આજે ભારતીય જનતા પાર્ટીનો 41મો સ્થાપના દિવસ છે. વડાપ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કાર્યકરોને ઉદ્બોધન કર્યું હતું. તેમણે ભાજપના સેવાભાવને સમગ્ર દેશ એ અનુભવયો હોવાનું કહ્યું હતું. વડાપ્રધાન મોદી ભાજપના મોટા આગેવાનોથી લઈ નાના કર્મચારીઓને સંબોધીત કરશે. તમામ ક્ષેત્રીય વિસ્તારો જિલ્લા અને મહાનગર કાર્યાલયોમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ગત વર્ષે રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન હોવાના કારણે વડાપ્રધાન મોદીએ ઓનલાઈન સંબોધન કર્યું હતું.
આજે વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પક્ષના કાર્યકરોને સંબોધશે. આજે સવારથી જ કાર્યકરો પક્ષના કાર્યાલય પહોંચી ગયા છે અને ધ્વજ લહેરાવવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના કાર્યાલયોમાં મોટી સ્ક્રીનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન કાર્યકરો માણી શકશે. ભાજપા મુળભૂત રીતે નાના કાર્યકરોનું ખાસ ધ્યાન રાખે છે. પરિણામે આજનું સંબોધન નાના કાર્યકરો પર કેન્દ્રીત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1980માં મુંબઈ ખાતે તા.6 એપ્રીલના રોજ ભાજપની સ્થાપના થઈ હતી. દર વખતે સ્થાપના દિવસની જાજરમાન ઉજવણી કરવામાં આવે છે પરંતુ વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવનાર છે.