‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો ” આ શબ્દો દ્વારા યુવાધનના અંતરમનને ઢંઢોળનાર અને તેમનામાં જાગૃતિનો નવો હિંદુત્વનો પ્રાણ ફૂંકનાર દેશભકત સંન્યાસી સ્વામી વિવેકાનંદનો જન્મ સંવત 1919 પોષ વદ સાતમને સોમવાર સને  1863ની 12મી જાન્યુઆરીએ હિન્દુઓના પૂણ્ય પર્વ મકરસંક્રાંતિના પવિત્ર દિવસોમાં થયો બાળપણમાં તેમનું નામ વિરેશ્ર્વરદત્ત હતુ.

કદાવર, તેજસ્વી મોટી આંખો અને મધુર કંઠ, સ્વભાવે નિર્ભય, બુદ્ધિમાન, રમતગમતનો, તરવાનો ,મૂકકાબાજી,પટ્ટાબાજી, લાઠીદાવ,કુસ્તી, હોડી ચલાવવી વગેરે તેના પ્રબળ શોખ હતા. તેમનામાં પ્રબળ નેતૃત્વશકિત હતી. તેમનું હૃદય શુદ્ધ અને પવિત્ર હતું. ઇશ્વરનું જ્ઞાન મેળવવા તે ખૂબ આતુર હતા. ઉચ્ચ શિક્ષણ લેવા તેઓ કોલેજમાં દાખલ થયા તે સમયગાળામાં સંગીતની તાલીમ મેળવીને તેઓ સારા સંગીતકાર પણ બન્યા.સને 1881ના નવેમ્બર માસમાં એક દિવસ તેમણે પોતાના પ્રોફેસર પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે સાંભળ્યું અને તે બ્રહ્મગુરુ પાસે જવા માટે ઊપડયા દક્ષિણેશ્વર !

દક્ષિણેશ્વરમાં ગુરુશિષ્યનું મિલન થયું ! ગુરૂદેવ પરમહંસ નરેન્દ્રને જોઇ ભાવાવેશમાં આવી કહેવા લાગ્યા, અરે ! આટલું મોડું અવાય ? તું કેટલો કઠોર છે કે મને ખૂબ રાહ જોવડાવી. નરેન્દ્ર,પ્રભુ, તમે તો માનવજાતિના દુ:ખો દૂર કરવા ધરતી પર આવેલા પ્રાચીન ઋષિ છો.” પ્રણામ કરીને પૂછયું કે ‘તમે ઇશ્વરને જોયા છે ?’ રામકૃષ્ણ પ્રેમથી જોઇ જવાબ આપ્યો, ‘હા,મેં ઇશ્વરને જોયા છે. જેવી રીતે હું તને જોઉં છું, તેવી જ રીતે હું ઇશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલો જ કે ઇશ્વરનું અસ્તિત્વ અનંત અને તત્વમય છે. તારી મરજી હશે તો હું તને તેના દર્શન કરાવીશ. નરેન્દ્રને જે ગુરુ જોઇતા હતા તે મળી ગયા. તેમણે ગુરુદેવના ચરણોમાં રહેવાનો નિર્ણય કર્યો.પરમ શિષ્ય નરેન્દ્રએ ગુરુદેવના આદેશ તથા ઉપદેશને જીવનમંત્ર બનાવ્યા અને આજીવન સ્વીકાર્યા.આમ, કૌટ બિક સંસ્કાર,બહુમુખી અધ્યયનના પ્રભાવની સાથે મહાગુરુ શ્રી રામકૃષ્ણા પરમહંસનું સાંનિધ્ય અને આશીર્વાદ તેમના ચારિત્ર્ય ઘડતર કરવામાં મહત્વના રહ્યા છે.છેવટે 16મી ઓગસ્ટ, 1886માં ગુરુદેવ છે લી ઊંડી મહાસમાધિમાં ઊતરી ગયા અને વિદાય લીધી.

