- અંત્યોદયના સૂત્રને સાર્થક કરી સમાજના અંતિમ વ્યકિત સુધી કલ્યાણકારી યોજનાઓ લઇને સરકાર પહોંચે છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા દેશ વિઝન 2047ને ધ્યાનમા રાખીને આગળ વધી રહ્યો છે. સમાજ અને દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે વિકાસના ફળરૂપી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દૂર-દરાજના ગરીબ માણસને પણ મળે. ગરીબ પરિવારોને સરકાર દ્વારા મળતું રાશન અંત્યોદય યોજનાથી ઓળખાય છે. આ ઉપરાંત અંત્યોદયના નામથી અનેક જન કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેનો હેતુ સમાજના અંતિમ વ્યક્તિને લાભાન્વિત કરી સમાજ અને દેશની મુખ્ય ધરી સાથે જોડવાનો છે. તા.25મી સપ્ટેમ્બર, 1916ના રોજ ઉત્તરપ્રદેશમા જન્મેલા પ્રખર દેશભક્ત અને ગરીબોના હિતેચ્છુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે 108મી જન્મ જયંતિ છે.
તેમણે એકાત્મમાનવ દર્શનનો વિચાર તથા અંત્યોદયનો નારો આપ્યો હતો. અંત્યોદયનો અર્થ થાય છે સમાજના નિમ્ન સ્તરમાં રહેલી વ્યક્તિનું ઉત્થાન.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનુ કહેવુ હતુ કે, ’કોઈપણ દેશ પોતાનાં મૂળ કાપીને વિકાસ ન સાધી શકે. આજે દેશના અલગ અલગ સ્થળે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા કોલેજો, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, ભવનો, એરપોર્ટ ખાતે જોવા મળે છે. જેનાથી દીનદયાળજીનાં સિદ્ધાંતો અને વિચારોને અનુસરવા નાગરિકોને સતત પ્રેરણા મળે છે. સરકાર અંત્યોદયના સૂત્રને સાર્થક કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓ લઇને પહોંચે છે. દીનદયાળ ઉપાધ્યાયજીએ આપણને અંત્યોદયનો માર્ગ દર્શાવ્યો હતો, જેમાં સમાજનાં છેવાડાનાં માણસનાં ઉત્થાનની વાત છે. આ વિચારમાંથી પ્રેરણા મેળવીને પ્રધાનમંત્રીના રાષ્ટ્ર નિર્માણના પ્રકલ્પો અન્વયે 21મી સદીનુ ભારત અંત્યોદય માટે કામ કરી રહ્યું છે.