આlપણે સૌ એ તો જાણીએ છીએ કે ભારત દેશ ૧૫ ઓગસ્ટના રોજ આઝાદ થયો હતો પરંતુ શું તમે જાણો ભારતનો અભિન્ન હિસ્સો એવા દીવ, દમણ, દાદરા નગર હવેલી અને ગોવા ક્યારે આઝાદ થયા હતા ? તો ચાલો જાણીએ ભારતના કેન્દ્ર સાશિત પ્રદેશોનો ઈતિહાસ:

vlcsnap 2019 08 02 09h56m20s123

ભારત તો આઝાદ થઈ ગયું પરંતુ સ્વતંત્રતા અધિનિયમ 1947 દ્વારા બ્રિટિશરોએ તેમનો કબજો ભારતને સોંપવાની જાહેરાત કરી હતી, પરંતુ તે સમયે ભારતના કેટલાક ભાગો પોર્ટુગલના કબજામાં હતા. આ વિસ્તારો ગોવા, દમણ દીવ, દાદર અને નગર હવેલી હતા. આજે દાદરા નગર હવેલીનો ૬૯મો સ્વતંત્રતા દિવસ છે. ચાલો જાણીએ કે ક્યાં કારણોથી નહોતા થયા ભારત સાથે જ આઝાદ

  • ૧૯૫૪ સુધી પોર્ટુગીઝોએ જમાવ્યું હતું પ્રદેશ પર આધિપત્ય

DADARANAGAR HAVELI

ગુજરાત તેમજ મહારાષ્ટ્ર વચ્ચે ૪૯૧ વર્ગ કિલોમીટરમાં આવેલા દાદરા નગર હવેલીનો ઇતિહાસ દેશથી જુદો છે. આ સંઘ પ્રદેશ દાદરા, નગર અને હવેલી આ નામના ત્રણ અલગ ગામડાઓથી મિશ્રણથી બનેલો પ્રદેશ છે. આ પ્રદેશ પર ૧૮ મી સદી ના વર્ષ ૧૯૫૪ સુધી અંગ્રેજો નહી પણ પોર્ટુગીઝોનું આધિપત્ય હતું ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને આઝાદી મળતા જ પોંડિચેરી, કારગીલ અને ચંદ્રનગરથી ફ્રાન્સિસ ભાગી ગયા હતા. પરંતુ પોર્ટુગીઝોએ દાદરા-નગર હવેલી પર શાસનનો કબજો બરકરાર રાખ્યો હતો. પોર્ટુગીઝ દાદરા નગર હવેલી અને ભારત વર્ષથી અલગ રીયાસત બનાવીને શાસન છોડવા તૈયાર ન હતા.

  • આઝાદી બાદ પણ આ પ્રદેશ હતા પોર્ટુગીઝોના મુખ્ય કેન્દ્ર, ધમધોકાર ચાલતો લાકડાનો કારોબાર

દાદરા નગર હવેલીના દાદરા, નરોલી, સેલવાસ, રખોલી, ખાનવેલ, પોર્ટુગીઝોનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંથી લાકડાનો કારોબાર પહેલાની જેમ ચાલુ રહ્યો હતો. પોર્ટુગીઝ દાનહની જનતા પર ટેક્સ વસૂલવા માટે પહેલાની જેમ દુ:ખી કરી રહ્યા હતા. ભારત આઝાદ થયા પછી જ્યારે દાદરા નગર હવેલી પોર્ટુગીઝ દૂર થવા માટે તૈયાર ન થયા. ત્યારે સ્વતંત્રતા સેનાની નાના સાહેબ કાજરેકરની આગેવાનીમાં મહારાષ્ટ્ર તેમજ આજુબાજુના ગામડાઓમાં આંદોલનકારીઓની ગુપચુપ બેઠક થવા લાગી હતી. પોર્ટુગીઝ સરકાર આંદોલનકારીઓને જેલમાં મુકવા માટે રણનીતિ બનાવી રહી હતી. પરંતુ ક્રાંતિવીરોએ આ વાતની ભનક લાગી ગઈ હતી. જેનાથી તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહીને મુક્તિ માટે યોજનાઓ બનાવવા લાગ્યા હતા.

