એક અભ્યાસ મુજબ હેર સ્ટાઇલિસ્ટ તેમના ગ્રાહકોના માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓળખી શકે છે: આજના યુગમાં યુવા વર્ગમાં વિવિધ હેર સ્ટાઇલનો ક્રેઝ વધ્યો છે: દર 15 દિવસે આજનો યુવાન સલૂનની મુલાકાત લે છે
આજની નવાયુગની નવી સદી સાથે ઇન્ફરર્મેશન ટેકનોલોજીના યુગમાં દરેક માનવી પોતાના ચહેરાની સુંદરતા વધારવા વિવિધ હેર સ્ટાઇલ સાથે અમુક વાળને વિવિધ કલરનો ઓપ આપે છે. એક યુગ હતો કે યુવા વર્ગ દાઢી રાખતો ન હતો પણ આજે તે ટૂકી-લાંબી જેવી વિવિધ દાઢી રાખીને તેની સામે અનુરૂપ હેર સ્ટાઇલને સુશોભિત કરીને ચહેરાને વધુ સુંદર બનાવે છે.
આજે હેરને સુંદર ઓપ આપતા હેર સ્ટાઇલિસ્ટનો દિવસ છે. આજના દિવસ સાથે મેન્ટલ હેલ્થને પણ જોડવામાં આવ્યો છે કારણે સુંદર સ્ટાઇલથી માનસિક શાંતિ મળતી હોવાથી સુંદર ચહેરો, હેર સ્ટાઇલ વિગેરેથી યુવાના દિલમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે.
ખરતા વાળ કે આનુવાંશિકને કારણે યુવા વયે પડતી ટાલમાં આજે વિગ-પેચ જેવી અદ્યતન સિસ્ટમ આવી જતાં લોકો ફરી પોતાનું લુક પહેલા જેવું કરી લે છે. કેન્સર ટ્રીટમેન્ટમાં વાળ ખરી જતાં કામ ચલાવ વિગ પણ મહિલાઓ પહેરીને માનસિક શાંતિ અનુભવે છે. આજે ઘણી સૌર્દ્ય સેવા ઉપલબ્ધ હોવાથી યુવા વર્ગ તેનો ઘણો લાભ લઇ રહ્યો છે.
વિવિધ સ્ટાઇલના યુગમાં ફિલ્મ સ્ટારોની નકલ વધુ જોવા મળતી હોય છે. ફિલ્મ સ્ટારો પણ પોતાની ઉંમર મોટી થતાં વિવિધ સ્ટાઇલની વિગ પહેરીને સમાજ વચ્ચે લાઇવ આવતા હોય છે. આજે પોતાના વાળની સુંદરતા વધારવાનો જન જાગૃત્તિ દિવસ છે.
વિવિધ સ્ટાઇલને કારણે આજે માનસિક સ્વાસ્થ્ય વિશેની સમજણ વિકસીત થઇ છે ત્યારે યુવા વર્ગમાં પોતાની સ્ટાઇલનો ક્રેઝ વધ્યો છે. ગ્રાહકો અને હેર સ્ટાઇલિસ્ટ વચ્ચેનો સંબંધ પણ વિશેષ ગાઢ બન્યો છે, કારણ કે તેનો હેર સ્ટાઇલિસ્ટ તેના ચહેરાના લુક પ્રમાણે સ્ટાઇલનું માર્ગદર્શન આપે છે.
સરેરાશ વ્યક્તિ દર 15 દિવસે એકવાર તેમના હેર સ્ટાઇલિસ્ટની મુલાકાત છે. આજે તો હેર સ્ટાઇલિસ્ટ વ્યવસાયમાં મહિલાઓ બ્યૂટી સલુન વધતા તેઓ આ બિઝનેશમાં પ્રભુત્વ ધરાવતા થઇ ગયા છે, તે એવરેજ એક દિવસમાં 8 થી 10 ક્લાયંટનું કાર્ય કરી લે છે.