શનિદેવને તેલ ચડાવી જાપ કરવા અને પગરખાનું દાન ઉત્તમ ફાયદાયક
આજે શનિવારી અમાસ છે. ચૈત્ર મહિનાની અમાસ શનિવારી અમાસનું મહત્વ વધી જશે.આ દિવસે હનુમાનજીની ઉપાસના કરવી. હનુમાનજીને તેલનો દિવો કરવો અળદના દાણા ચડાવા હનુમાન ચાલીસાના પાઠ કરવા જીવનની મુસીબતોથી રાહત મળશે.
- શનિદેવને પણ તેલ ચડાવું શનિના જપ કરવા પગરખાનું દાન કરવું ઉત્તમ ફળદાયક રહેશે.
- પીપળે પાણી રેડવું પિતૃમોક્ષની પ્રાર્થના કરવી.
- પિતૃકાર્ય કરાવું તર્પણ કરાવું ઉત્તમ ફળદાયક અને પિતૃઓને મોક્ષ આપનાર બનશે.
- જે લોકોને રાહુપીડા છે જન્મકુંડલી મા રાહુ સારો નથી તેઓએ પણ આ દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવા રાહુપીડા માઁથી રાહત મળશે રૂદ્રી કરાવી પણ ઉત્તમ રહેશે.
- જે લોકોને માનસીક ટેન્શન છે તેવોએ પીપળાના ઝાડ નીચે બેસી ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રના જય કરવા માનસીક શાંતિ મળશે.
- પંચાગ પ્રમાણે નિયમ પ્રમાણે મંગળવારે અખાત્રીજ છે તથા બુધવારે ગણેશોચથ છે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.