  • દીવ, દમણ દાદરા નગર હવેલી સહિતના પ્રદેશોને મુક્તિ અપાવવામાં RSSની મહત્વની ભૂમિકા

તે સમયના અગ્રણી સમાજ સેવી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દાદરા નગર હવેલીને પોર્ટુગીઝોથી મુક્ત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. મુક્તિ સંગ્રામનું નેતૃત્વ પ્રદેશના પ્રચારક રાજ ભાઉ બાકણકર અને વાય કે ત્રયંબક માઈણકરને સંભાળ્યું હતું. તેમણે જાન્યુઆરી ૧૯૫૪ માં સમાજસેવી તેમજ સ્વતંત્ર સેનાની વિષ્ણુપંત માઈણકરના ઘર પર પોર્ટુગીઝોને ભગાડવા માટેની યુક્તિ તૈયાર કરી હતી. તે દિવસથી મુક્તિસંગ્રામનો શુભારંભ થયો હતો. આ સંગ્રામ દળને આરએસએસના બાબા રામ ભીંડે પુણેના સંચાલક વિનાયકરાવ તથા આર. એસ. એસ. ના માધવ સદાશિવરાવ ગોલવલકરનો સમર્થન મળી ગયું હતું. આખા અભિયાનનો ઉત્તરદાયિત્વ વડોદરા નિવાસી વિશ્વનાથન રાવને આપવામાં આવ્યું હતું.

સ્વતંત્રતાના મતવાળા સ્વયંસેવકોએ ૩૧ જુલાઈ ૧૯૫૪ના રોજ પૂણેથી દાદરા-નગર હવેલી માટે પ્રસ્થાન કર્યું હતું. સ્વતંત્ર સેનાની બાબા રાઉ આપ્ટે સ્વતંત્રતા સંગ્રામ માટે પલાયન કરી આવેલા સંઘવીરોનો ઉત્સાહ વધાર્યો અને તેમને રાજ ભાઉ બાકણકરના આદેશનું પાલન કરતા રહેવાનું જણાવ્યું હતું. તે દિવસોમાં મોન્સૂન ચરમ પર હતું. મોનસૂનના ભારે વરસાદમાં સ્વયંસેવકોનો મુંબઈથી સેલવાસ તરફ કાફલો વધી રહ્યો હતો. સેનાનીઓનો દળ સૌથી પહેલા વાપી પહોંચ્યો અને ત્યાંથી સંગઠિત થઈને પોર્ટુગીઝો પર હુમલાની યોજના તૈયાર કરી હતી. આ દળમાં શિવશાહીર બાબાસાહેબ પુરંદરે, પુણે વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ ડો શ્રીધર ગુપ્ત બિંદુ માધવ જોશી ઘોસલા મિલિટરિ સ્કૂલના મેજર પ્રભાકર કુલકર્ણી અને શ્રીકૃષ્ણ જેવા પ્રખર ક્રાંતિવીરો પણ સામેલ થઈ ગયા હતા. વાપીથી પ્રસન્ન કરીને શૂરવીર લવાછા ગામમાં પહોંચ્યા હતા. લવાછા રામેશ્વર મંદિરમાં ક્રાંતિવીરોને આક્રમણની યોજના બનાવી હતી. આ યોજનામાં સેનાનીઓએ મુક્તિ માટે ઠોસ કદમ ઉઠાવવા માટે નિર્ણય લીધા હતા.

  • નાના સાહેબ કાજરેકર ભિક્ષુકના વેશ ધારણ કરીને કર્યું હતું સંઘ પ્રદેશનું સર્વેક્ષણ

આ સમયે અપ્પા કમલાકર પણ ક્રાંતિવીરો મળી ગયા હતા. જે પોર્ટુગીઝો માટે માથાનો દુખાવો બની ગયા હતા. લવાછામાં બનાવેલી યોજના અનુસાર જુન ૧૯૫૪ માં નાનાસાહેબ કાજરેકર ભિક્ષુકના વેશ ધારણ કરીને આખા દાદરા નગર હવેલીનું સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વે દરમિયાન કાજરેકરે પોર્ટુગીઝોના સૈન્ય ક્ષમતા, સેનાના કેન્દ્ર, હત્યારોના ઠેકાણું ની જાણકારી મેળવી હતી. અહી યુનાઈટેડ ફ્રન્ટ ઓફ ગોવાના સ્વયંસેવકોએ ૨૧ જુલાઇના રોજ અચાનક પોર્ટુગીઝોના દાદરા આઉટપોસ્ટ પર હુમલો કરી દીધો હતો. બહાદુર સ્વયંસેવકોએ આઉટ પોસ્ટ પર કર્મચારી મુખ્ય અધિકારી અનીસે તો રોજાને મોત કરીને ચોકી પર કબજો કરી લીધો હતો. અને બીજા સિપાહીઓ ભાગી ગયા હતા. આ જંગમાં થોડા સ્વયંસેવકો પણ ઘાયલ થયા હતા. જેનો ઉપચાર ડોક્ટર વૈદ્યએ કર્યો હતો.