1893 નો 17મી ફેબ્રુઆરીએ હૈદરાબાદ છોડયું ત્યારે અમેરિકામાં ‘વિશ્વધર્મ સભામાં હાજરી આપવાનો વિચાર સાકાર થઇ ચૂકયો હતો છેવટે વિશ્વધર્મ પરિષદમાં તેમણે અમેરિકામાં જ ઇ હાજરી આપી. શિકાગોની આર્ટ ઇન્સ્ટિટયુટના વિશાળખંડ “હોલ ઓફ કાલંબસ” 1893ના 11મી સપ્ટેમ્બર સવારે 10-00 વાગ્યે વિશ્વધર્મ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્વામીજી ‘શુદ્ધ સનાતન હિંદુધર્મ પર વ્યાખ્યાના આપવાના હતા. સ્વામીજી વ્યાખ્યાન આપવા ઊભા થયા ત્યારે સર્વત્ર શાંતિ પથરાઇ. પરમાત્માની સ્તુતિ કરી તેમણે ભાષણ શરૂ કર્યું. શ્રોતાઓને તેમણે ‘અમેરિકાની મારી ભગિનીઓ અને ભાતાઓ’ (ખુ જશતયિિં  ઇજ્ઞિવિંયતિ જ્ઞર અળયશિભફ) કહીને સંબોધ્યા. જે કોઇપણ વકતાએ આ પ્રમાણે સબોધન કર્યું ન હતું. તેમણે હિંદુધર્મને સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો. અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રહિતાનો બોધ આપનાર હિંદુધર્મ જ છે. હિંદુ શાસ્ત્રોમાંથી અનેક અવતરણો ટાંકી સુલલિત વાણીથો બધાન દંગ કરી દીધા. પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને પ્રથમ જવલંત વ્યાખ્યાનથી જ અમેરિકામાં તેમણે સૌને મંત્રમુગ્ધ કર્યા અને સમગ અમેરિકામાં જાણીતા થઇ ગયા.

છે કે સુવિખ્યાત ધ ન્યુયોર્ક હેરોલ્ડ નામની પત્રિકાએ પણ છાપ્યું કે,સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ’ની સૌથી મહાન વ્યકિત છે એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ મૂર્ખતા છે.’ વિવેકાનંદે ન્યુયોર્ક, યુરોપ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ વગેરેમાં પણ પ્રવાસ કાર્ય કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. લંડનમાં આત્મજ્ઞાન વિશે પણ ભવ્ય વ્યાખ્યાન આપ્યું. વિદેશી મહિલા માર્ગારેટ પણ પ્રભાવિત થયા અને સ્વામીજી લંડનમાંથી ઉપડયા તે પહેલાં જ તેમની શિષ્યા બની ને ભગિની નિવેદિતા નામ સ્વીકાર્યું. લંડન છોડી સ્વામીજી ભારત પરત ફર્યા. ગુરૂદેવ શ્રી રામકૃષ્ણના આદેશ પ્રમાણે શ્રી રામ કૃષ્ણમઠ’ અને ‘શ્રી રામકૃષ્ણ મિશન’ના કાર્યો કરવામાં તેઓ વ્યસ્ત રહ્યા. અને ધર્મ, શિક્ષણ,સંસ્કૃ તિ, સમાજ વિશેના વિચારો ફેલાવતાં રહ્યા. શિક્ષણ જગતને પ્રેરે તેવા પોતાના વિચારો રજૂ કર્યા. આશ્રમમાં રહી ગુરૂભાઇઓ તથા શિષ્યો સાથી સત્સંગ, ભજન, વાંચન, ચિંતન અને ચર્ચા વિચારણામાં ઘણો સમય વિતાવ્યો તથા જીવનકાળ દરમ્યાન હિન્દુ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે અનેક ભાષણો આપતા રહ્યા.

સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી જગદીશભાઈ ખીમાણી શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં ઉમેર્યું કે છેવટે આ મહાન વિભૂતિ 39 (ઓગણચાલીસ) વર્ષનું આયુષ્ય ભોગવી 4 જુલાઇ,1902ના રોજ પરમેશ્વરમાં વિલીન થઇ ગઇ. એક મહાયોગી માત્ર 39 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થઇ ગયા. જનસમાજના નિ:સ્વાર્થ કાર્યકર્તા જગતમાં આવીને થોડા જ વર્ષોમાં અચળ કીર્તિને પ્રાપ્ત કરનાર દિવ્યાત્મા શરીરનું બંધન છોડી ચાલ્યા ગયા. આ વેદાંતકે સરીની ઉપદેશગર્જના ભારતના ખૂણે ખૂણે યાદ દેવડાવશે કે ઉઠો, જાગો અને દયેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડયા રહો ! ધન્ય છે આવા મહાપુરુષોને ભારતની ભવ્ય સંસ્કૃતિના દવજ ને વિશ્વમાં ઉન્નત મસ્તકે લહેરાવનાર ભારતના સિંહ સમા વિવેકાનંદના નશ્વરદેહનું જ મૃત્યુ થયું. તેઓ તેમનાં કાર્યો, વિચારો અને અક્ષરદેહે આજે પણ સુક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે જીવંત છે, અમર છે. ભારતમાં 12 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.