કુદરતનું એક અદ્ભુત સર્જન એટલે પક્ષીઓ જે સવારમાં ઉઠવાથી લઈને આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે. પક્ષીઓના અનેક સ્વરૂપો છે તેઓ દરિયાઈ વિસ્તારમાં પણ રહે છે અને બર્ફીલા પ્રદેશમાં પણ વસે છે.બધા જ પક્ષીઓના કંઇક અલગ અલગ કળા હોય છે.જેમ કે કોયલ સુંદર રીતે ગાઈ શકે છે તો પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે.આ તો વાત થઈ એક બે પક્ષીઓની વિશ્વમાં વિવિધ જાતિના જાતિના પક્ષીઓ વસે છે. પક્ષીઓ સાથે વિવિધ લોકોના જુદા સંબંધો પણ હોય છે લોકો પક્ષીઓને પાળે છે અને તેની સાર સંભાળ પણ ખૂબ સારી રીતે રાખે છે.
વિવિધ પ્રકારના પક્ષીઓ આપણી આસપાસ વસે છે .જેમ કે ચકલી,પોપટ,કાગડો,કોયલ,મોર,સમડી, બાજ, હંસ, બગલો,ઘુવડ વગેરે આપણે જોઈ શકીએ છીએ.
અત્યારે વિશ્વમાં પક્ષીઓની ૧૦,૦૦૦થી ૧૩,૦૦૦ જાતિઓ હયાત છે.જીવ વિજ્ઞાનમાં પક્ષીઓને ‘ એવિસ શ્રેણીના ‘ પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓ હમેશાં મનુષ્યને મદદગાર જ થયા છે .જ્યારે પક્ષી કોઈ પણ ફૂલની પરાગરજ બીજી જગ્યાએ લઈ જાય છે ત્યારે વધુ ફૂલની ઉત્પતિ થઈ શકે છે.
અત્યારે પક્ષીઓની કેટલી બધી જાતિઓ લુપ્ત થતી જાય છે જેનું મુખ્ય કારણ મનુષ્યો છે.મનુષ્યો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓને જીવ જોખમમાં મૂકે છે. તેઓ જંગલોને કાપે છે જે પક્ષીઓનું મૂળ રહેઠાણ છે.તેઓ પાણીને પ્રદૂષિત કરે છે જેમાંથી તેઓ પોતાની તરસ છૂપાવે છે. અમુક સ્વાર્થી લોકો પોતાના સ્વાર્થ માટે પક્ષીઓનું વેચાણ કરે છે જે ગેરકાયદસર છે.આ બધા જ કારણોને લીધે વિશ્વની ૧૨ % જાતિઓ લુપ્ત થવાના ભયમાં છે.
ગુજરાતમાં ઉતરાયણનો તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.આ તહેવાર પતંગ અને દોરાનો છે .આ તહેવાર લોકોથી ખુશીથી ઉજવે છે પરંતુ તેમાં પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે .ઉતરાયણ પૂરી થયા બાદ કેટલા કિસ્સાઓ જાણવા મળે છે કે જેમાં ગળું કપાવવાને કારણે પક્ષીઓનું મૃત્યુ થાય છે.
> પક્ષીઓની જાતિને લુપ્ત થતી અટકાવવા માટે તેમના રહેઠાણ સ્થાન એટલે કે જંગલોને કાપવા ન જોઇએ.
> ઘણા પક્ષીઓ પાણી ન મળવાને કારણે મૃત્ય પામે છે તો લોકોએ ઘરમાં તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
>જો કોઈ વ્યક્તિ પક્ષીઓને પાળે છે તો તેમની પૂરતી સાર સંભાળ રાખવી જોઈએ .
> ઉતરાયણના દિવસે સવારે પક્ષીઓનો નીકળવાનો સમય ત્યારે થોડાક સમય માટે પતંગ ન ઉડાડીએ.
લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે 5 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે કે તેઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આપવામાં આવે છે.પક્ષીના રહેઠાણો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.