GOA 01

દાદરાની મુક્તિ પછી ક્રાંતિવીરોમા મુક્તિ માટે નવી સ્ફૂર્તિ આવી ગઈ હતી. તે જ ઉત્સાહ અને આક્રોશમાં કરમબેલા ગામથી નરોલીને મુક્ત કરવાની રણનીતિ બનાવવામાં આવી હતી. તે સમયે નગર હવેલીમાં ધુઆધાર વરસાદ વરસી રહ્યો હતો. દાદરાની મુક્તિ પછી ક્રાંતિવીરોએ મહારાષ્ટ્ર, ગુજરાત તથા ગોવાથી સહાયતાની આશ્વાસન મળ્યું હતું. બસ પછી શું હતું ? ક્રાંતિવીરોએ વરસાદ, પાણી તથા નદીની પરવા કર્યા વગર નરોલી ચેકપોસ્ટ ઉપર હુમલો કરી દીધો હતો. અહીં તેમને ભારે માત્રામાં ગોળા-બારૂદ મળ્યા હતા. સાથે જ તેમણે કેટલાક ફિરંગી હોવાને પણ બંદી બનાવ્યા હતા.

  • ૨૯ જુલાઇ ૧૯૫૪ના રોજ નરોલીથી પોર્ટુગીઝ શાસન સમાપ્ત

૨૯ જુલાઇ ૧૯૫૪ ના રોજ નરોલીથી પોર્ટુગીઝ શાસન સમાપ્ત કરી દીધું હતું. અને હમણાં સેલવાસનો વારો હતો. મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ કીચડ અને દલદલમાં તબદીલ થઇ ગયા હતા. આ રસ્તાથી આરએસએસના સ્વયંસેવક ચાલતા જ પીપરીયા તરફ આગળ વધ્યા હતા. પહેલા તેઓ પીપરયા પોલીસ ચોકી પર પહોંચ્યા જ્યાં પોર્ટુગીઝોના બે પોલીસકર્મીઓ તૈનાત હતા. તે બંને હિન્દુઓ હતા. પોતાના દેશ બંધુઓ અને ધર્મ ભાઈઓને જોઈને તેમની અંદર સ્વતંત્ર અને અલખ જાગી ઉઠી હતી. તે હિન્દુ સિપાહીઓએ તરત જ સ્વયંસેવકને ગળે લગાવીને ચોકીનો આપી દીધો હતો. તેઓએ પોતાના હથિયારો અને સામાનને પણ સ્વયંસેવકને આપી દીધા હતા. તે જ સમયે સેલવાસના પ્રશાસકની ગાડી આવી રહી હતી. આ ગાડી બહાદુર સ્વયંસેવકો રસ્તા પર પર ઉભા હતા આ જોઈને કારચાલકે ગાડી રોકી દીધી હતી.

સ્વયંસેવકોએ પ્રશાસકની પત્ની તેમજ તેના સાથે બેઠેલા મહિલાને બંદી બનાવી લીધા હતા. તેમને પહેલા વાયરલેસ સેન્ટર પર રાખવામાં આવ્યા હતા. પછી નાના કાજરેકર તેમજ નાગરવાડાના નેતૃત્વમાં સેલવાસમાં આવેલા પોર્ટુગીઝોના મુખ્ય સૈનિક પર આક્રમણ યોજના બનાવી હતી. સેલવાસના પ્રશાસક ક્રાંતિવીરોના રણનીતિ ભાપી ગયો હતો અને સૈનિકના સાથે રખોલીના તરફ ચાલી નીકળ્યા હતા, ત્યારે પુણેના રાજા ભાઉ તેમજ બસંતજાજલે આર.એસ.એસના ૧૨૫ સ્વયંસેવકો સાથે સેલવાસ પહોંચી ગયા હતા.

  • દાદરા નગર હવેલી 1954માં આઝાદ થયું

GOA 02

સ્વયંસેવકોએ બીજી ઓગસ્ટ ૧૯૫૪ માં સેલવાસના મુખ્ય ડિવિઝન પર હુમલો કરીને ઝંડા ચોક પર તિરંગો લહેરાવ્યો હતો. સેલવાસની મુક્તિ પછી સ્વયંસેવક સીધા રખોલી પહોંચ્યા હતા. અને ત્યાંથી પોર્ટુગીઝોને ચંગુલમાંથી મુક્ત કરાવી દીધું હતું. અને આખો દાદરા-નગર હવેલી હમણાં સ્વતંત્ર બની ગયું હતું.

સેલવાસમાં આઝાદી નો પહેલો ઝંડો ઝંડાચોક પર લગાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મોરાજી દેસાઈના સહયોગથી દાદરા નગર હવેલી આઝાદ કરવામાં બખૂબી ભૂમિકા રહી હતી. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીનો આ ૬૬ મો મુક્તિ દિવસ છે. લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણે કે આ દિવસે દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝના શાસનમાંથી મુક્તિ મળી હતી. આમ આ દિવસને પ્રદેશમાં ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.