાં કોઈ પણ સાધુ-સંતોને જોવે તો પોતાના ઘરે તેમને જમાડવા લઈ આવતા. આથી કહી શકાય કે તેમના જીવનમાં નાનપણથી જ ભક્તિ ના બીજ રોપાયા હતા.
ઈ. સ ૧૮૧૬માં તેમના લગ્ન વીરબાઈમાં સાથે થયા હતા વીરબાઈમાં ખૂબ જ શાંત અને પ્રેમાળ હતા . તેઓ પણ જલારામબાપા જેવી જ વૃત્તિઓ ધરાવતા હતા તેથી તેમણે સાંસારિક વ્યવહારનું મૂળ છોડીને જલારામ બાપા સાથે ધર્મના કર્યોમાં તેમનો સાથ આપ્યો હતો. લોકો કહે છે કોઈ પણ સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેમ જો જલારામ બાપા સાથે તેની પત્ની ના હોત તો તે આટલા બધા સેવાના કાર્યો કરી શકે નહીં. વીરબાઈમાં જલારામ બાપાની સાથે તેમનો પડછાયો બનીને તેમની સાથે કાર્ય કરતા હતા સેવાની વૃત્તિ બંનેમાં સમાન હતી.
૩૦ વર્ષની વયે જલારામબાપા આયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રામાં ગયા જ્યાં તેઓ તેમની પત્નીને પણ સાથે લઈ ગયા હતા. પછી તેમણે ગુજરાતના એક સંત જેનું નામ ભોજા ભગત હતું તેમના અનુયાયી બન્યા અને તેમની પાસેથી સદાવ્રત નો આશીર્વાદ લીધો. સદાવ્રત એટલે એક એવું વ્રત કે જ્યાં બારેમાસ સાધુ-સંતો અથવા તો સામાન્ય વ્યક્તિઓ ને ભોજન આપવું.
જલારામ બાપા રાજકોટમાં પાસે આવેલા વીરપુર ગામ પાસેથી હતા તેઓ પાસે એક ચમત્કારિક અક્ષય પાત્ર હતું અક્ષયપાત્રના કારણે તેમના પાસે ક્યારેય અન્નની ખોટ પુરાય નથી. જલારામ બાપાનું વર્ચસ્વ જ એવું હતું કે લોકો પોતાના દુઃખ લઈને તેમના પાસે છતાં અને પોતાના દુઃખનો નિરાકરણ મેળવીને જ પાછા આવતા. જલારામ બાપાના ઘરે આવેલો કોઇપણ સાધુ-સંત અથવા તો વ્યક્તિ ક્યારેય ભૂખ્યો જતો નહીં આ કાર્યમાં તેમની પત્નીએ તેમને પુરો સાથ અને સહકાર આપ્યો હતો.
એકવાર એક સંત જલારામ બાપાની રામ ભગવાનની મૂર્તિ દઈ ગયા હતા અને કહ્યું હતું કે થોડાક દિવસ પછી અહીં હનુમાનજી પ્રગટ થશે અને થોડાક દિવસ પછી જમીનમાંથી હનુમાનજીની એક મૂર્તિ નીકળી હતી ત્યારથી જ તેમના ઘરમાં રામ સીતા અને હનુમાનજીની મૂર્તિઓ નું પૂજન કરવામાં આવે છે. એકવાર એક માણસ જલારામ બાપા સાથે પોતાનું દુઃખ લઈને આવ્યો હતો કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે તમે મારા દીકરાને સાજો કરશો તો હું તમારા ઘરમાં ૪૦મણ અનાજનું દાન કરીશ જલારામ બાપાની દાનનો કોઇ મોહ નહોતો પરંતુ તેણે પેલા વ્યક્તિના દીકરાને સાચો કરી દીધો હતો ત્યારથી જ તેઓ જલારામબાપા તરીકે ઓળખાયા હતા અને ત્યારથી જ ગામના લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓનો ઈલાજ લેવા આવતા અને ક્યારેય નિરાશ થઈને જતા નહીં.
આજના સમયમાં લોકો કોઈને એક ટંકનું પણ જમવાનું આપવા તૈયાર નથી જ્યારે ત્યારના સમયમાં જલારામ બાપા લોકોને ભરપેટ જમાડતા હતા અને ભોજન પણ ક્યારેય ખરાબ આપતા ન હતા તેમની નિયત સાફ હતી અને દિલ પ્રેમાળ હતું લોકોને હંમેશા સત્યનો સંદેશો આપનાર જલારામ બાપા 23 ફેબ્રુઆરી 1881 ના રોજ અવસાન પામ્યા હતા.
આજે પણ વીરપુરમાં તેમનું જૂનું ઘર તેમના જૂના ફોટાઓ જે બ્રિટિશરો દ્વારા પાડવામાં આવ્યા હતા અને તેમની સંગ્રહ કરેલી વસ્તુઓ આજે પણ જોવા મળે છે વીરપુરમાં જ્યારે દિવાળી પછીના સાતમો દિવસ આવે ત્યારે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે જલારામ બાપા ની જન્મ જયંતી માં લોકો દેશ વિદેશથી આવે છે અને કઢી ખીચડી અને મીઠાઈનો પ્રસાદ લે છે. અનેક જગ્યાએ જલારામ બાપા ના મંદિરો સ્થાપેલા છે ભારતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જલારામ બાપાના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે જેમ કે પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ અને અમેરિકામાં જલારામ બાપા ના મંદિરો આવેલા છે.
આજે વીરપુરમાં જલારામબાપાની 221મી જન્મજયંતિ છે જેની ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલડિસ્ટન્સનું પાલન થાય તે માટે 400 વીઘા જમીનમાં વિશાળ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં 1000 થી1500 જેટલા ભાવિકો એક સાથે મહાપ્રસાદ લઈ શકશે .