2008થી આપણાં દેશમાં રાષ્ટ્રીયસ્તરે ક્ધયા દિવસની ઉજવણી થાય છે: આજે પણ ક્ધયાઓ જેન્ડર બાયસનો ભોગ બને છે
છોકરીઓને બચાવવી તે પેઢીઓને બચાવવાની પણ વાત છે: આજે લગભગ દરેક ક્ષેત્ર દીકરીઓએ વિકાસ કર્યો છે.
આપણાં પુરૂષ પ્રધાન દેશમાં પુત્ર કરતા પુત્રીઓ પરત્વે મા-બાપ જ ભેદભાવ રાખે છે. છોકરાને અપાતી સવલતો કરતાં છોકરીને મળતી સવલતો, આઝાદીમાં ઘણો ફેર જોવા મળે છે. આદીકાળથી આપણે દિકરાને સીધો વંશ વેલા સાથે જોડીને તેને જ અગ્રતા આપવા ટેવાયેલા છીએ. પરિવારમાં તમામ પ્રકારે છોકરા કરતાં છોકરીને કેવી સવલત સહાય કે વાતાવરણ મળે છે તે આપણે સૌ જોઇએ છીએ. આજનો દિવસ રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવાય છે પણ આજે જેન્ડર બાયસનો ભોગ ક્ધયા કે બાળકી વધુ બને છે.
2008થી આપણા દેશમાં આજે આ સમસ્યા ઉપર સૌનું ધ્યાન કેન્દ્રીત થાય અને તે વિષયક સમાજમાં જાગૃતિ આવે તેવા શુભાશયથી દિવસ ઉજવણી શરૂ કરાય હતી. ગર્લ ચાઇલ્ડ ડે સેલિબ્રેશનમાં મુખ્ય ત્રણ હેતું જોડાયેલા છે. જેમાં તેને કરવો પડતો અસમાનતાનો સામનો,તેના અધિકારોનું રક્ષણ અને તેને શિક્ષણ-આરોગ્ય અને પોષણ મળી રહે તેવા સમાજના પ્રયત્નો મુખ્ય છે. આ વિષય સમાજમાં જાગૃતિ લાવીને દરેક વર્ગને જોડીને સ્વચ્છ વાતાવરણ, સહાયભૂત, પ્રોત્સાહનસભર વાતાવરણ નિર્મળ કરવાનો હેતું છે.
રાષ્ટ્રીય બાલિકા દિવસ એટલે દેશની છોકરીઓની સ્થિતિ સુધારવાની વાત છે. ભારત સરકારે આ બાબતે ઘણા પગલાં લીધા છે. જેમાં સેવ ધ ગર્લ-ચાઇલ્ડ, બેટી બચાવો, બેટી પઢાવો, છોકરીઓને મફ્ત અથવા સબસિડી સાથેનું શિક્ષણ અને કોલેજ યુનિ.માં આરક્ષણનો સમાવેશ થાય છે. લોકોએ બાળકોના અધિકારોના રક્ષણ સાથે તેમના સશક્તિકરણ બાબતે, પ્રોત્સાહન બાબતે સક્રિય યોગદાનની જરૂર છે. આજે પણ બાળલગ્નની ભયંકર સમસ્યા છે, તો પરિવારના દબાણને કારણે તે પોતાનો મુક્ત વિચાર પણ પ્રગટ કરી શકતી નથી. બાળકી ઉપર થતાં અત્યાચારોની ઘટના પણ 21મી સદીમાં બની રહી છે જે સમાજ માટે શરમજનક છે.
છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં પણ તેના ઉત્થાન બાબતે ઘણી સંસ્થા કાર્ય કરે છે. 2020માં મારો અવાજ, મારૂ ભવિષ્ય જેવી ઉજવણી થતી હતી. ગત્ વર્ષે ડિજિટલ જનરેશન, અવર જનરેશન જેવા થીમમાં ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં છોકરા સાથે છોકરીઓને પણ બરોબર ભાગીદારી મળે તેવા હેતું હતું. આજે તો ઘણા પરિવારો છોકરીના જન્મે ઉજવણી કરે છે. દિકરીઓ પર ગર્વ કરો તે બોજ કે પરાયાધન નથી, આવી ઘણી સમાજની માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે. શાળાસંકુલોમાં પણ બાળકીનો સુરક્ષિત પ્રવેશ અને જાળવણી જરૂરી છે.
