સદભાવના વૃધ્ધાશ્રમ – કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે વૃધ્ધો અને અનાથ બાળકો સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિવાર સાથે જન્મ દિવસ ઉજવ્યો

રાજકોટના કાર્યદક્ષ અને પ્રમાણિક પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે જન્મ દિવસ છે તેઓએ પોતાના પરિવાર સાથે શહેરના સદભાવના વૃધ્ધાશ્રમ અને કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે વૃધ્ધો અને અનાથ બાળકોને મીઠાઇ આપી જન્મ દિવસની ઉજવણી કરી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો આજે જન્મ દિવસ છે. તેઓ રાજસ્થાનના અજમેરના વતની છે. 1995ની બેન્ચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. બીએસી, એમએ, અને એમડીએ સુધીનું ઉચ્ચ શિક્ષણ લઇને આઇપીએસમાં ઉર્તિર્ણીય થયા છે. ગુજરાત અને કેન્દ્રમા વિવિધ વિભાગમાં પસંશનીય ફરજ બજાવી છે. રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમન અંગેની પ્રસંશનીય કામગીરી કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના સિધી માર્ગ દર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા અનેક ખૂન, લૂંટ, ચોરી અને ઠગાઇ જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેવામાં આવ્યો છે. વ્યાજંકવાદીઓ સામે ખાસ ઝુંબેશ ચલાવી પિડીતોને ન્યાય અપાવ્યો છે. તેમજ સાયબર ક્રાઇમની કામગીરીને પણ અસરકારક બનાવી મોટી રકમ ગુમાવનારને તેમની મુડી પરત અપાવી છે.

રાજકોટમાં ડ્રગ્સના દુષણ સામે પણ કડક કાર્યવાહી કરી સુરતથી નશીલા પર્દાથ ઘુસાડવામાં આવતા હોવાનો પર્દાફાસ કર્યો છે. તેમજ નશીલા સિરફની હેરાફેરીના નેટવર્કને ખુલ્લુ પાડી યુવાધનને બરબાદ થતા બચાવ્યા છે.   હીરાસર ખાતે તૈયાર થયેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વીવીઆઇપી બંદોબસ્તની સંપૂર્ણ જવાબદારી સંભાળી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. તેઓ કેન્દ્રના ડેપ્યુટેશન પર હતા તે દરમિયાન નકસલી હુમલા થાય તે પૂર્વે કાર્યવાહી કરી સારી લોકચાહના મેળવી છે. તેમની આ કામગીરીની કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી છે.કેન્દ્રના સીઆરપીએફ વેપન યુનિટ જેવી મહત્વની જવાબદારી પણ તેઓએ આગવી કુન્હે સાથે પુરી સજાગતા સાથે સંભાળી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઇ તેને અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા સન્માનિત કરાયા હતા.

ફરજ નિષ્ટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પોતાના પરિવાર સાથે શહેરના સદભાવના વૃધ્ધાશ્રમ અને કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે વૃધ્ધો અને અનાથ બાળકોને મીઠાઇ ખવડાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોતાના જન્મ દિવસ નિમિતે આજની પેઢીના યુવાનોને જન્મ દિવસની ઉજવણી સદકાર્ય સાથે કરવા માટે સીખ આપી છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બહુ ટુંકા સમયમાં સારી કામગીરીથી રાજકોટવાસીઓમાં સારી લોકચાહના મેળવી છે. તેમના જન્મ દિવસે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્ટાફ, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

શુભ પ્રસંગે હંમેશા સેવાકાર્ય કરી નિરાધાર લોકોને મદદ કરવી જોઈએ: મીનલ ભાર્ગવ

raju

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના પત્ની મીનલ ભાર્ગવે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સેવાકીય કાર્યમાં હું પણ સામેલ થઈ તેનો મને આનંદ છે.કેક કટિંગ અને સેલિબ્રેશનના અમે વિરોધી નથી પરંતુ શુભ પ્રસંગોમાં તમારે યથાશક્તિ અનુદાન આપવું જોઈએ. જન્મદિવસની ઉજવણી નિરાધાર વૃધ્ધો તેમજ અનાથાશ્રમમાં જઈને બાળકો સાથે કરવી જોઈએ.આજે સદભાવના આશ્રમમાં દરેક વૃધ્ધો ને મળીને આત્મીયતાનો અનુભવ થયો અને લોકોને એજ સંદેશો કે સારા કાર્યો હંમેશા કરતા રહો.

 

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં અબતક મીડિયાના મેનેજીંગ એડીટર સતિષકુમાર મહેતા

sir

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.