પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકેનું દેશને ગૌરવ અપાવ્યું હતું

આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ૧૦૩મી જન્મજયંતિ છે. તેઓ દેશને ગૌરવ અપાવનાર દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા.

આજથી બરાબર ૧૦૩ વર્ષ પહેલા ૧૯ નવેમ્બર ૧૯૧૭ના દિવસે શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ નહેરૂ પરિવારમાં અલ્હાબાદના આનંદ ભવન ખાતે જન્મ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને દેશ ભકિત બાળપણથી જ તેમની રગોની દોડતા હતા. સમગ્ર દેશમાં અંગેજો વિરુઘ્ધ ચાલતી અસહકારની ચળવળ તથા અંગ્રેજ હટાવ ઝુંબેશનો પ્રભાવ બચપણથી નાનકડી ઇન્દિરા પર પડયો હતો. રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનમાં શિક્ષણ માટે ગયેલા ઇન્દિરાજીને ભારતીય સંસ્કૃતિનો અહીં નજીકથી પરિચય થયો વધુ અભ્યાસાર્થે તેઓ પછીથી સ્વીટઝવેન્ડ ગયા. ઔપચારિક શિક્ષણ ઉપરાંત પિતા જવાહરલાલએ વિશ્ર્વ ઇતિહાસની ઝાંખી ઇન્દિરાજીને કરાવી હતી. દીકરીને જીવન ઘડતરમાં ઉપયોગી થાય એવા પત્રો પણ લખેલા તે દરમિયાન ઇન્દિરાજીની કાર્યશૈલી ચાણકયની વધુ નજીક હોય તેવું જણાતું હતું. આમ છતાં પરિશ્રમ જેવા લક્ષણો ઇન્દિરાજીમાં સ્પષ્ટ જોવા મળતા હતા. ૧૯૫૫ ની સાલમાં ઇન્દિરા ગાંધીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું, કોંગ્રેસ કમિટીના સભ્ય બન્યા અને ૧૯૫૯ માં કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઇ, કોંગ્રેસને સંગઠીત કરવા તેમણે ભારે જહેમત ઉઠાવી પ્રજાની નીકટ રહીને તેમણે ભારે લોકચાહના મેળવી. ૧૯૬૨માં ભારત પર થયેલા ચીનના આક્રમણ સમયે ઇન્દિરાજીને સૈનિકોને હિંમત પુરી પાડી.

ગંભીરતાપૂર્વક સામનો કરવો માર્ગદર્શન આપી આત્મબળ આપ્યું હતું. ૧૯૬૯માં કોંગ્રેસ ભાગલા પડયા, ઇન્દિરા કોંગ્રેસનો ઉદય થતા તેમણે ગરીબી હટાવનું સૂત્ર આપ્યું અને આ સૂત્રની ધોષણાથી રાષ્ટ્રમાં નવી ચેતનાનો સંચાર થયો હતો.

ત્યારબાદ પાકિસ્તાન સાથેના યુઘ્ધ વખતે પાકિસ્તાનને ચુપ કર્યા બાદ વિશ્ર્વમાં ઇન્દિરાજીના નામનો ડંકો વાગી ગયો તેમની આ બહાદુરીથી વિશ્ર્વના દરેક દેશોએ નોંઘ્ લીધી હતી અને ભારત સરકારે પણ તેમને ભારત રત્નના એવોર્ડથી પુરસ્કૃત કર્યા હતા. ત્યારબાદ પંજાબ પ્રશ્ર્ન ગંભીર બન્યો, અલગ ખાલીસ્તાનની માંગણીએ જોર પકડયું છતાં જાનનો જોખમે તેમણે સુવર્ણ મંદિરમાં લશ્કરી કામગીરી આરંભી અને જીંદગીની છેલ્લી ક્ષણ સુધી ઝઝુમ્યા તેમના અંતિમ વષો આપતિના વર્ષો હતા. જુવાન જોધ પુત્રનું અવસાન નાની પુત્રવધુએ છોડેલો સાથે અને પંજાબ જેવા રાજયોમાં સંકટોએ તેમની શકિત નીચોવી દીધી હતી. આમ છતાં રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની તેમની પુર્ણ તૈયારી હતી.  મૃત્યુના આગલા દિવસે જાહેરસભામાં તેમણે જણાવ્યુઁ હતું કે રાષ્ટ્રની સેવા કરતા હું મૃત્યુ પામીશ તો મને ગર્વ થશે. મારા લોહીનું એક એક ટીપુ રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપશે અને દેશને મજબુત બનાવશે એવો વિશ્ર્વાસ તેમણે જાહેર કર્યો હતો. પરંતુ કમનસીબ બીજે જ દિવસે એટલે કે તા. ૩૧મી ઓકટોબર ૧૯૮૪ના બુધવારની સવારે ખાલીસ્તાન તરફીઓએ તેમને બઁદુકની ગોળીએ વિંધી દીધા આમ દેશની મહાનનેતા, નારી શકિતનો અંત થયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.