આજે જાતિય સતામણીની સમસ્યા ખૂબ જ વધી રહી છે. મહિલા કે છોકરીઓ માટે આડોશ-પાડોશનું વાતાવરણ સુરક્ષિત બનાવવાની સાથે ભીડવાળી કે એકાંતવાળી જગ્યા, બસ-રેલ્વેમાં કે અન્ય જગ્યાએ તે જાતીય સતામણીનો ભોગ બને છે. દીકરોઓને સ્વરક્ષણની તાલિમ આપીને ગુડ્ ટચ, બેડ ટચની પરિભાષા સમજાવવાનો સમય આવી ગયો છે. બાળલગ્ન, દહેજ જેવી ઘણી કુરિવાજોમાં બાળકને સહન કરવાનું આવે છે. આપણે જ પુત્રને પુત્રી કરતાં વિશેષ લાડ અને પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે બદલાવ ક્યાંથી આવશે. દેશના વડાપ્રધાન પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી હતા જેને આખો દેશ ચલાવીને પોતાની તાકાત બતાવી તો આજે છોકરીઓને પ્રોત્સાહન, માર્ગદર્શન અપાય તો તે પણ સંર્વાંગી વિકાસ કરીને દેશનું નામ રોશન કરી જ શકે છે. આ સમસ્યા સમાજનો નજરીયો બદલાશે તો જ તેનો ઉકેલ આવશે.
આજનો દિવસ બાળકીના અધિકારો, ક્ધયા શિક્ષણનું મહત્વ અને બાળકીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા ઉજવાય છે. સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેના ઉત્કર્ષ માટે વિવિધ યોજના ચલાવાય છે પણ મા-બાપે, પરિવારે અને સમાજે પણ બદલાવ લાવવાની તાતી જરૂરીયાત છે. આજે બાળકીને લગભગ તમામ જગ્યાએ પડતી મુશ્કેલીઓમાં સમાજ શું કરી શકે તે ચિંતા અને ચિંતનનો વિષય છે. લિંગ આધારિત ભેદભાવ વિશે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આજે છોકરીઓ સમાજના તેને નડતા તમામ પાસાઓ સામે લડાયકથી સામનો કરી રહી છે તે માત્ર આપણાં સહકારની જરૂર છે.
આપણે માતા, બેન, ભાભી, પુત્રી, પત્ની બધાને પ્રેમ અને સન્માન આપીએ છીએ? આ પ્રશ્ર્નનો જવાબ દરેક માનવી પોતાના દિલ ઉપર હાથ રાખીને 5ૂછે તે જરૂરી છે. દીકરીઓ જ સમાજનો સાચો હિસ્સો છે. દીકરી ભણેલ હશે તો જ તે બે ઘરને તારી શકશે ઉપરાંત પોતે શિક્ષણનું મહત્વ સમજતા તેના સંતાનોને પણ ભણાવશે. આજે પુત્રની લ્હાયમાં દીકરીઓની ભૃણ હત્યા થઇ રહી છે જે આવનારા સમાજ માટે રેડલાઇડ સમી ચેતવણી છે. જે દેશની દીકરીઓ સશક્ત હોય તેજ દેશનો વિકાસ થાય કે સશક્ત બની શકે છે.
વૈશ્ર્વિકસ્તરે પણ 11 ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ દિવસ ઉજવાય છે. આજે દુનિયાને મજબૂત મહિલાની જરૂર છે સ્ત્રી જ અન્યને ઉત્થાન અને નિર્માણ કરાવી શકે છે. આજની છોકરીઓ માટે અસમાનતા શબ્દ એક મોટી સમસ્યા છે, જેમાં શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો, તબિબી સંભાળ, રક્ષણ, સન્માન, બાળલગ્ન ટાળવા જેવા ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છોકરીની કારકિર્દી વિકસાવવા માટે ઘણા ક્ષેત્રોમાં હજી કાર્ય કરવાની જરૂર છે. વૈશ્ર્વિક ઝુંબેશ ચલાવતી મલાલા જણાવે છે કે જ્યારે આપણાંમાંથી અડધાને રોકી દેવામાં આવે ત્યારે આપણે બધા સફળ નથી થતાં. વિશ્ર્વની બહેનો બહાદુર બને અને તેમનામાં રહેલી શક્તિને સ્વીકારે અને પોતાની ક્ષમતાનો અહેસાસ કરે.
