અબતક, અરૂણ દવે
રાજકોટ
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેમનું સતાવાર કાર્ય શરૂ કરેલ ત્યારથી દર વર્ષે આજે પ્રેસડેની ઉજવણી કરાય છે. ઉજવણીના હેતુમાં લોકોને પ્રેસ અંગે જાણકારી આપવાનો હેતુ છે. આજે દેશમાં પત્રકારત્વનું ક્ષેત્ર વ્યાપક બન્યું છે. આજનો પત્રકાર જનજન સુધી માહિતી પહોચાડવાનું સાધન બની ચૂકયો છે.
આજના દિવસે પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. 1956માં પ્રથમ પ્રેસ કમિશને દેશમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારત્વમાં ઉચ્ચ ધોરણો સ્થાપવાની હિમાયત કરી હતી. દેશમાં 1997માં પ્રેસ ડેની ઉજવણીમાં ફેરફાર કરીને એક વિષય પર ફોકસ કરીને ઉજવણી કરવામાં આવે છે. પત્રકારોએ લોક જાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમી ભલામણ કરે છે.
પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાના હેતુથી આ દિવસ ઉજવાય છે: વહિવટી તંત્ર અને પ્રજા વચ્ચેની કડી સમાન બનેલા પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ
પત્રકાર લોકશાહીનો ચોથો સ્તંભ છે. વહિવટી તંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે. ગમેતેવી પ્રતિકુળ સ્થિતિમાં બિલકુલ વિચલીત થયા વગર સાચી પરિસ્થિતિ રજૂ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે.
કુદરત કે માનવ સર્જીત આફતો વખતે પ્રેસની ભૂમિકા મહત્વની બની રહે છે. લોકો સુધી સાચી માહિતી પહોચાડીને તેને અફવાથી દૂર રહેવા પણ વાકેફ કરે છે. વિશ્ર્વભરમાં અસંખ્ય પ્રેસ અથવા મીડીયા કાઉન્સીલ હોવાં છતાં પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા એક અનોખી સંસ્થા છે. આ એક માત્ર સંસ્થા છે. રાજયની સ્વતંત્રતાની રક્ષા કરવાની ફરજમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રેસની સ્વાયત્તા જેટલી મજબૂત તેટલી લોકશાહી મજબુત બની શકે, બંને એક બીજાના પૂરક છે.