મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી સપનું સાકાર કરવાની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે મોદી અને આબે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન દ્વારા કરશે. સાથે ભારતીય રેલ ના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થશે. પરિણામે દેશમાં અન્યત્ર બુલેટ ટ્રેન શરૂ થવાનો માર્ગ પણ મોકળો બનશે.
રેલમંત્રી, મુખ્યમંત્રી સહિતના સંબંધન કરશે
આ પ્રસંગે કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયેલ, રાજ્યના મુખ્યમંત્રી ત્યાર બાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને અંતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે.
મહાત્મા મંદિર માં એક્ઝિબિશન શિંકનસેન ટેક્નોલોજી દર્શાવાશે
મહાત્મા મંદિરમાં ઇન્ડિયા જાપાન એન્યુઅલ મિટિંગમાં એક્ઝિબિશન યોજવાનું જેમાં જાપાનની બુલેટ ટ્રેન માટેની શિંકનસેન ટેક્નોલોજી દર્શાવાશે. અહીં બુલેટ ટ્રેનનું સિમ્યુલેટર મોડેલ પણ મુકવામાં