નાની બાળકીઓમાં હિંમત, બલિદાન, નિશ્ર્ચય, હૃદ્ય પ્રતિભા, ખડતલતા, પ્રતિબધ્ધતા જેવા ગુણોનું સિંચન કરવું પડશે. છોકરીઓમાં રહેલી વિવિધ કલા-કૌશલ્યોને પ્રોત્સાહન આપીને તેનો વિકાસ કરવો જરૂરી છે. છોકરાની સાથે આજની છોકરીઓમાં સ્પર્ધા કરી શકે તેટલી થીમતાવાન છે જ આપણે ફક્ત તેને અહેસાસ કરાવવાનો છે કે અમો તારી સાથે છીએ. બાળકીને વધુ સારા અને સુખી ભવિષ્ય માટે તેનું રક્ષણ કરવું અને તેનો ઉછેર કરવો જરૂરી છે. ભારતમાં બાળકી સામે ઘણા પડકારો છે જેને આપણે સંકલ્પ કરીને તેના પડકારોને તકમાં ફેરવવીને તેનો વિકાસ કરવાનો છે.
આપણે બેટીને મા લક્ષ્મીનો અવતાર ગણીએ છીએ પણ તેનાં ઉછેરમાં જ પુત્ર કરતાં ઓછી ચિવટ પણ આપણે જ રાખીએ છીએ. આજે આપણે બાળકીનું મહત્વ જ સમજતા નથી. આજના દિવસની ઉજવણીમાં દેશની દરેક છોકરીઓને દરેક પાસામાં મહત્તમ સહાય અને સુવિધાઓ પુરી પાડવાનો છે. છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવનો અંત આવે તે જરૂરી છે, દીકરીઓએ ફૂલો છે જે કાયમ ખીલે છે. છેલ્લા 14 વર્ષથી આપણે દિવસ ઉજવીને ઘણા સારા પરિણામો મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ સાથે એમ્પાવરમેન્ટ ક્ષેત્રની વિવિધ કામગીરી ઘણી સારી બાબતોને કારણે બાળકીઓનો વિકાસ થયો છે. હાલમાં ઉજવાય રહેલ આઝાદી કા અમૃત મહોત્સવની પુષ્ઠભૂમિકામાં રાષ્ટ્રીય ક્ધયા બાળ દિવસ અગ્રસ્થાને છે. આજે સૌ નાગરિક આ દિશામાં કાર્ય કરીને બાળકીને સ્વતંત્રતાથી વિકાસ થાય અને તેના અધિકારોનું રક્ષણ થાય તેવો સંકલ્પ કરવો જ જોઇએ.
વિશ્ર્વને છોકરીઓ માટે કેવી રીતે વધુ સારૂ બનાવી શકાય?
આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો છે. આ વર્ષની થીમ ‘એમ્પાવરિંગ ગર્લ ફોર એ બ્રાઇટર ટુમોરો’ છે. આપણે છોકરીઓમાં છુપાયેલી પ્રતિભાને ઓળખીને તેના ભવિષ્ય માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે. આવતીકાલ તેમની ઉજ્જવળ બને તે માટે આજથી જ સૌ એ કાર્યરત થવું જરૂરી છે. છોકરીઓને સંપૂર્ણ સ્વતંત્રતા સાથે તેમનું જીવન જીવવાની પણ તક આપવી જોઇએ. એક નાનકડી બાળકી તેના શુધ્ધ સ્મિતથી આખા ઘરને રોશન કરી દે છે. બેટી બચાવો, બેટી પઢાવો, સમગ્ર શિક્ષા અભિયાન, ક્ધયા કેળવણી મહોત્સવ જેવી ઘણી બધી પ્રવૃતિ-પ્રોજેક્ટ થકી સમાજમાં મહિલાઓનું સ્થાન બદલાયું છે, સુધાર થયો છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ સમાનતા લાવવા માટેના કટિબધ્ધતાનો દિવસ છે. બાળલગ્નના દબાણ અને હિંસાના કોઇપણ કિસ્સામાં છોકરીઓ પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આજના યુગમાં મહિલાઓનું આર્થિક અને સામાજીક રીતે સશક્તિકરણ જરૂરી છે. દરેક વાલીઓએ દિકરો-દીકરી એક સમાન ગણીને બાળકીને સારૂ ભવિષ્ય આપવાની સાથે તેના સંર્વાંગી વિકાસમાં પુત્ર જેટલો જ રસ દાખવવો જરૂરી છે.