ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ૨ ઓગષ્ટે એટલેકે આજે ૬૨મો જન્મદિવસ છે.તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી જ કરી હતી.વિજયભાઈનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો.ત્યારબાદ તેઓ પરિવાર સાથે રાજકોટ આવિ ગયા હતા.આથી કહેવામાં આવેછે જન્મે બર્મીસ અને કર્મે ગુજરાતી છે.તેમના હુલામણા નામની વાતકરીએતો તેમનું હુલામણું નામ ‘વિરૂ’ છે.
તેમનો જન્મ ૧૯૫૬માં થયો હતો.અને ૧૯૬૦થી રાજકોટ આવી ગયા હતા.તેમણે બી.એ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.
રાજકીય સફરની વાતકરીએતો વિજયભાઈ ૧૯૮૮થી ૧૯૯૫ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીગ ચેરમેન અને મેયર રહી ચુક્યા છે.૨૦૦૬ થી ૨૦૧૨ ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમ અને રાજ્યસભાના સાંસદ,૨૦૧૩ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન,સૌરાષ્ટ સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર પણ રહી ચુક્યા છે.બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી.૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.હાલ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.